Home /News /ahmedabad /Gujarat Assembly Election 2022: અસદઉદ્દીન ઓવૈસીએ 3 બેઠક ઉપર ઉમેદવારોના નામની કરી જાહેરાત

Gujarat Assembly Election 2022: અસદઉદ્દીન ઓવૈસીએ 3 બેઠક ઉપર ઉમેદવારોના નામની કરી જાહેરાત

અસદુદ્દીન ઓવૈસીએ જાહેર કર્યા ઉમેદવારના નામ

Gujarat Assembly Election 2022: આજે અસદઉદ્દીન ઓવૈસીએ ૩ બેઠક ઉપર ઉમેદવારોના નામની કરી જાહેરાત છે. AIMIMએ ઉમેદવાર જાહેર કર્યા છે

    અમદાવાદ: આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય હલચલ અને ગુજરાતમાં રાષ્ટ્રીય નેતાઓના પ્રવાસ વધી રહ્યા છે, ત્યારે આજે અસદઉદ્દીન ઓવૈસીએ ૩ બેઠક ઉપર ઉમેદવારોના નામની કરી જાહેરાત છે. AIMIMએ ઉમેદવાર જાહેર કર્યા છે. જમાલપુર ખાડિયા બેઠક ઉપર સાબિર કાબલીવાલા, દાણીલીમડા બેઠક ઉપર કૌશિકાબેન પરમાર અને સુરત પૂર્વ બેઠક ઉપર વસિમ કુરેશીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.

    AIMIMએ 3 બેઠક માટે ઉમેદવાર જાહેર કર્યા છે. જ્યારે અમદાવાદની બે બેઠક પર ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. આ ત્રણ ઉમેદવારોમાં બે પુરુષ અને એક મહિલા ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે. જમાલપુર ખાડિયાથી સાબિર કાબલીવાલાને ટિકિટ, દાણીલીમડા બેઠક પરથી કૌશિકા પરમારને ટિકિટ આપવામાં આવી છે. આ સાથે જ સુરત પૂર્વ બેઠક ઉપર વસિમ કુરેશીને ટિકિટ અપાઇ છે. અસદઉદ્દીન ઓવૈસીએ પોતે આ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જ્યારે સાબિર કાબલીવાલા ઓવૈસીના નિકટતા હોવાનું પણ મનાય છે.


    આ પણ વાંચો: ખગોળીય ઘટનાને લીધે નવરાત્રી પર ફરી શકે છે પાણી, આટલા ઇંચ વરસાદની આગાહી

    મહત્વનું છે, અગાઉથી જ માનવામાં આવતું હતું કે જમાલપુર ખાડિયા બેઠક પરથી સાબિર કાબલીવાલાને ટિકિટ મળી શકે છે. કેમ કે, તેમણે અગાઉ કોંગ્રેસમાંથી આ બેઠક પર ટિકિટ માગી હતી પરંતુ ઇમરાન ખેડાવાલાની પસંદગી કરવામાં આવી હતી. બીજી બાજુ, દાણીલીમડામાંથી એક ચોંકાવનારું નામ સામે આવ્યું છે. આ બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર ચૂંટાઇને આવે છે, ત્યારે તેમને ટક્કર આપવા માટે કૌશિકા પરમારને ટિકિટ આપવામાં આવી છે.

    બીજી બાજુ, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને અસદઉદ્દીન ઓવૈસીના ગુજરાત પ્રવાસ વધી રહ્યા છે. લગભગ દરમહિને તેઓ અહીં આવતાં હોય છે અને બેઠકોનો દોર ચાલતો હોય છે. ત્યારે કહી શકાય કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી તેમના માટે મહત્વની છે. આ ત્રણ ઉમેદવારોના નામ સામે આવ્યા બાદ લાગી રહ્યું છે કે, વોટ બેંકને ધ્યાનમાં રાખીને ઉમેદવારોની પસંદગી કરવામાં આવી રહી છે, પરંતુ જેમ દાણીલીમડા બેઠક પર ચોંકાવનારું નામ સામે આવ્યું છે તેમ આગામી સમયમાં અન્ય બેઠકો પર પણ આવા જ કેટલાક નામો સામે આવી શકે છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: AIMIM, Asaduddin Owaisi, Gujarat Assembly Election 2022, Gujarat News

    विज्ञापन
    विज्ञापन