Home /News /ahmedabad /અમદાવાદના આ ઉમેદવારો પાસે કરોડોની મિલકત, હાર્દિક પટેલ પાસે માત્ર 61 લાખ

અમદાવાદના આ ઉમેદવારો પાસે કરોડોની મિલકત, હાર્દિક પટેલ પાસે માત્ર 61 લાખ

સૌથી ઓછી મિલકત વિરમગામના હાર્દિક પટેલ પાસે 61.48 લાખ રૂપિયા છે.

Gujarat assembly election 2022: અમદાવાદ શહેર-જિલ્લાની 14 બેઠકોમાં ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરનારાઓની મિલકતની વિગતો પણ સામે આવી છે. આમાંથી 12 ઉમેદવારો એવા છે જેમની મિલકત કરોડોમાં છે. જ્યારે બે ઉમેદવારોની મિલકત લાખમાં છે.

    અમદાવાદ: શહેર અને જિલ્લાની વિધાનસભા બેઠકો માટે ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવી રહ્યા છે, ત્યારે શહેર-જિલ્લાની 14 બેઠકોમાં ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરનારાઓની મિલકતની વિગતો પણ સામે આવી છે. આમાંથી 12 ઉમેદવારો એવા છે જેમની મિલકત કરોડોમાં છે. જ્યારે બે ઉમેદવારોની મિલકત લાખમાં છે. સૌથી વધુ મિલકત દસક્રોઇના ભાજપના બાબુ જમના પટેલ પાસે છે. તેમની પાસે 61.47 કરોડની મિલકત છે. જ્યારે સૌથી ઓછી મિલકત વિરમગામના હાર્દિક પટેલ પાસે 61.48 લાખ રૂપિયા છે.

    બાબુ જમના પટેલ પાસે રૂપિયા 61.47 કરોડની મિલકત

    સૌથી વધુ મિલકત ધરાવતા બાબુ જમના પટેલ પાસે રૂપિયા 61.47 કરોડની મિલકત છે. જેમાં 59.58 કરોડના જમીન-મકાન છે. જે બાદ નિકોલના ભાજપના ઉમેદવાર જગદીશ પંચાલ પાસે રૂપિયા 29 કરોડની મિલકત છે. જેમાં 100 તોલા સોનું છે, જ્યારે એક રિવોલ્વર પણ છે. સૌથી ઓછી મિલકત વિરમગામના હાર્દિક પટેલ પાસે રૂપિયા 61.48 લાખ અને અમરાઇવાડીના હસમુખ પટેલ પાસે 86.95 લાખ છે. આ ઉમેદવારોમાંથી 6 ઉમેદવારો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.
    બેઠકપક્ષનામમિલકત દાગીના
    દસક્રોઇનભાજપબાબુ જમનાદાસ પટેલ61.47 કરોડ47 લાખના ઝવેરાત
    નિકોલભાજપજગદીશ પંચાલ29 કરોડ100 તોલા સાનું,2.5 કિલો ચાંદી
    વેજલપુરભાજપઅમિત ઠાકર19.04 કરોડ28 તોલા સોનુ
    દરિયાપુરભાજપકૌશિક જૈન7.73 કરોડ55 તોલા સોનુ, 5.50 કિલો ચાંદી
    મણિનગરભાજપઅમુલ ભટ્ટ6.91 કરોડ1.200 કિલો સોનું, 16.35 કિલો ચાંદી
    જમાલપુરAIMIMસાબિર કાબલીવાલા5.51 કરોડ60 તોલા સોનુ
    એલિસબ્રિજભાજપઅમિત શાહ3.15 કરોડ55 તોલા સોનુ, 2 કિલો ચાંદી
    જમાલપુર-ખાડિયાભાજપભૂષણ ભટ્ટ2.80 કરોડ41 તોલા સોનુ,900 ગ્રામ ચાંદી
    અસારવાભાજપદર્શનાબેન વાઘેલા2.75 કરોડ41 તોલા સોનુ
    દરિયાપુરકોંગ્રેસગ્યાસુદ્દીન શેખ1.74 કરોડ38 તોલા સોનુ
    નરોડાભાજપપાયલ કુકરાણી1.04 કરોડ11 તોલા સોનુ
    અમરાઇવાડીભાજપહસમુખ પટેલ86.95 લાખ44તોલા સોનુ, 500 ગ્રામ ચાંદી
    વિરમગામભાજપહાર્દિક પટેલ61.48 લાખ31તોલા સોનુ,4.30 કિલો ચાંદી
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Ahmedabad news, Gujarat Assembly Election 2022

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन