Home /News /ahmedabad /અમિત શાહના હસ્તે ગૌરવ યાત્રાનો પ્રારંભ, કહ્યુ- કોંગ્રેસને ફરી મોકો ન મળે તેનું ધ્યાન રાખજો

અમિત શાહના હસ્તે ગૌરવ યાત્રાનો પ્રારંભ, કહ્યુ- કોંગ્રેસને ફરી મોકો ન મળે તેનું ધ્યાન રાખજો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત ભાજપની ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે.

Gujarat Assembly Election 2022: '2022ની ચૂંટણીમાં પણ જનતા અમારી પર ભરોસો રાખે. 1990 થી ગુજરાતની જનતા એકધાદરી ભાજપ સાથે છે. કોંગ્રેસને ફરી મોકો ન મળે તેનું ધ્યાન રાખજો.'

  ધંધૂકા: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજકીય પક્ષો દ્વારા કમર કસવામાં આવી રહી છે, ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત ભાજપની ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. અમિત શાહ ઝાંઝરકાથી ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે અને અહીં તેઓ વિશાળ જનસભાને પણ સંબોધિત કરી હતી. અહીં સંબોધન દરમિયાન અમિત શાહે કહ્યુ કે, આ ગૌરવ યાત્રાનો શ્રેય ગુજરાતની જનતાને જાય છે. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યુ કે, કોંગ્રેસે ગુજરાતને રમખાણો આપ્યા હતા. કોંગ્રેસને ફરી મોકો ન મળે તેનું ધ્યાન રાખજો. 20 વર્ષ ગુજરાતે ભાજપ પર વિશ્વાસ મૂકયો તેનું ગૌરવ છે. 20 વર્ષથી ગુજરાતમાં કર્ફ્યૂનું નામોનિશાન નથી.

  2022ની ચૂંટણીમાં પણ જનતા અમારી પર ભરોસો રાખે. 1990 થી ગુજરાતની જનતા એકધાદરી ભાજપ સાથે છે. કોંગ્રેસને ફરી મોકો ન મળે તેનું ધ્યાન રાખજો. અમિત શાહે ઝાંઝરકામાં સભા સંબોધતા કહ્યુ કે, યાત્રાઓ ભાજપના કામનો હિસાબ આપશે. મતદારોએ હંમેશા ભાજપ પર ભરોસો મૂક્યાની વાત કરી હતી. સાથે જ કહ્યુ કે, ફરી એકવાર ભરોસાની સરકાર બનશે.

  આ પણ વાંચો: રાજ્યમાં ફરી એક મોટા વાવાઝોડાની શક્યતા

  ગુજરાત ચૂંટણી પહેલા પ્રદેશ ભાજપની ગૌરવ યાત્રાનો પ્રારંભ થયો છે. કુલ પાંચ ગૌરવ યાત્રા પૈકી અમિત શાહ આજે ત્રણ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. જેમાં અમદાવાદના ધંઘુકાના ઝાંઝરકાથી સોમનાથ સુધીની ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. અમિત શાહની સાથે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા છે. 20 ઓક્ટોબરે સોમનાથ પહોંચનારી આ યાત્રા વિવિધ જિલ્લામાં ફરશે. આ યાત્રામાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, અર્જુન રામ મેઘવાલ, ગજેન્દ્રસિંહ શેખાવત, ગીરીરાજ સિંહ, પરસોત્તમ રૂપાલા, અને નરેન્દ્રસિંહ તોમર નેતૃત્વ પૂરું પાડશે. બાદમાં અમિત શાહના હસ્તે નવસારી જિલ્લામાંથી બે યાત્રાનો પ્રારંભ થશે. જિલ્લાના ઉનાઈથી ફાગવેલ અને ઉનાઈથી અંબાજી સુધીની બે ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાશે. 21 ઓક્ટોબર સુધી યોજાનારી આ યાત્રા વિવિધ જિલ્લાઓમાં ફરશે. આ યાત્રામાં કેન્દ્રિય મંત્રી અર્જુન મુંડા, દર્શના જરદોસ, જયોતિરાદિત્ય સિંધિયા, વી.કે.સિઘ, રાજકુમાર રંજન, દેવુંસિંહ, સ્મૃતિ ઈરાની સહિતના મંત્રીઓ નેતૃત્વ પૂરું પાડશે.

  બીજી બાજુ, મહેસાણાના બહુચરાજીથી નીકળેલી ભાજપની ગૌરવ યાત્રા કડી પહોંચી છે. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન ગૌરવ યાત્રામાં જોડાયા છે. જ્યાં પત્રકાર પરિષદ યોજી ભાજપ સરકારના કામોની માહિતી અપાઈ છે. સાથે જ આમ આદમી પાર્ટીને બહુરૂપી પાર્ટી ગણાવી હતી. ભાજપની ગૌરવ યાત્રાનો આજે બીજો દિવસ છે. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન કડી પહોચ્યાં છે. કડી નગપાલિકા ખાતે ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા પીસી યોજવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, ગુજરાતની પ્રજાનો આભાર વ્યક્ત કરું છું. ગુજરાતની પ્રજા એ બીજેપી પર ભરોસો મુક્યો છે. ગુજરાતની પ્રજાએ નિરંતર ભરોસો દાખવ્યો છે અને પીએમ નરેન્દ્ર મોદી પર ભરોસો મૂક્યો છે. આપ પાર્ટી વિશે ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, આમ આદમી પાર્ટી બહુરૂપી પાર્ટી છે. આ જુઠ્ઠા લોકોની પાર્ટી છે. આપ ગુજરાતમાં ચાંદ પણ લાવવાની વાતો આવનારા સમયમાં કરશે. જે લોકોને કામ કરવું નથી એ લોકો ખોટા વાયદા આપી રહ્યા છે. ગુજરાત મોડેલ કોરોનામાં પણ સૌથી વધુ ડોઝ આપી અગ્રેસર રહ્યું છે.
  Published by:Azhar Patangwala
  First published:

  Tags: Amit shah, BJP Guajrat, Gujarat Assembly Election 2022

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन