Home /News /ahmedabad /ગેહલોતના ભાજપ પર પ્રહાર: 27 વર્ષના શાસનમાં માત્ર મોટી-મોટી વાતો કરી

ગેહલોતના ભાજપ પર પ્રહાર: 27 વર્ષના શાસનમાં માત્ર મોટી-મોટી વાતો કરી

વિધાનસભા ચૂંટણી પર ગેહલોતનું નિવેદન, અનેક મુદ્દે ભાજપ પર કર્યા પ્રહારવિધાનસભા ચૂંટણી પર ગેહલોતનું નિવેદન, અનેક મુદ્દે ભાજપ પર કર્યા પ્રહાર

Gujarat assembly election 2022: વિધાનસભા ચૂંટણી મુદ્દે અશોક ગેહલોતે રણનીતિને લઈ નિવેદન આપતા કોંગ્રેસની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સાથે જ અનેક મુદ્દે ભાજપ પર કર્યા પ્રહાર

  અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈ રાજસ્થાનના મુખ્યમંત્રી હાલ ગુજરાત પ્રવાસે છે, ત્યારે વિધાનસભા ચૂંટણી પર ગેહલોતનું નિવેદન સામે આવ્યું છે. વિધાનસભા ચૂંટણી મુદ્દે અશોક ગેહલોતે રણનીતિને લઈ નિવેદન આપતા કોંગ્રેસની જીતનો વિશ્વાસ કર્યો હતો. તેમણે અનેક મુદ્દાઓ પર પણ કોંગ્રેસનું સ્ટેન્ડ ક્લિયર કરતા જવાબ આપ્યો હતો. ભાજપ પર પ્રહાર કરતા 27 વર્ષમાં સરકારે માત્ર મોટી-મોટી વાતો કર્યાનું જણાવ્યું હતું. ઉપરાંત રાહુલ ગાંધીની યાત્રા અને પ્રચાર મુદ્દે પણ નિવેદન આપ્યું હતું.

  "27 વર્ષના શાસનમાં માત્ર મોટી મોટી વાતો કરી"

  રાજસ્થાન મુખ્યમંત્રી અશોક ગેહલોતે જણાવ્યું કે, 27 વર્ષમાં ભાજપની સરકાર ચાલી અને મોટી-મોટી વાતો કરી હતી. જેવી વાતો કરી તેવું કશું દેખાતું નથી. જ્યારે કોંગ્રેસ બોલે છે તે કરે છે. આજે ભષ્ટ્રાચાર દેખાય છે. બીજેપીની જ્યાં સરકાર છે, ત્યાં ભષ્ટાચાર છે. 2017માં ભાજપને 150નો ટાર્ગેટ આપ્યો હતો, 99એ આવીને રહી ગયા હતા. 2022માં કોંગ્રેસે 125નો ટ્રાગેટ આપ્યો છે અને સફળ થશું. રાહુલ ગાંધીની યાત્રા એક મેસેજ આપી રહી છે. આ આઝાદી બાદ મજુબત યાત્રા છે.

  આ પણ વાંચો: કચ્છ: ભાજપના ઉમેદવારે કોંગ્રેસના ઉમેદવાર માટે માગ્યું પોલીસ પ્રોટેક્શન!

  ગેહલોતે મોંઘવારી, બેરોજગારીને મોટી સમસ્યા ગણાવી

  આ ઉપરાંત અશોક ગેહલોતે મોંઘવારી, બેરોજગારીને મોટી સમસ્યા ગણાવી હતી. તેમણે કહ્યુ કે, મેઘવારી અને બેરોજગારીની સમસ્યા સમાપ્ત થવી જોઈએ. રાજસ્થાન મોડલ વિશે ગેહલોતે વાત કરી હતી. તેમણે કહ્યુ કે, અમે જે વાયદાઓ આપ્યા છે તે રાજસ્થાનમાં કરી બતાવ્યું છે. ગુજરાત અઝાદી પહેલાથી સક્ષમ રાજ્ય રહ્યું છે. ગુજરાતનું માન સન્માન પુરા દેશમાં છે. પુરા દેશવાસી રાષ્ટ્ર ભક્ત છે. દેશપ્રેમની ભાવના, ક્યાં સંદર્ભમાં વાત કરી છે તે જોવું જોઈએ.

  પ્રચારનો ધમધમાટ શરૂ

  નોંધનીય છે કે, ગુજરાતમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે અને સભાઓ સંબોધી રહ્યા છે, ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ પ્રચારમાં લાગી ગયા છે. આ સાથે જ આપ દ્વારા પણ પ્રચાર કરવામાં આવી રહ્યું છે. આવામાં અરવિંદ કેજરીવાલ 3 દિવસ ગુજરાત પ્રવાસે આવશે. તેઓ હાલોલમાં રોડ શો કરશે. તેઓ 21મીએ અમરેલીમાં રોડ શો કરશે. 22મીએ ખંભાળિયામાં સભા સંબોધશે અને સુરતમાં રોડ શો બાદ જાહેર સભા સંબોધશે.
  Published by:Azhar Patangwala
  First published:

  Tags: Ashok Gehlot, Bjp gujarat, Congress Gujarat, Gujarat Assembly Election 2022

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन