liveLIVE NOW

Gujarat Election 2022 LIVE: રાજકોટ પશ્ચિમ બેઠક પર ભાજપમાં આંતરિક ખેંચતાણ? કેજરીવાલે જૂનાગઢમાં કર્યો રોડશો

Gujarat Election 2022 live updates: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે અનેક સમીકરણો બદલાવવા લાગ્યા છે. ચૂંટણી ટાણે તમામ રાજકીય પક્ષોનાં નેતા ગુજરાતની પ્રજાને મનાવવામાં લાગી ગયા છે.

 • News18 Gujarati
 • | November 08, 2022, 16:00 IST |  Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
  facebookTwitterLinkedin
  LAST UPDATED: 24 DAYS AGO
  15:51 (IST)
  આજે આપના ઉમેદવારોની 12મી યાદી જાહેર કરતાં પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. આ સાથે જ આપના યુવરાજસિંહની ટિકિટ પાછી ખેંચવામાં આવી છે. યુવરાજસિંહ હવે દહેગામથી નહીં લડે. યુવરાજસિંહે બેઠક પરથી નામ પાછુ ખેંચ્યું છે. વિરોધ બાદ ટિકિટ બદલાઈ હોવાની ચર્ચા છે. દહેગામમાં સ્થાનિકને ટિકિટ આપવાની માગ હતી. યુવરાજને સ્ટાર પ્રચારક તરીકે નિમાયા છે. હવે દહેગામથી સુહાગ પંચાલ ચૂંટણી લડશે. આ સાથે જ પાર્ટી પર દરેક વિધાનસભાના ઉમેદવારને જીતાડવાનું ભારણ હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું. 7 વિધાનસભા માટે વ્યૂહ રચના માટે આપ પાર્ટીના યુવરાજ સિંહને નિમવામાં આવ્યા છે.

  15:13 (IST)
  #GujaratElection આજરોજ દિલ્લીના મુખ્યમંત્રી તથા 'આપ'ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતિમાં જુનાગઢ ખાતે ભવ્ય રોડ-શો યોજાયો હતો. આ સાથે આમ આદમી પાર્ટીનાં પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા આજે સુરતમાં રોડ શો કરશે. સાંજે 4.00 વાગે લિંબાયત, 6.00 વાગે ચોર્યાસી અને રાત્રે 9.00 વાગે વરાછામાં રોડ શો કરીને લોકોને મળશે. 

  15:7 (IST)
  #GujaratElection આપ દ્વારા 12મી યાદીમાં વધુ 7 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં અંજારથી અર્જન રબારી, ચાણસ્માથી વિષ્ણુભાઈ પટેલ, દહેગામથી સુહાગ પંચાલ, લીમડીથી મયુર સાકરીયા, ફતેપુરાથી ગોવિંદ પરમાર, સયાજીગંજથી સ્વેજળ વ્યાસ, ઝઘડિયાથી ઊર્મિલા ભગનું નામ જાહેર કરવામાં આવ્યું છે.

  13:58 (IST)
  #GujaratElection મનીષા વકીલ મંત્રી, નીમિષા સુથાર મંત્રી, નરેશ પટેલ, અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ, શંકર ચૌધરી, સંગીતા પાટીલ, ગણપત સિહ વસાવા, ઈશ્વર પટેલ, બળવંતસિંહ રાજપૂત, જેઠા ભરવાડ, દિલીપ ઠાકોર, પ્રફુલ પાનસેરિયા, પ્રદીપ સિંહ જાડેજા, ભુપેન્દ્ર સિંહ ચુડાસમા, આર સી ફળદુ, ઋષિકેશ પટેલ આરોગ્ય મંત્રી, કનુભાઈ દેસાઈ, મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, મંત્રી કિરીટસિંહ રાણા, મંત્રી જીતુ વાઘાણી, મંત્રી જગદીશ પંચાલ, મંત્રી દેવા માલમ, મંત્રી કુબેર ડીંડોર, મંત્રી જીતુ ચૌધરી, મંત્રી કીર્તિસિંહ વાઘેલા, મંત્રી મુકેશ પટેલ, મંત્રી આર સી મકવાણા, કુંવરજી બાવળિયા, જયેશ રાદડિયા, જવાહર ચાવડા, હર્ષદ રીબડિયા, ગીતાબા જાડેજા, રજની પટેલ, કેતન ઇનમદાર, મધુ શ્રીવાસ્તવ, હીરા સોલંકી, પરસોત્તમ સોલંકી, બાબુ બોખીરિયા, પબુભા માણેક, જશા બારડ, શશીકાંત પડ્યા, બાબુભાઈ જમના પટેલ

  12:55 (IST)

  વિજયભાઇ રૂપાણી અંગે વજુભાઇ વાળાએ કહ્યુ કે, તે તો વિજયભાઇએ નક્કી કરવાનું અને પાર્લામેન્ટ્રી બોર્ડે નક્કી કરવાનું હોય છે. આપની અસર પર તેમણે જણાવ્યુ કે, ગુજરાતની જનતા સારી રીતે જાણે છે કે, કેન્દ્રમાં બેઠેલા ભાજપના વડાપ્રધાને ભારત અને ગુજરાત માટે શું કર્યુ છે. બીજેપીમાં કોઇ આંતરિક ડખા નથી.

  12:45 (IST)
  #GujaratElection2022 રાજ્યમાં ચૂંટણી પહેલાનો રાજકીય ગરમાયો દેખાઇ રહ્યો છે. રાજકોટ પશ્ચિમની બેઠકને ભાજપનો ગઢ માનવામાં આવે છે. અહીંથી કોઇપણ ઉમેદવાર ઉભો રહે પરંતુ લહેરાય તો કેસરિયો જ. આ બેઠક પરથી પાટીદારોએ પણ લડવાની માંગ કરી હતી. સિદસર ઉમિયાધામના પ્રમુખ જેરામ વાંસજાળિયાએ જણાવ્યું હતું કે 'પશ્ચિમની બેઠક પર અમારા સવા લાખ મતદારો છે, અમને ટિકિટ આપો.' ત્યારે દિગ્ગજ નેતા વજુભાઇ વાળાની સૌરાષ્ટ્રના રાજકારણમાં એન્ટ્રી થતા અનેક વાતો ચર્ચાઇ રહી છે. વજુભાઇ વાળાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, હું, વજુભાઇ વાળા પાર્ટીનો કાર્યકર છું. પાર્ટી જે ઉમેદવારનું નામ આપશે તેને જીતાડવા માટે હું તન, મન અને ધનથી કામ કરીશ. ઉમેદવારોનાં નામ રાજ્યકક્ષા અને કેન્દ્ર સરકારનાં લોકો નક્કી કરીને કહેશે. 

  11:15 (IST)
  જેતપુર શહેરમાં ચૂંટણીની કવાયત શરૂ કરવામાં આવી છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ જવાનોની ટૂકડી જેતપુર આવી ગઈ હતી. ત્યારે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના જવાનોએ ફૂટ પેટ્રોલિંગ કરીને રૂટની ઝીણવટ ભરી માહિતી મેળવી હતી. જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડના સૂચનથી સીઆરપીએફ જવાનોની ફ્લેગ માર્ચ યોજાઈ હતી. જેતપુરના તીનબત્તીચોક સ્ટેન્ડ ચોક , ચાંદની ચોક, ફૂલવાડી ચોક, સોની બજાર, મોટા ચોક, ગોંડલ દરવાજા, સામાકાંઠા વિસ્તાર વગેરે વિસ્તારોમાં ચાલીને જવાનોએ ફ્લેગ માર્ચ યોજી હતી.

  10:41 (IST)
  પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે ચૂંટણીલક્ષી બેઠક યોજાશે. સંગઠન મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાની અધ્યક્ષતમાં યોજાનારી બેઠકમાં ચૂંટણી દરમિયાન ચલાવામાં આવનાર કેમ્પેઈન અને મહા સભાઓના આયોજન અંગે ચર્ચા કરવામાં આવશે. 

  10:16 (IST)
  ચૂંટણી પહેલા પાટીદાર ફેડરેશનની બેઠક મળવાની છે. આ બેઠકમાં 3 સંસ્થાના અગ્રણીઓ ગેરહાજર રહેશે. ઉમિયાધામ ઉંઝા, સીદસર ઉમિયાધામ જ હાજર રહેશે. વિશ્વઉમિયાધામ, ખોડલધામ, સરદારધામ હાજર રહેશે નહીં. આ બેઠક સોલા વિશ્વ ઉમિયાધામ ખાતે સી.કે.પટેલે બોલાવી છે. ચૂંટણી પહેલા પાટીદારોની બેઠકમાં 3 સંસ્થા ગેરહાજર રહેશે. ઓલ પાટીદાર ફેડરેશનની આજે મળનારી બેઠકમાં ઉમિયાધામ ઉંઝા, સીદસર ઉમિયાધામ  હાજર રહેશે. વિશ્વ ઉમિયાધામ, ખોડલધામ, સરદારધામ સંસ્થા હાજર નહીં રહે. આ અંગે વિશ્વ ઉમિયાધામના આર.પી.પટેલે કહ્યું, બહાર છીએ, હાજર નહીં રહી શકીએ. બીજી બાજુ, ખોડલધામ ટ્રસ્ટી રમેશ ટીલાળાએ કહ્યું કે, નરેશભાઈ બહાર છે, હાજર નહીં રહી શકે. ખોડલધામ ટ્ર્સ્ટી દિનેશ કુંભાણીએ કહ્યું કે, અમને પૂછ્યા વગર બેઠકનું આયોજન કરાયું છે, હાજર નહીં રહીએ.

  9:58 (IST)
  #GujaratElection ગઇકાલે સોમવારે BTP અને JDU વચ્ચે ગઠબંધનની જાહેરાત થઇ હતી. ઠીક એક દિવસ બાદ પિતા-પુત્ર વચ્ચે મતભેદ સામે આવ્યો છે. આ અંગે BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા અને સંયોજક છોટુભાઈ વસાવા સાથે ન્યૂઝ18 ગુજરાતીએ ખાસ વાતચીત કરી છે. છોટુ વસાવાની જાહેરાતને પુત્ર મહેશ વસાવાએ વ્યક્તિગત ગણાવી છે. પિતાએ ગઠબંધનની જાહેરાત કરી હતી, જ્યારે પુત્રે તેને નકારી છે. આ અંગે ન્યૂઝ18 ગુજરાતી દ્વારા બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યુ કે, તમે શેની જાહેરાતની વાત કરી રહ્યો છો? આ અંગે શું નિવેદન છે તે મને ખબર નથી. મને કંઇ ખબર નથી. હું બે દિવસથી બહાર છુ, આમાં શું તથ્ય છે તે ખબર નથી. બીટીપીમાં લોકશાહી છે.

  અમદાવાદ : રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે અનેક સમીકરણો બદલાવવા લાગ્યા છે. ચૂંટણી ટાણે તમામ રાજકીય પક્ષોનાં નેતા ગુજરાતની પ્રજાને મનાવવામાં લાગી ગયા છે. આજે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જૂનાગઢમાં રોડ શો કરવાના છે. આ સાથે અસુદ્દીન ઔવેસી પણ ગુજરાતમાં છે. આ સાથે પી. ચિદમ્બર પણ અમદાવાદમાં છે.

  તો બીજીબાજુ, વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનાં ઉમેદવાર પસંદગીની કવાયત તેજ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ આજે દિલ્હીમાં કોર કમિટીની બેઠકમાં હાજર રહેશે.
  विज्ञापन
  विज्ञापन