Home /News /ahmedabad /Gujarat Assembly Election 2022: ગુજરાતમાં પણ 8મીએ જ ચૂંટણીનું પરિણામ જાહેર થશે તેવી અટકળો

Gujarat Assembly Election 2022: ગુજરાતમાં પણ 8મીએ જ ચૂંટણીનું પરિણામ જાહેર થશે તેવી અટકળો

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની તારીખ વિશે અટકળો ચાલુ થઈ ગઈ છે - ફાઇલ તસવીર

Gujarat Assembly Election 2022: ચૂંટણીપંચે હિમાચલ પ્રદેશમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તારીખની જાહેરાત કરી છે. ત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને પણ વિવિધ અટકળો ચાલુ થઈ ગઈ છે. વાંચો સમગ્ર માહિતી...

    અમદાવાદઃ ચૂંટણીપંચે આજે હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. ત્યારે ગુજરાતમાં પણ વિધાનસભા ચૂંટણીની અટકળો શરૂ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થવાનું છે. ત્યાં 12મી નવેમ્બરના દિવસે મતદાન યોજાવવાનું છે. જ્યારે 24 દિવસ પછી પરિણામ જાહેર થવાનું છે. તો આ 24 દિવસ દરમિયાન ચૂંટણી પંચ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું આયોજન કરે તેવી પ્રબળ શક્યતાઓ છે. સામાન્ય રીતે ચૂંટણીમાં મતદાન થાય ત્યારબાદ ત્રણથી ચાર દિવસમાં જ પરિણામ જાહેર કરી દેવામાં આવે છે. તેવામાં હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં મતદાન પછી 24 દિવસે પરિણામ જાહેર થવાનું છે. તેને કારણે ગુજરાતમાં ચૂંટણીની તારીખોને લઈને વિવિધ અટકળો ચાલુ થઈ ગઈ છે.

    વર્ષ 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણી પર નજર કરીએ. તો પહેલા તબક્કાનું મતદાન 9મી ડિસેમ્બરે યોજાયું હતું અને બીજા તબક્કાનું મતદાન 14મી ડિસેમ્બરે યોજાયું હતું. ત્યારબાદ 18મી ડિસેમ્બરે ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરીને આજે હિમાચલની ચૂંટણીની જાહેરાત કરી છે. ત્યારે મહત્ત્વનું છે કે, હાલ ગુજરાતમાં ચારે તરફ તહેવારોનો માહોલ છે. તેને લઈને ચૂંટણી પંચ હાલમાં તારીખ જાહેર નહીં કરે તે વાતમાં શંકાને કોઈ સ્થાન નથી. હાલમાં દિવાળી પછી જ ચૂંટણીની તારીખ જાહેર થાય તેવી પ્રબળ શક્યતાઓ છે. 2017ની ચૂંટણીમાં ભાજપને 99, કોંગ્રેસને 77, અપક્ષને 3, બીટીપીને 2 તો એનસીપીને 1 સીટ મળી હતી.

    આ પણ વાંચોઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈને એક્સક્લૂઝિવ અહેવાલ


    ચૂંટણીની સંભવિત તારીખ



    • પ્રથમ તબક્કાનું મતદાન - 30 નવેમ્બર

    • બીજા તબક્કાનું મતદાન - 4 ડિસેમ્બર

    • પરિણામ - 6 અથવા 7 ડિસેમ્બર


    આ પણ વાંચોઃ ગુજરાતમાં ભાજપની ગૌરવયાત્રાનો પ્રારંભ

    ગુજરાત વિધાનસભા ચૂંટણી મામલે એક્સક્લૂઝિવ અહેવાલ


    બે દિવસ પહેલાં જ News18 Gujaratiએ એક્સક્લૂઝિવ સ્ટોરી સાથે ચૂંટણીની સંભવિત તારીખની જાહેરાત કરી હતી. તે અહેવાલ પ્રમાણે, ગુજરાતમાં દિવાળી પછી જ ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત તેમાં જણાવાયું હતું કે, ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. તેમાંથી પહેલા તબક્કાનું મતદાન 30મી નવેમ્બરના દિવસે યોજાશે. ત્યારબાદ બીજા તબક્કાનું મતદાન 4થી ડિસેમ્બરે યોજાશે અને આ ચૂંટણીનું પરિણામ 6 અથવા 7 ડિસેમ્બરે જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.


    ચૂંટણીનું પરિણામ 8મીએ જ જાહેર થાય તેવી શક્યતા


    આમ, આ અહેવાલ અને ચૂંટણી પંચે જાહેર કરેલી તારીખોમાં ઘણું સામ્ય જોવા મળે છે. ચૂંટણી પંચે હિમાચલની ચૂંટણીનું પરિણામ 8મી ડિસેમ્બરે જાહેર કરવાનું જણાવ્યું છે. ત્યારે સૂત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં પણ તેની આસપાસ ચૂંટણીનું પરિણામ જાહેર થાય તેવી શક્યતા છે. આ ઉપરાંત ડિસેમ્બરના બીજા અઠવાડિયામાં ગુજરાતના મુખ્યમંત્રી શપથ લે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી હતી.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Gujarat Assembly Election 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन