Home /News /ahmedabad /ગુજરાતમાં પણ જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીની કોંગ્રેસની માંગ

ગુજરાતમાં પણ જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીની કોંગ્રેસની માંગ

ગુજરાતમાં પણ જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીની કોંગ્રેસની માંગ

Gujarat Assembly election 2022: સમર્પિત આયોગ સમક્ષ ભાજપ, કોંગ્રેસ અને અન્ય રાજકીય પક્ષોએ ઓબીસી અનામત મુદ્દે કરી રજૂઆત

ગાંધીનગર: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ દરેક રાજકીય પક્ષોને ઓબીસી સમાજની વોટબેંક યાદ આવી છે. છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ઓબીસી સમાજને આપવામાં આવેલા અનામત મામલે રાજકારણ ગરમાયું છે. કારણકે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઓબીસી સમાજને 10% જ અનામત બેઠકનો લાભ મળશે, તે પ્રકારની ગાઈડલાઈન પ્રમાણે નિર્ણય થતાં સમગ્ર રાજ્યમાં ઓબીસી સમાજનું રાજકારણ ગરમાયું હતું.

કોંગ્રેસે પણ આ મુદ્દાને કેચ કરી પોતાના હાથમાંથી છૂટતી ઓબીસી વોટબેંકને પરત મેળવવા જુદા-જુદા જિલ્લાઓમાં જિલ્લા કલેકટરો સમક્ષ આવેદનપત્રો અને કાર્યક્રમો પણ યોજ્યા, ત્યારે હવે આજે વિધાનસભા સ્વર્ણિમ સંકુલ એક ખાતે સમર્પિત આયોગ સમક્ષ દરેક રાજકીય પક્ષના ડેલિગેશને ઓબીસી સમાજને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં અનામત મળવી જોઈએ તે અંગે રજૂઆત કરી હતી.

ભારતીય જનતા પાર્ટીએ પણ પોતાના ઓબીસી સમાજના દિગ્ગજ નેતા પૂર્વ મંત્રી શંકર ચૌધરી, પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, રાજ્ય સરકારના મંત્રી જગદીશ પંચાલ, ઓબીસી મોરચાના ભાજપના પ્રદેશ અધ્યક્ષ ઉદય કાંગજ અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા ભરત ડાંગરના ડેલિગેશનને સમર્પિત આયોગ સમક્ષ રજૂઆત કરવા મોકલ્યું હતું.

આ પણ વાંચો: બનાસકાંઠાના આ ગામમાં હેલ્મેટ પહેરવું ફરજિયાત, નહીં તો થશે દંડ

બીજી તરફ, કોંગ્રેસ દ્વારા પણ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર ,પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા ધારાસભ્ય જય ચાવડા, ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય ઋત્વિજ મકવાણા સહિતના નેતાઓ સમર્પિત આયોગ સમક્ષ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા.

સમર્પિત આયોગ સમક્ષ રજૂઆત કરી પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા ભરત ડાંગરે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી તમામ સમાજનું હીતાળવે છે અને તેને લઈ આજે સમર્પિત આયોગ સમક્ષ ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ મંડળે રજૂઆત કરી છે. બીજી તરફ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, સમર્પિત આયોગની અંદર ઓબીસી સમાજને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પણ 27% અનામત મળી રહે તે માટે રજૂઆત કરવામાં આવી છે.

કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ તે માટે સમર્પિત આયોગને અમે રજૂઆત કરી છે. તેમનું માનવું છે કે, ક્ષાતિ  આધારિત વસ્તી ગણતરી પ્રમાણે અનામત મળવી જોઈએ. તો આ સાથે આક્ષેપ પણ કર્યો હતો કે, વર્તમાન સમયમાં જે જ્ઞાતિના આંકડા છે તેની અંદર વિસંગતતા છે અને તેના પરિણામે નુકસાન ભોગવવું પડે છે. અમિત ચાવડાએ ત્યાં સુધી કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતી કરાર આધારિત ભરતીમાં પણ અનામત લાગુ કરવી જોઈએ.
Published by:Azhar Patangwala
First published:

Tags: Gujarat Assembly Election 2022, Gujarat News, OBC

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन