Home /News /ahmedabad /અમદાવાદ: ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં 35 હજાર લગ્ન, ચૂંટણી માટે સાબિત થઇ શકે છે 'અશુભ'

અમદાવાદ: ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં 35 હજાર લગ્ન, ચૂંટણી માટે સાબિત થઇ શકે છે 'અશુભ'

ડિસેમ્બરના પહેલાં સપ્તાહમાં મુહુર્ત હોવાથી આ વખતે અમદાવાદમાં 35 હજાર લગ્નો યોજાશે.ડિસેમ્બરના પહેલાં સપ્તાહમાં મુહુર્ત હોવાથી આ વખતે અમદાવાદમાં 35 હજાર લગ્નો યોજાશે.

Gujarat assembly election 2022: મતદાન કરવું કે લગ્ન કરવા? નવેમ્બરના અંતિમ સપ્તાહમાં 5 દિવસ તેમજ ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં બે મળીને કુલ 7 દિવસ લગ્ન માટે શ્રેષ્ઠ મુહૂર્ત

    દીપિકા ખુમાણ, અમદાવાદ: ગુજરાતમાં મતદાનના દિવસે જ ખૂબ લગ્નો હોવાને કારણે મતદાન કરવું કે લગ્ન કરવા એ લોકો માટે પ્રશ્ન બન્યો છે. ડિસેમ્બરના પહેલાં સપ્તાહમાં મુહુર્ત હોવાથી આ વખતે અમદાવાદમાં 35 હજાર લગ્નો યોજાશે. બેન્ડ બાજા બારાત સાથે આ વખતે રાજકીય ચૂંટણીના લગ્નના ઢોલની સિઝન પણ ચાલી રહી છે. 2, 4 અને 8 ડિસેમ્બરે શ્રેષ્ઠ મુહુર્ત હોવાથી ચિક્કાર લગ્નો યોજાશે. મતદાનને અસર થઈ શકે તેવું ઈવેન્ટ આયોજકો માની રહ્યા છે.

    ચૂંટણી પંચે ગુજરાતમાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે ચૂંટણી માટે મતદાનની તારીખ જાહેર કરી છે. નવેમ્બર અને ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં શિયાળુ લગ્નોત્સવની ધૂમ છે. નવેમ્બરના અંતિમ સપ્તાહમાં 5 દિવસ તેમજ ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં બે મળીને કુલ 7 દિવસ લગ્ન માટે શ્રેષ્ઠ મુહૂર્ત છે પરંતુ નવેમ્બર અને ડિસેમ્બરના દિવસો હવે મેરેજના ફંકશનના રંગમાં ભંગ પાડનારૂ બની રહેશે.

    લગ્નમાં કોણ-કોણ સામેલ થઈ શકશે? પરિવારો ચિંતીત

    ચૂંટણી પંચ મુજબ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 નવેમ્બર અને પાછા ખેંચવાની તારીખ 17 નવેમ્બર જ્યારે બીજા તબક્કા માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18 નવેમ્બર, જ્યારે પાછા ખેંચવાની છેલ્લી તારીખ 21 નવેમ્બર નક્કી કરવામાં આવી છે. આ સંજોગોમાં જેના પણ લગ્ન શુભ મુહુર્તમાં નિર્ધાયા છે. તેમને ચૂંટણી પહેલાંની તૈયારીઓ નડશે. આવું જ એક પરિવાર અમદાવાદના વેજલપુર વિસ્તારમાં રહે છે. રાવલ પરિવારના એકના એક દીકરા નિલ રાવલના લગ્ન 11 નવેમ્બરનાં રોજ નિધાર્યા છે, જેને લઈને પરિવાર હાલ અસંમજસની સ્થિતિમાં છે કે તેમના પરિવારમાં લગ્નમાં સામેલ કોણ કોણ થઈ શકશે? વરવધુ બંનેના પરિવારમાં મોટાભાગે તમામ સરકારી નોકરી કરી રહ્યા છે, ત્યારે ઈલેકશનના માહોલમાં હજુ સુધી રજા અપ્રુવ્ડ થઈ શકી નથી.

    આ પણ વાંચો: લલિત વસોયાએ ભાજપ પ્રેમ પર કરવી પડી સ્પષ્ટતા

    અમદાવાદનની હેનિલ લગ્ન કરી વોટ આપવા મહેસાણા જશે

    અમદાવાદ વસ્ત્રાલમાં રહેતાં પટેલ પરિવારની પરિસ્થિતિ પણ કંઈક આવી જ છે. પટેલ પરિવારના મોટા દીકરા હેનિલના લગ્ન 4 ડિસેમ્બરનાં રોજ છે. લગ્ન બાદની વિધી બાદ હેનિલ અને તેમનાં પત્ની 5 ડિસેમ્બરે મતદાન બુથ જવાના છે. સંજોગો એવાં છે કે વોટર આઈડીમાં હેનિલના પત્નીનું સરનામું મહેસાણાનું છે એટલે કે અમદાવાદથી હેનિલ અને તેમનો પરિવાર વોટિંગ કરીને મહેસાણા જશે અને ત્યાંથી લગ્ન બાદની કુળદેવી મંદિરમાં મિંઢળ છોડવા માટે જશે.

    10 નવેમ્બરથી 14 ડિસેમ્બર સુધી લગ્નસિઝન રહેશે

    આમ તો દેવદિવાળી, તુલસી વિવાહ બાદ શિયાળુ લગ્નોત્સવ આરંભાતા હોય છે પણ આ વર્ષે તુલસી વિવાહ સંપન્ન થયા બાદ કારતક વદ-8, ગુરૂવાર 17 નવેમ્બર સુધી શુક્રનો અસ્ત હોય લગ્નના મુહૂર્ત નથી. શુક્રના અસ્તમાં કોઇ પણ પ્રકારના શુભ કાર્યો કરવાનો નિષેધ હોય, લગ્નના શુભ મુહૂર્ત મળતા નથી. બાદમાં 10 નવેમ્બરથી 14 ડિસેમ્બર સુધી લગ્નસિઝન રહેશે, જે દરમિયાન અનેક લગ્ન હોવાથી પરિવારજનોને મેનેજમેન્ટ અને મહેમાનના આવકાર બંનેની ચિંતા કોરી ખાય છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Ahmedabad news, Gujarat Assembly Elections 2022, Wedding

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन