Home /News /ahmedabad /News18 Analysis: વડાપ્રધાને દરેક જનસભામાં કહ્યુ, ‘એક મારું અંગત કામ છે, કરશો ને?’, જાણો આ કામ કયું

News18 Analysis: વડાપ્રધાને દરેક જનસભામાં કહ્યુ, ‘એક મારું અંગત કામ છે, કરશો ને?’, જાણો આ કામ કયું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વખતે દરેકને એક અંગત કામ સોંપ્યું

News18 Analysis: આ વખતે દરેક સભામાં નરેન્દ્ર મોદીએ બે વાત બહુ સ્પષ્ટપણે અને ભારપૂર્વક કહી છે. તેમાં એક વાત એટલે રેકોર્ડ બ્રેક મતદાન કરાવવું અને બીજી વાત એ છે વડાપ્રધાનનું અંગત કામ. આવો જાણીએ આ અંગત કામ કયું છે...!

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ભાજપ-કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી પણ એડીચોટીનું જોર લગાવતી જોવા મળી છે. આ બધા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. એકાંતરે તેઓ દિલ્હીથી ગુજરાત આવી જાય છે અને અનેક સ્થળોએ જનસભાને સંબોધે છે. આ દરેક જનસભામાં વડાપ્રધાનના સંબોધનમાં એક વાત ખાસ જોવા મળી છે. આ વાત છે વડાપ્રધાનના અંગત કામની. તેમણે આ વખતે દરેક કાર્યકરોથી માંડીને નવયુવાનોને એક અંગત કામ સોંપ્યું છે. આવો જાણીએ...

ચૂંટણી પ્રચારમાં ‘મોદી’ મુખ્ય ચહેરો


વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા ઘણાં સમયથી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે. તેમણે લાખોની જનમેદનીથી ખીચોખીચ ભરેલી અનેક સભાઓ અત્યાર સુધી સંબોધી છે. આ બધી જ સભામાં વડાપ્રધાને જે સંબોધન આપ્યું છે તેના પર નજર કરીએ તો એવું જાણવા મળ્યું છે કે, તેમની સ્પીચમાં નાના બાળકથી માંડીને વયોવૃદ્ધ લોકોને તેમણે કવર કરવાનો પ્રયાસ કર્યો છે. જી હા, દરેક અવસ્થાના લોકો માટે તેમણે પોતાના આગવા અંદાજમાં લોકોને પોતાના તરફ આકર્ષિત કર્યાનો પ્રયત્ન કર્યો છે.

આ પણ વાંચવોઃ નરેન્દ્ર મોદીએ કહ્યુ - આવનારા 25 વર્ષ માટેની આ ચૂંટણી

દરેક વર્ગને આકર્ષવા અલગ જ ટેક્નિક!


યુવાનોને આકર્ષવા માટે તેમણે ટેક્નોલોજીથી માંડીને અને ઇન્સ્ટાગ્રામ રિલ્સ, સોશિયલ મીડિયા અને તેને સંલગ્ન અનેક વાતો કરી છે. જ્યારે વયોવૃદ્ધ લોકોને આકર્ષવા આ વખતે તેમણે અલગ જ શૈલીથી કામ પતાવ્યું છે. વડાપ્રધાનના દરેક સંબોધનમાં તેમણે મતદાનના રેકોર્ડ તોડવાની વાત કરી છે. ગત ચૂંટણીમાં જેટલું પણ મતદાન થયું હોય તેનાથી વધુ મતદાન કરાવીને તેમણે રેકોર્ડ બ્રેક મતદાનની વાત કરી છે. તેટલું જ નહીં, તેમણે યુવાનો અને કાર્યકરોને પોતાનું એક અંગત કામ પણ સોંપ્યું છે.


‘હવે મારું અંગત કામ કરશો ને?’: મોદી


વડાપ્રધાને તેમની દરેક જનસભામાં યુવાન અને કાર્યકર્તાઓને પોતાનું એક અંગત કામ સોંપ્યું છે. તેઓ સંબોધનમાં કહે છે કે, ‘તમારે ઘરે-ઘરે જવાનું છે. લોકોને મેં જે વાત સમજાવી તે કહેવાની છે અને વધુમાં વધુ મતદાન કરાવવાનું છે. બધા જ રેકોર્ડ તોડવાના છે. હવે મિત્રો મારું એક અંગત કામ કરવાનું છે, કરશો ને?’ પછી બધા જોડે બે હાથ ઉંચા કરાવીને જોરથી હા પણ બોલાવડાવે! પછી તેઓ અંગત કામ સોંપતા કહે છે કે, ‘તમે આગામી અઠવાડિયું ઘરે ઘરે જાવ મતદાન કરાવવા માટે, લોકોને સમજાવવા માટે ત્યારે કહેજો આપણાં નરેન્દ્રભાઈ આવ્યા હતા અને એમણે તમને પ્રણામ પાઠવ્યાં છે. આ મારું અંગત કામ છે, ઘેર-ઘેર જઈને મારા પ્રણામ વડીલોને પહોંચાડશો?’ આ છે વડીલોને કવર કરવાની અદ્ભુત ટેક્નિક જે માત્ર નરેન્દ્ર મોદી જ જાણે છે!

આ પણ વાંચોઃ મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ - તેમનું મોડલ એટલે અરબો-ખરબોનો ભ્રષ્ટાચાર

વડાપ્રધાનની બોલવાની છટા-અંદાજ અલગ જ!


આમ, વડાપ્રધાને દરેક જનસભામાં લોકોને આ અંગત કામ સોંપ્યું છે. વડાપ્રધાનની બોલવાની છટા અને અંદાજ દરેક કરતાં અલગ છે. તેને કારણે તેમની જનસભામાં લાખોની જનમેદની ઉમટી પડે છે. તેમની એક ઝલક મેળવવા તેમના રોડ-શો દરમિયાન બંને બાજુ હજારો લોકો ઉમટી પડે છે. આ રીતે વડાપ્રધાને ચૂંટણી પ્રચારમાં એક અનોખી જ ટેક્નિક વાપરીને દરેક વર્ગના લોકોને આકર્ષવાનો પ્રયત્ન કર્યો છે.
First published:

Tags: Gujarat Assembly Election, Gujarat Assembly Election 2022, Narendra modi gujarat visit, Narendra Modi in Gujarat

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો