Home /News /ahmedabad /કોંગ્રેસ સ્કિનિંગ કમિટીમાં નિર્ણય: ચાલુ ધારાસભ્યો રિપીટ કરાશે, વાંચ્છુકો બાયોડેટા જમા કરાવે

કોંગ્રેસ સ્કિનિંગ કમિટીમાં નિર્ણય: ચાલુ ધારાસભ્યો રિપીટ કરાશે, વાંચ્છુકો બાયોડેટા જમા કરાવે

સ્ક્રિનિંગ કમિટી અને પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં નિર્ણય

Gujarat Assembly Election 2022: સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં કોંગ્રેસ પ્રથમ ઉમેદવારોની યાદી જાહેર કરશે. 

અમદાવાદ: કોંગ્રેસ નેતા અને પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની અમદાવાદ મુલાકાત બાદ કોંગ્રેસ પક્ષ એક્શન મોડમાં જોવા મળ્યું રહ્યું છે. ગુજરાત કોંગ્રેસે વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરી છે. આ મામલે સ્ક્રિનિંગ કમિટી અને પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં નિર્ણય કરાયો હતો કે, આ વખતે ઉમેદવાર પસંદગી પ્રક્રિયા ઝડપી કરવાની રહેશે. આ સાથે જ ટિકિટ વાચ્છુંક દાવેદારોએ પોતાના બાયોડેડા જિલ્લા કક્ષા અને પ્રદેશ કક્ષાએ આપવાના રહેશે. સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં કોંગ્રેસ પ્રથમ ઉમેદવારોની યાદી જાહેર કરશે.

કોંગ્રેસ કાર્યલાય ખાતે રાહુલ ગાંધીના પ્રવાસ બાદ સ્ક્રિનિંગ કમિટી અને પ્રદેશ ઇલેક્શન કમિટીની બેઠક મળી હતી. સિનિયર નેતાઓ અને ધારાસભ્યો તેમજ કમિટી સભ્યો દ્વારા આપવામાં આવેલા સૂચનો બાદ નિર્ણય કરાયો છે કે, ટિકિટ વાંચ્છુક દાવેદારોએ પોતાની દાવેદારી માટે કોંગ્રેસ કાર્યલય ખાતે બાયોડેટા આપવાના રહેશે. કોંગ્રેસના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આ માટે 11 સપ્ટેમ્બર સુધીની સમયમર્યાદા રાખવામાં આવી છે. દાવેદારી નોંધાવનારા નેતાઓના બાયોડેટાનું મુલ્યાંકન સ્ક્રિનિંગ કમિટી અને પ્રદેશ ઇલેક્શન કમિટીની બેઠકમાં કરાવામાં આવશે અને તે અંગે આખરી નિર્ણય લેવામાં આવશે. દાવેદારોના બાયોડેટા આધારે બેઠક દીઠ પેનલ તૈયાર કરાશે.

આ પણ વાંચો: યુથ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ વિશ્વનાથસિંહે ભાજપમાં જોડાતા જ ખોલી કોંગ્રેસની પોલ

આગામી 21, 22 અને 23 સપ્ટેમ્બરના રોજ ફરી એકવાર સ્ક્રિનિંગ કમિટીની બેઠક મળશે. પ્રદેશ ઇલેક્શન કમિટી તૈયાર કરેલી પેનલ પર ચર્ચા કરશે. પ્રથમ યાદી મહિનાના અંત સુધીમાં જાહેર થશે. આ વખતે બે અથવા તેનાથી વધુ વખત પરાજીત થયેલા દાવેદારો અંગેનું માપદંડ ચાલુ વર્ષે લાગુ કરી શકશે નહીં. કારણ કે આ વખતે અનેક સિનિયર નેતાઓ ચૂંટણી લડવાના મૂડમાં છે.

કોંગ્રેસના જાણકાર સૂત્ર અનુસાર, ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો માટે રાહતના સમાચાર છે. તમામ 64 કોંગ્રેસ ધારાસભ્યને રીપીટ કરાશે. આ મામલે કોંગ્રેસ સ્ક્રિનિંગ કમીટી અને પ્રદેશ ઇલેક્શન કમિટી બેઠકમાં એક મત સધાયો હતો. પાર્ટી સાથે વફાદાર રહેલા અને કોંગ્રેસ ન છોડનાર ધારાસભ્યોની ટિકિટ કપાશે નહીં. આ સાથે જ તેઓ ઉમેદવારી માટે બાયોડેટા પણ આપવા નહીં પડે. નોંધનીય છે કે, અગાઉ પણ સુખરામ રાઠવા નિવેદન આપી ચૂક્યા છે કે, વર્તમાન ધારાસભ્યોને કોઇ ડિસ્ટર્બ કરવામાં આવશે નહીં.

કોંગ્રેસ સ્ક્રિનિંગ કમિટીના ચેરમેન રમેશ ચેન્નીથલાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોંગ્રેસ સારી સ્થિતિમાં છે. કોંગ્રેસ વિધાનસભા ચૂંટણીમાં નવા ચહેરાઓ, નવયુવાન અને મહિલાઓને ટિકિટમાં પ્રાધાન્ય અપાશે. કોંગ્રેસના ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ શ્રેષ્ઠ હશે. ગુજરાત કોંગ્રેસમાં યુનિટી જોવા મળી રહી છે. ઉમેદવારોના બાયોડેટા મેળવી પીઇસી-સ્ક્રીનિંગ કમિટીમાં નિર્ણય લેવાશે. રાહુલ ગાંધીની મિટિંગ બાદ કોંગ્રેસમાં જોશ વધ્યો છે. વધુમાં રમેશ ચેન્નીથલાએ પક્ષ છોડનાર લોકો પર કટાક્ષ કરતા કહ્યુ કે, સ્વાર્થ માટે લોકો પક્ષ છોડીને જતા હોય છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Congress Gujarat, Gujarat Assembly Elections 2022

विज्ञापन
विज्ञापन