અમદાવાદ: કોંગ્રેસના ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખ સામે ફરિયાદ નોંધાઇ છે. મદદનીશ ચૂંટણી અધિકારીએ ફરિયાદ નોંધાવી છે. જેના પગલે ગ્યાસુદ્દીન શેખ અને ચિરાગ પ્રિન્ટર્સના મુદ્રક સામે તપાસ હાથ ધરાશે. તેમના વિસ્તારમાં વહેંચવામાં આવેલી પત્રિકામાં નિયમ ન જળવાયા હોવાની વાત સામે આવી રહી છે. પત્રિકામાં મુદ્રકનું નામ, સરનામું, સંખ્યા નિયમ મુજબ નહીં હોવાનું જાણવા મળી રહ્યું છે. મતદાન ઓછું થાય તેવા ઈરાદા સાથે સમય 8થી 6 બતાવ્યો હોવાની પણ વાત છે. જે સંદર્ભે ગ્યાસુદ્દીને હકીકતલક્ષી જવાબ રજૂ કર્યો હતો. આ મામલે કાર્યકરોને નિયમની જાણકારી વિના શરતચુકમથી છપાઈ હોવાનો જવાબ રજૂ કરવામાં આવ્યો હતો.
ગ્યાસુદ્દીન શેખ સામે ફરિયાદ નોંધાતા રાજકીય ચર્ચા
કોંગ્રેસના દરિયાપુર બેઠકના ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખ સામે ફરિયાદ નોંધાતા રાજકીય ચર્ચા જાગી છે. મદદનીશ ચૂંટણી અધિકારીએ ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર મામલાની વાત કરીએ તો, તેમના મતવિસ્તારમાં વહેંચાયેલી પત્રિકામાં મુદ્રકનું નામ, સરનામું અને સંખ્યા નિયમ મુજબ દર્શાવવામાં આવી નહોતી. સાથે જ સમય થી 6નો દર્શાવ્યો હતો. આ મામલે ફરિયાદ નોંધાતા ગ્યાસુદ્દીને જવાબ રજૂ કર્યો હતો. તેમણે કાર્યકરો દ્વારા નિયમની જાણકારી વિના શરતચુકથી છપાવી હોવાનો હકીકતલક્ષી જવાબ રજૂ કર્યો હતો. જ્યારે આ સમગ્ર મામલે માધવપુરા પોલીસે ગ્યાસુદ્દીન શેખ, ચિરાગ પ્રિન્ટર્સના મુદ્રક પ્રકાશક સામે તપાસ શરૂ કરી છે.
ભાજપની નજર દરિયાપુરની બેઠક પર છે. આ વિધાનસભા બેઠક અત્યારે કોંગ્રેસ પાસે છે. દરિયાપુર વિધાનસભા મત વિસ્તાર અમદાવાદ પશ્ચિમ લોકસભા મત વિસ્તાર હેઠળ આવે છે. દરિયાપુર વિધાનસભા બેઠકમાં કુલ 1.69 લાખથી વધુ મતદારો હોવાનું કહેવાય છે. જેમાં સૌથી વધુ મતદારો મુસ્લિમ છે. ત્યાર બાદ દલિત, ઠાકોર, લેઉઆ પટેલ, કડવા પટેલ, જૈન, બ્રાહ્મણ અને ક્ષત્રિયનો ક્રમ આવે છે. 2017માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં દરિયાપુર વિધાનસભા ક્ષેત્રના મતદારોની કુલ ટકાવારી 50.00 નોંધાઈ હતી અને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના ઉમેદવાર શેખ ગિયાસુદ્દીન હબિબુદ્દીનએ ભારતીય જનતા પાર્ટીના ભરત બારોટને હરાવ્યા હતા.