Home /News /ahmedabad /Gujarat BJP Candidate List 2022: પ્રથમ યાદીમાં બીજેપીએ દબંગ નેતા મઘુ શ્રીવાસ્તવ સહિત 38 સિટિંગ ધારાસભ્યની ટિકિટ કાપી

Gujarat BJP Candidate List 2022: પ્રથમ યાદીમાં બીજેપીએ દબંગ નેતા મઘુ શ્રીવાસ્તવ સહિત 38 સિટિંગ ધારાસભ્યની ટિકિટ કાપી

ભાજપની પ્રથમ યાદીમાં કોણ કપાયા અને કોણ રિપીટ?

Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ ભાજપ દ્વારા તેમના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. જાણો ભાજપની પ્રથમ યાદીમાં ક્યાં નેતાઓની ટિકિટ કપાઈ છે અને કોને રિપીટ કરવામાં આવ્યા છે.

  અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ તમામ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી રહી છે. જેને લઈને ભાજપે પણ ઉમેદવારોનો નામની પ્રથમ યાદી જાહેર કરી છે. આપને જણાવી દઈએ કે, આ યાદીમાં કેટલા નેતાઓના પત્તા કપાયા છે અને કેટલા નેતાઓને રિપીટ કરવામાં આવ્યા છે. બીજેપીએ પ્રથમ તબક્કામાં 160 બેઠક પર ઉમેદવાર જાહેર કર્યાં છે. પ્રથમ યાદીમાં બીજેપીએ 38 સિટિંગ ધારાસભ્યોની ટિકિટ કાપી છે. જોકે, બીજેપી તરફથી જણાવવામાં આવ્યું છે કે જે લોકોને ટિકિટ નથી આપવામાં આવી તેમણે પોતાની મરજીથી ચૂંટણી ન લડવાનું જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ આમ આદમી પાર્ટી દ્વારા પણ મોટાભાગના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ, કોંગ્રેસ દ્વારા પણ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે.

  બીજી તરફ 38 સિટિંગ ધારાસભ્યોને ટિકિટ ન આપવા પર ભારતીય જનતા પાર્ટીનું કહેવું છે કે જેમને ટિકિટ નથી મળી તે લોકોએ સ્વૈચ્છિક રીતે ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે. આ લોકોમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા, આર.સી.ફળદુ વગેરે નામ સામેલ છે.

  કોનું પત્તું કપાયું?


  નંબરબેઠકકોની ટિકિટ કપાઈકોને ટિકિટ મળી
  3ભુજનીમાબેન આચાર્યકેશવલાલ શિવદાસભાઈ પટેલ
  4અંજારવાસણભાઈ આહિરત્રિકમભાઈ બિજલભાઈ છાંગા
  8થરાદપરબતભાઈ પટેલશંકરભાઈ ચૌધરી
  13ડીસાશશિકાંતભાઈ પંડ્યાપ્રવીણભાઈ ગોરધનજી માળી
  25મહેસાણાનીતિનભાઈ પટેલમુકેશભાઈ દ્વારકાપ્રસાદ પટેલ
  28ઈડરહિતેશભાઈ કનોડિયારમણભાઈ ઇશ્વરલાલ વોરા
  42વેજલપુરકિશોરભાઈ ચૌહાણઅમિતભાઈ ધીરજલાલ ઠાકર
  44એલિસબ્રિજરાકેશ શાહઅમિતભાઈ પોપટભાઈ શાહ
  45નારાણપુરાકૌશિકભાઈ પટેલજિતેન્દ્ર પોપટભાઈ શાહ
  47નરોડાબલરામ થાવાણીપાયલબેન મનોજકુમાર કુકરાણી
  48ઠક્કરબાપા નગરવલ્લભભાઈ કાકડિયાકંચનબેન વિનુભાઈ રાદડિયા
  53મણિનગરસુરેશભાઈ પટેલઅમૂલભાઈ ભટ્ટ
  55સાબરમતીઅરવિંદભાઈ પટેલહર્ષદભાઈ રણછોડભાઈ પટેલ
  56અસારવાપ્રદીપભાઈ પરમારદર્શનાબેન વાઘેલા
  58ધોળકાભુપેન્દ્રસિંહ ચુડાસમાકિરિટસિંહ સરદારસિંહ ડાભી
  62વઢવાણધનજીભાઈ પટેલજિગ્નાબેન સંજયભાઈ પંડ્યા
  64ધ્રાંગધ્રાપરસોત્તમ સાબરિયાપ્રકાશ વરોરા
  68રાજકોટ પૂર્વઅરવિંદભાઈ રૈયાણીઉદયભાઈ પ્રભાતભાઈ કાનગડ
  69રાજકોટ પશ્વિમવિજય રૂપાણીદર્શિતા પારસ શાહ
  70રાજકોટ દક્ષિણગોવિંદભાઈ પટેલરમેશભાઈ વિરજીભાઈ ટિલાળા
  78જામનગર (ઉત્તર)ધમેન્દ્રસિંહ મેરુભા જાડેજા(હકુભા)રિવાબા રવિન્દ્રસિંહ  જાડેજા
  79જામનગર દક્ષિણઆર.સી.ફળદુદિવ્યેશ રણછોડભાઈ અકબરી
  99મહુવારાઘવજીભાઈ મકવાણા(આર.સી)શિવાભાઈ જેરામભાઈ ગોહિલ
  107બોટાદસૌરભભાઈ પટેલઘનશ્વામભાઈ પ્રાગજીભાઈ વિરાણી
  115માતરકેસરીસિંહ સોલંકીકલ્પેશભાઈ આશાભાઈ પરમાર
  126ગોધરાસી.કે. રાઉલજીચંદ્રસિંહ કનકસિંહ રાઉલજી
  127કાલોલસુમનબેન પ્રવીણસિંહ ચૌહાણફતેસિંહ ચૌહાણ
  143અકોટાસીમાબેન મોહિલેચૈતન્ય મકરંદભાઈ દેસાઈ
  144રાવપુરારાજેન્દ્રભાઈ ત્રિવેદીબાલકૃષ્ણ ખંડેરાવ શુક્લા
  153ભરૂચદુષ્યંતભાઈ પટેલરમેશબાઈ નારણભાઈ મિસ્ત્રી
  158કામરેજબી.ડી.ઝાલાવડિયાપ્રફુલભાઈ પાનસેરિયા
  164ઉધનાવિવેકભાઈ પટેલમનુભાઈ મોહનભાઈ પટેલ
  175નવસારીપિયુષ દેસાઈરાકેશ ગુણવંતભાઈ દેસાઈ
  136વાઘોડિયામધુ શ્રીવાસ્તવઅશ્વિનભાઈ નટવરભાઈ પટેલ

  1 અને 5 ડિસેમ્બરના રોજ મતદાન


  ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાત ચૂંટણી માટે 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. આ સાથે 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે પાંચ નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જ્યારે, પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ભરી શકાશે ફોર્મ. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે. 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.

  ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરેલી યાદી  ગુજરાતમાં કુલ મતદારો કેટલા?


  ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને (gujarat election 2022) લઈને ચૂંટણી પંચે મતદાર સુધારણા કાર્યક્રમ બાદ મતદારોની અંતિમ યાદી જાહેર કરી હતી. પંચ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં, રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. આ સાથે જ, રાજ્યમાં 11,62,528 નવા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો સામે આવ્યા છે. જેમાં, 4 લાખથી વધુ વિકલાંગ મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ છે.

  2017ના ચૂંટણી પરિણામ પર એક નજર


  ગુજરાતમાં 14મી વિધાનસભાની ચૂંટણી 9મી ડિસેમ્બર, 2017 અને 14 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. 18મી ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી હતી. જોકે, 2012ની ચૂંટણીની સરખામણીમાં કૉંગ્રેસનો વોટ શેર અને બેઠકમાં વધારો થયો હતો. ગુજરાતમાં 1985 પછી કોંગ્રેસ પાર્ટીએ સૌથી વધારે બેઠક મેળવી હતી. આ ચૂંટણીમાં બીજેપીને 99 બેઠક મળી હતી. કૉંગ્રેસને 77 બેઠક મળી હતી. એનસીપીને એક બેઠક મળી હતી. બીટીપીને બે બેઠક મળી હતી. અપક્ષના ફાળે ત્રણ બેઠક રહી હતી.
  Published by:Samrat Bauddh
  First published:

  Tags: Gujarat Assembly Election 2022, Gujarat Elections

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन