Home /News /ahmedabad /Gujarat Election 2022: ગુજરાત કૉંગ્રેસની મોટી જાહેરાત, સરકાર બનશે તો ખેડૂતોનું દેવું માફ અને 10 કલાક ફ્રી વીજળી
Gujarat Election 2022: ગુજરાત કૉંગ્રેસની મોટી જાહેરાત, સરકાર બનશે તો ખેડૂતોનું દેવું માફ અને 10 કલાક ફ્રી વીજળી
જગદીશ ઠાકોર (ફાઇલ તસવીર)
પ્રદેશ કૉંગ્રેસ કાર્યાલય ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર (Jagdish Thakor) અને દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી (Bharatsinh Solanki)એ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું.
ગાંધીનગર: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022)ને લઈને દરેક રાજકીય પાર્ટીઓએ મતદારોને રિઝવવાની શરૂઆત કરી દીધી છે. નવી દિલ્હીની આમ આદમી પાર્ટી (AAP)એ પણ તાજેતરમાં ગુજરાતની જનતાને વિવિધ ગેંરટી આપી છે. આજે ગુજરાત કૉંગ્રેસ (Gujarat Congress) તરફથી પણ ચૂંટણીલક્ષી જાહેરાત કરવામાં આવી છે. કૉંગ્રેસે જાહેરાત કરી છે કે જો રાજ્યમાં તેમની સરકાર બનશે તો ખેડૂતોના દેવા માફ (Debt waiver) કરાશે. આ ઉપરાંત ખેડૂતોને દિવસે ફ્રી વીજળી (Free electricity) આપવામાં આવશે.
કોંગ્રેસની મોટી જાહેરાત
આજે પ્રદેશ કૉંગ્રેસ કાર્યાલય ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર (Jagdish Thakor) અને દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી (Bharatsinh Solanki)એ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. પત્રકાર પરિષદમાં કૉંગ્રેસે જાહેરાત કરી છે કે, 2022માં કૉંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોના ત્રણ લાખ રૂપિયા સુધીના દેવા માફ કરાશે. આ ઉપરાંત ખેડૂતોને દિવસે 10 કલાક ફ્રી વીજળી આપવામાં આવશે.
કેજરીવાલની ગુજરાતની જનતાને ગેરંટી:
કૉંગ્રેસ પહેલા આમ આદમી પાર્ટી પણ ગુજરાતની જનતાને વિવિધ ગેરંટી આપી ચૂકી છે. જેમ કે...
>> ગુજરાતમાં આમ આદમીની સરકાર બનશે તો 300 યુનિટ ફ્રી વીજળી, 24 કલાક વીજળી તેમજ 31 ડિસેમ્બર 2021 સુધીના ગુજરાતના વીજળીના બિલ માફ કરવાની જાહેરાત >> દરેક યુવકને રોજગારી. જ્યાં સુધી રોજગારી નહિ મળે ત્યાં સુધી દરેક બેરોજગરને 3 હજાર રૂપિયા બેરોજગારી ભથ્થું. >> 10 લાખ સરકારી નોકરી. >> સરકારી નોકરીઓના પેપર ફૂટવાની ઘટના સામે કાયદો.
મહિલાઓને દર મહીને રૂ.1000નું એલાઉન્સ આપવાની જાહેરાત
10મી ઓગસ્ટના રોજ ગુજરાત આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે, આપ પાર્ટી સત્તા પર આવશે તો ગુજરાત રાજ્યની 18 વર્ષથી વધારે ઉંમરની મહિલાઓને દર મહીને રૂ.1,000નું એલાઉન્સ આપવામાં આવશે.
ગુજરાતના અન્ય અપડેટ્સ:
પાંચ દિવસ સામાન્ય વરસાદની આગાહી
હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. જે પ્રમાણે રાજ્યમાં આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદ રહેશે. 15 -16 ઓગસ્ટના એકાદ વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. બંદરો પર એક નંબરનું સિગ્નલ લગાવાયુ છે.
સિઝનમાં પ્રથમ વખત સરદાર સરોવર ડેમના દરવાજા ખોલાયા છે. ડેમના 5 રેડિયલ ગેટ 1 મીટર ખોલવામાં આવ્યા છે. હાલ ડેમમાંથી 1.5 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમની હાલની સપાટી 133.51 મીટર છે. વલસાડમાં મકાન તૂટી પડ્યું
વરસાદી માહોલ વચ્ચે કપરાડા તાલુકાના સીલધા ગામે એક મકાન તૂટી પડ્યું છે. સબનસીબે પરિવારના 8 સભ્યનો આબાદ બચાવ થયો છે. તોફાની પવન અને વરસાદને કારણે મકાન તૂટી ગયું છે. મકાન તૂટી પડતા ઘરવખરી કાટમાળ નીચે દબાઈ છે.