Home /News /ahmedabad /ભાજપે કેમ્પેઈન લોન્ચ કર્યું; પાર્ટી કોઈના સગાને ટિકિટ નહીં આપે : પાટીલ

ભાજપે કેમ્પેઈન લોન્ચ કર્યું; પાર્ટી કોઈના સગાને ટિકિટ નહીં આપે : પાટીલ

ભાજપ દ્વારા 'અગ્રેસર ગુજરાત કેમ્પેઈન'નું લોન્ચિંગ કરવામાં આવ્યું છે.

Gujarat assembly election 2022: ભાજપ 5થી 15 તારીખ સુધી લોકો પાસેથી સૂચનો લઈને 15 તારીખ પછી સંકલ્પ પત્ર જાહેર કરશે; જયનારાયણ વ્યાસના રાજીનામા પર પાટીલની પ્રતિક્રિયા

    અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને પ્રદેશ ભાજપે કેમ્પેઈન લોન્ચ કર્યું છે. ભાજપ દ્વારા 'અગ્રેસર ગુજરાત કેમ્પેઈન'નું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું છે. જ્યારે ભાજપ કેમ્પેઈન મારફતે જનતાનો અભિપ્રાય લેશે. સોશિયલ મીડિયા, સૂચન પેટી મારફતે અભિપ્રાય લેવામાં આવશે.

    ભાજપ કોઈના સગાને ટિકિટ નહીં આપે : પાટીલ

    સી.આર પાટીલે જણાવ્યું કે, ભાજપ 5થી 15 તારીખ સુધી લોકો પાસેથી સૂચનો લઈને 15 તારીખ પછી સંકલ્પ પત્ર જાહેર કરીશું. ભાજપે જે વચનો આપ્યા તેમાંથી 78 ટકા પૂર્ણ થયા છે. સૂચન બોક્ષ પ્રત્યેક ગામમાં મુકાશે, જેના આધારે સૂચન મળશે તે મેનિફેસ્ટો તૈયાર કરીશું. સાથે જ ટિકિટ અંગે સીઆર પાટીલનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ભાજપ કોઈના સગાને ટિકિટ નહીં આપે. ભરત ડાભીએ એમના ભાઈ માટે ટિકિટ માગી હતી. મનસુખ વસાવાએ પુત્રી માટે ટિકિટ માગી હતી. ભાજપની ટિકિટ વહેચણીમાં પરિવારવાદને સંપૂર્ણ ના છે.


    આ પણ વાંચો: વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો, હિમાંશુ વ્યાસે રાજીનામું આપ્યું

    જયનારાયણ વ્યાસના રાજીનામા પર પાટીલની પ્રતિક્રિયા

    જયનારાયણ વ્યાસના રાજીનામા પર રાજકારણ ગરમાયું છે. આ મામલે પાટીલે કહ્યુ કે, બે વાર હારવા છતાં પાર્ટીએ ટિકિટ આપી હતી. 75 વર્ષની ઉંમરને લીધે એમને હશે કે ટિકિટ નહીં મળે. એમણે પાર્ટીનો આભાર માની રાજીનામું આપ્યું છે. અમે એમના કામથી અને એ પાર્ટીથી સંતુષ્ટ હતા. એમણે પોતે અપમાનિત થવાની વાત નથી કરી.

    કોંગ્રેસની પ્રતિક્રિયા

    બીજી બાજુ, જયનારાયણ વ્યાસના રાજીનામા અંગે જગદીશ ઠાકોરે ભાજપ પર પ્રહાર કર્યા છે. જયનારાયણભાઈ ભાજપથી નારાજ હોય તે વ્યાજબી છે. ગહેલોત, રઘુ શર્મા, સોનિયા ગાંધીને જયનારાયણ મળ્યા છે. અમારું કોંગ્રેસનું નેતૃત્વ નક્કી કરી રહ્યું છે. કેન્દ્રીય નેતૃત્વ જયનારાયણભાઈ અંગે વિચાર કરે છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: BJP Guajrat, Gujarat Assembly Election 2022

    विज्ञापन
    विज्ञापन