Home /News /ahmedabad /શું કોંગ્રેસનો સમય બદલાશે? કાર્યાલયની બહાર લગાવેલી ઘડિયાળ ફળશે?
શું કોંગ્રેસનો સમય બદલાશે? કાર્યાલયની બહાર લગાવેલી ઘડિયાળ ફળશે?
કોંગ્રેસ કાર્યલાય પર કોંગ્રેસ પક્ષ દ્વારા પરિવર્તન ઘડિયાળ લગાવામાં આવી છે.
Gujarat assembly election 2022: કોંગ્રેસ કાર્યલાય પર કોંગ્રેસ પક્ષ દ્વારા પરિવર્તન ઘડિયાળ લગાવામાં આવી છે. આ ઘડિયાળ કોંગ્રેસનો સમય બદલશે કે પછી કોંગ્રેસનો એ જ સમય રહેશે?
અમદાવાદ: કોંગ્રેસ કાર્યલાય પર કોંગ્રેસ પક્ષ દ્વારા પરિવર્તન ઘડિયાળ લગાવામાં આવી છે. આ ઘડિયાળ કોંગ્રેસનો સમય બદલશે કે પછી કોંગ્રેસનો એ જ સમય રહેશે? ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ કોંગ્રેસ પક્ષ દ્વારા રાજસ્થાન પેટર્ન પર કોંગ્રેસ ઓફિસ પર એક સમય અને સત્તા પરિવર્તન ઘડીઓ ગણાઇ રહી હોવાના દાવા સાથે ઘડિયાળ મુકાઇ હતી. દિવસ અને સમયની ઉલ્ટી ગણતરીઓ મૂકવામાં આવી હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બર દ્વારા આ ઘડિયાળનું ઉદ્ઘાટન કરાયું હતું. પ્રદેશ પ્રભારી ડો. રઘુ શર્માએ દાવાઓ કર્યો હતો કે, ભાજપ પાસે ગુજરાતમાં માત્ર આઠ ડિસેમ્બરના બપોરના 12 વાગ્યા સુધી સત્તા રહેશે. સમય બદલાઇ રહ્યો છે. સત્તા પરિવર્તન થશે અને ભાજપના શાસનનો સમય પૂર્ણ થશે. આ ઘડિયાળ સમય બંધ થશે તે જ સમયે ભાજપ શાસન ગુજરાતમાં હશે નહીં. હવે કાલે આવનારા પરિણામો બતાવશે કે કોંગ્રેસ શાસનમાં આવશે કે નહીં?
રાજસ્થાનની પેટર્ન અનુસરી લગાવી છે ઘડિયાળ
નોંધનીય છે કે, 2018માં રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસ વિપક્ષમાં હતી. જેમાં વિધાનસભાની ચૂંટણીના 175 દિવસ પહેલા આ પ્રકારની ઘડિયાળ લગાવવામાં આવી હતી. ત્યાર બાદ કોંગ્રસની સત્તા આવી હતી. આ અંગે કોંગી નેતાના જણાવ્યા અનુસાર, ગુજરાત ચૂંટણીમાં પણ પ્રચાર દરમિયાન લોકોની જે ભાવના હતી તેને પ્રતિબિંબ કરવા માટે આ ઘડિયાળ મુકવામાં આવી છે. આ ઘડિયાળમાં એક-એક સેકેન્ડનો હિસાબ છે. જે દિવસે ચૂંટણીનું પરિણામ આવશે. તે દિવસે 12 વાગ્યે ઘડિયાળ બંધ થશે અને ભાજપની સરકાર સત્તાવિહીન બનશે.
2022માં ગુજરાતમાં કોની સરકાર આવશે તે હવે ગણતરીની કલાકમાં જ ખ્યાલ આવી જશે. પ્રથમ અને બીજા તબક્કાના મતદાન બાદ એક્ઝીટ પોલમાં ભાજપ વિજય તરફ લાગી રહ્યું છે. ફરી એકવાર ગુજરાતમાં ભાજપ શાસનમાં આવી રહ્યું હોવાનો એક્ઝીટ પોલ કહી રહ્યા છે. પરંતુ મતદારોએ આપેલા મત કોની તરફ વળે છે, તે જોવાનું રહેશે. શું ગુજરાતમાં થયેલું ઓછું મતદાન પરિવર્તન ઇચ્છી રહ્યું છે કે પછી પુન: વર્તન? તે આવતીકાલનો સમય જ બતાવશે. બન્ને રાજકીય પક્ષો જીતનો દાવો કરી રહ્યા છે, પરંતુ ઇવીએમમાં તમામ ઉમેદવારોના ભાવી સીલ થયા છે. આવતી કાલે સવારે આઠ કલાકે ઇવીએમમાંથી કોના નસીબ ખુલે છે તે જોવાનું રહેશે.