Home /News /ahmedabad /Gujarat Assembly Election 2022: કિસાન કોંગ્રેસના 8 હોદ્દેદારોની ટિકિટની માગ; 55 બેઠકોની માગ સાથે કરણીસેનાની રેલી

Gujarat Assembly Election 2022: કિસાન કોંગ્રેસના 8 હોદ્દેદારોની ટિકિટની માગ; 55 બેઠકોની માગ સાથે કરણીસેનાની રેલી

55 બેઠકોની માગ સાથે કરણીસેનાની રેલી

Gujarat Assembly Election 2022: હવે કોંગ્રેસ કિસાન સેલ પણ ટિકિટની માગણી કરી રહ્યું છે. વિવિધ બેઠકો પરથી આઠ જેટલા હોદ્દેદારો દ્વારા ટિકિટ અંગે દાવેદારી કરવામાં આવી છે.

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાં જ રાજકીય હલચલ વધી રહી છે. હવે ટિકિટને લઇને માગણીઓ શરૂ થઇ છે. કોંગ્રેસના ખેડૂત સેલના લોકોએ પણ ટિકિટ માંગી હોવાનું સામે આવી રહ્યું છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા વિધાનસભાની ચૂંટણીને લઇને 15 સપ્ટેમ્બર પહેલા ઉમેદવારોને જાહેર કરવાની વાત હતી, પરંતુ ઉમેદવારો જાહેર નથી થયા. બીજી તરફ, તમામ ધારાસભ્યને રિપીટ કરવાની વાતને લઇને પણ ખુલાસો થયો નથી. જ્યારે ગુજરાત કિસાન કોંગ્રેસના 8 હોદ્દેદારોએ ટિકિટની માગ કરી છે.

કાલાવડ બેઠક પર ગિરધર વાઘેલાએ દાવેદાકરી કરી છે. ગિરધર વાઘેલા કિસાન કોંગ્રેસના પ્રદેશ ઉપપ્રમુખ છે. જ્યારે દ્વારકા બેઠક પર પાલ આંબલિયાએ ટિકિટ માગી છે. પાલ આંબલિયા ગુજરાત કિસાન કોંગ્રેસના પ્રમુખ છે. કેશોદ બેઠક પર મનીષ નંદાણિયાએ દાવેદારી નોંધાવી છે. સાણંદ બેઠક પર મહાદેવ વાઘેલાએ ટિકિટ માગી છે. જસદણ વીંછિયા બેઠક પર વિનુભાઇ ધડુકની દાવેદારી સામે આવી રહી છે. પાલનપુર બેઠક પર ભરત કરેણે ટિકિટ માગી છે. જેતપુર બેઠક પર ચેતનભાઇ ગઢિયાએ ટિકિક માગી છે. આમ કિસાન કોંગ્રેસના 8 હોદ્દેદારોએ ટિકિટની માગ કરી છે.


આ પણ વાંચો: અમદાવાદમાં નવરાત્રી વાઇબ્રન્ટ મહોત્સવની તડામાર તૈયારીઓ

કોંગ્રેસ પાર્ટીની જાહેરાત બાદ 182 બેઠક સામે લગભગ 700 જેટલા બાયોડેટા કોંગ્રેસ કાર્યાલય ખાતે આવ્યા હતા. જેમાંથી હવે કિસાન સેલ પણ ટિકિટની માગણી કરી રહ્યું છે. વિવિધ બેઠકો પરથી આઠ જેટલા હોદ્દેદારો દ્વારા ટિકિટ અંગે દાવેદારી કરવામાં આવી છે. બીજી બાજુ, લગભગ 15 સપ્ટેમ્બર સુધી ઉમેદવારોની જાહેરાત થવાની વાત સામે આવી હતી, પરંતુ હજુ સુધી ઉમેદવારોના નામ જાહેર થયા નથી. ઉપરાંત કિસાન સેલની માગ બાદ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા વધુ ગૂંચાય તેવું લાગી રહ્યું છે.

બીજી બાજુ, વિવિધ સમાજ દ્વારા પણ ટિકિટ અંગે માગણી કરવામાં આવી રહી છે. સાબરકાંઠાથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે, કરણીસેનાએ ટિકિટોની માંગ સાથે બાઇક રેલી યોજી હતી. 55 બેઠકો ક્ષત્રિયોને આપવાની માગ છે. સાથે જ કહેવામાં આવ્યું છે કે, જે પાર્ટી અમને આટલી ટિકિટ આપશે તેના સમર્થનમાં અમે જઇશું. જ્યાં ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ છે ત્યાં પ્રતિનિધિત્વ આપવામાં આવે. સાથે જ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે, જો કોઇ પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં નહીં આવે તો અપક્ષ ઉમેદવાર અથવા કરણીસેનાના બેનર સાથે ઉમેદવાર ઉભા રાખીને પણ ચૂંટણી લડશે.
First published:

Tags: Congress Guarat, Gujarat Assembly Election 2022, Karni sena

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો