Home /News /ahmedabad /વધુ એક કોંગ્રેસી નેતાએ કર્યા કેસરિયા, દહેગામ પૂર્વ MLA કામિનીબા ભાજપમાં જોડાયા

વધુ એક કોંગ્રેસી નેતાએ કર્યા કેસરિયા, દહેગામ પૂર્વ MLA કામિનીબા ભાજપમાં જોડાયા

દેહગામના પૂર્વ ધારાસભ્ય કામિનીબા ભાજપમાં જોડાયા છે.

Gujarat assembly election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પગલે એક પછી એક કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાઇ રહ્યા છે, દેહગામના પૂર્વ ધારાસભ્ય કામિનીબા ભાજપમાં જોડાયા છે.

  અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પગલે એક પછી એક કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાઇ રહ્યા છે, ત્યારે કોંગ્રેસ માટે વધુ એક આંચકાજનક સમાચાર સામે આવી રહ્યા છે. વધુ એક કોંગ્રેસના નેતાએ કેસરિયા કર્યા છે. દેહગામના પૂર્વ ધારાસભ્ય કામિનીબા ભાજપમાં જોડાયા છે. તેઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા છે. કામિનીબાએ કોંગ્રેસ પર ગંભીર આક્ષેપ કર્યા હતા. ટિકિટની વહેંચણીમાં નાણા માગ્યાના આરોપ હતા, ત્યારે આક્ષેપ બાદ કામિનીબાએ અપક્ષમાંથી ઉમેદવારી કરી હતી.

  ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં ભંગાણ

  બીજી બાજુ, ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે. ચૂંટણી પહેલા ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં ભંગાણ સામે આવ્યું છે. ઉત્તર ગુજરાત કોંગ્રેસના કાર્યકરોએ કેસરિયા કર્યા છે. એ.જે. પટેલે ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો છે. કોંગ્રેસ પ્રદેશ સમિતિ મહામંત્રી જી.એમ.પટેલે કેસરિયા કર્યા છે. કોંગ્રેસના પૂર્વ મંત્રી કાનજી પટેલ ભાજપમાં જોડાયા છે. સાથે જ નટુજી ઠાકોર, પ્રહલાદ પટેલ પણ ભાજપમાં જોડાયા છે. પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ તેમને ખેસ પહેરાવી આવકાર્યા હતા. પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાયા છે.


  આ પણ વાંચો: અમદાવાદમાં મહિને 100 રૂપિયા પગારે કરતાં નોકરી, આજે 662 કરોડના માલિક

  રાધનપુરના 50થી વધુ આગેવાનો ભાજપમાં જોડાયા

  પાટણ રાધનપુરમાં કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે. સ્થાનિક કોંગ્રેસ આગેવાનોએ લવિંગજી ઠાકોરની સભામાં ભાજપમાં કેસરિયા કર્યા છે. જિલ્લા કોંગ્રેસ સહમંત્રી લક્ષ્મણ આહીર સહિત કાર્યકરો ભાજપમાં જોડાયા છે. રાધનપુર બેઠક પરના 50થી વધુ આગેવાનોએ કોંગ્રેસ છોડી ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આ સાથે જ રાધનપુર વિધાનસભા બેઠક પર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.

  દાહોદની લિમખેડા બેઠક પર મોટો અપસેટ

  BTP ઉમેદવાર રહેલા રાજેશ હઠીલા ભાજપમાં જોડાયા છે. તેમની સાથે 500 કાર્યકરો પણ ભાજપમાં જોડાયા છે. રાજેશ હઠીલાએ BTP ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું હતું. જ્યારે સાંસદ જશવંતસિંહ ભાભોરે ખેસ પહેરાવી તેમનું સ્વાગત કર્યું છે. લીમખેડા બેઠક ભાજપનો ગઢ છે. બી.ટી.પીના ઉમેદવાર રાજેશ હઠીલાએ ઉમેદવારી પત્ર ખેંચવાના દિવસે પોતાની ઉમેદવારી પરત ખેંચતા રાજકારણમાં ગરમાવો આવ્યો હતો.
  Published by:Azhar Patangwala
  First published:

  Tags: BJP Congress, Gujarat Assembly Election 2022

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन