Home /News /ahmedabad /બનશે જનતાની સરકાર: કોંગ્રેસનો મેનિફેસ્ટો જાહેર, જાણો શું કર્યા મોટા વાયદા?

બનશે જનતાની સરકાર: કોંગ્રેસનો મેનિફેસ્ટો જાહેર, જાણો શું કર્યા મોટા વાયદા?

કોંગ્રેસ દ્વારા મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે.

Gujarat Assembly Election 2022: કોંગ્રેસ દ્વારા મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે. કોંગ્રેસ ચૂંટણી પહેલા વાયદાનો પટારો ખોલ્યો છે. આ મેનિફેસ્ટોને 'બનશે જનતાની સરકાર' નામ આપવામાં આવ્યું છે.

  અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ઉમેદવારોની યાદી જાહેર થઇ રહી છે, ત્યારે બીજી બાજુ કોંગ્રેસ દ્વારા મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે. કોંગ્રેસ ચૂંટણી પહેલા વાયદાનો પટારો ખોલ્યો છે. આ મેનિફેસ્ટોને 'બનશે જનતાની સરકાર' નામ આપવામાં આવ્યું છે.

  જુઓ મેનિફેસ્ટોના મુખ્ય મુદ્દાઓ

  - ગુજરાતની ગૃહિણીઓને રૂ. 500 ના ભાવે ગેસ સિલિન્ડર
  - વીજ બીલમાં રાહત માટે 300 યુનિટ સુધીના વપરાશ પર વીજળી ચાર્જ માફ
  - શિક્ષણ અને આરોગ્યના વ્યાપારીકરણ પર રોક
  - ગુજરાતના દરેક નાગરિકને સરકારી દવાખાનામાં રૂપિયા 10 લાખ સુધીની મફત મેડિકલ સારવાર, તપાસ અને દવા તેમજ રૂ.પાંચ લાખનો અકસ્માત વીમો મફત આપવામાં આવશે.
  - દિવ્યાંગ, વિધવા, જરૂરતમંદ મહિલા, સિનિયર સિટીજન્સને માસિક રૂ. 2000 નું માસિક પેન્શન

  - સરકારી – અર્ધ સરકારી સંસ્થાઓમાં ૧૦ લાખ ખાલી જગ્યાઓ પર ભરતીની પ્રક્રિયા હાથ ધરાશે
  - બેરોજગાર યુવક-યુવતીઓને મહિને રૂ.૩૦૦૦ સુધીનું બેકારી ભથ્થું મળશે
  - યુવાનોમાં રમતગમત માં શ્રેષ્ઠતા - પ્રોત્સાહન આપતી ‘જામ રણજી સ્પોર્ટ્સ નીતિ’
  - આર્થિક પરિસ્થિતિને કારણે શિક્ષણ ની તક થી વંચિત ના રહે તે જાતની નવી “મહાત્મા ગાંધી સર્વગ્રાહી શિક્ષણ નીતિ “ ઘડવામાં આવશે
  - દીકરીઓને કે.જી થી પી.જી. સુધીના શિક્ષણ માટે સંપૂર્ણ ફી માફી
  - દરેક નાગરિકને સરકારી / માન્ય ખાનગી દવાખાનાઓમાં રૂપિયા દસ લાખ સુધીની મફત સારવાર અને દવા તેમજ રાજીવ ગાંધી અકસ્માત વીમા યોજનામાં રૂપિયા પાંચ લાખનું વીમા કવચ આપશે
  - એમ આર આઈ, સોનોગ્રાફી, ઇકો, એક્ષરે, સી ટી સ્કેન,, લેબોરેટરી વગેરે તપસ પણ વિના મૂલ્યે
  - કીડની, હાર્ટ, લીવર અને બોનમરોનું ટ્રાન્સપ્લાન્ટ તદ્દન મફત


  આ પણ વાંચો: જૂનાગઢના ભાજપના ઉમેદવાર અને તેમના પત્ની કરોડપતિ

  - ખેડૂતોનું રૂ. 3 લાખ સુધીનું દેવું માફ, વીજળીનું બીલ માફ કરાશે
  - સૌરાષ્ટ્ર, કચ્છ અને બનાસકાંઠા, પાટણ સહિત ઉત્તર ગુજરાતની પાણીની સમસ્યા હલ કરવા સ્પેશિયલ ટાસ્ક ફોર્સ
  - સરકારની જ પાક વીમા કંપની દ્વારા જ નવી પાક વીમા યોજનાનું અમલીકરણ
  - ટેકાના ભાવે જ ખરીદી માટે એમએસપી કાયદો બનાવવામાં આવશે.
  - નવેસરથી જમીનની વૈજ્ઞાનીક ધોરણે માપણી, જૂની માપણી રદ કરાશે
  - કોંગ્રેસની સરકાર બનતા જ “કામધેનુ-ગૌસંવર્ધન યોજના” હેઠળ પ્રતિવર્ષ રૂ.1000 કરોડનું બજેટ
  - માછીમારોનું રૂ. 3 લાખ સુધીનું દેવું માફ
  - આખા ગુજરાતમાં લારી, પાથરણા, ફેરિયા ભાઈઓને તંત્રની કનડગત અને હપ્તા રાજ તેમજ ધંધાની અસલામતીના ભયમાંથી મુક્ત કરાશે.
  - આ પડકારોના સામના માટે કોંગ્રેસની સરકાર – જનતાની સરકાર શહેરના સામાન્ય માનવીને કેન્દ્રમાં રાખી આવતા 25 વર્ષની જરૂરિયાતનો પ્લાન અને તેના સમયબદ્ધ અમલીકરણ નો નક્શો તૈયાર કરશે
  - પાંચ વર્ષમાંમકાનો પૂરા પાડવા ‘ઘરનું ઘર’ યોજના શરૂ કરાશે. પાંચ વર્ષમાં 25 લાખ મકાનોનું નિર્માણ
  - તાલુકા અને જીલ્લા પંચાયતના ચુંટાયેલા સભ્યોને માનદ વેતન અપાશે.
  - ગુજરાતના વંચિત અને શોષિત સમાજના લોકોના કલ્યાણ માટે અને વિવાદોના કાયમી નિવારણ હેતુ કોંગ્રેસ સરકાર કાયમી “અનામત આયોગ” ની રચના કરશે.
  - આદિવાસી જિલ્લાઓમાં સેડ્યુઅલ - 5 ની જોગવાઈનો આદિવાસીઓના બંધારણીય અધિકારોના રક્ષણ માટે અમલ કરવામાં આવશે.
  - આગામી બે વર્ષમાં ૫૦ કરોડનું ટર્ન ઓવર ધરાવતા ૧૦૦૦ એકમોની સ્થાંપના
  - ગુજરાતના આગામી 25 વર્ષની જરૂરિયાતનો સર્વગ્રાહી નક્શો તૈયાર કરાશે
  - રાજ્યની તમામ નદીઓમાં પ્રદૂષણ મુક્ત કરવા માટેનો એક્શન પ્લાન
  Published by:Azhar Patangwala
  First published:

  Tags: Congress Gujarat, Gujarat Assembly Election 2022

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन