Home /News /ahmedabad /હિમાંશુ વ્યાસ ભાજપમાં જોડાયા, અમિત શાહ અને સી.આર. પાટીલની હાજરીમાં કમલમ ખાતે ખેસ ધારણ કર્યો

હિમાંશુ વ્યાસ ભાજપમાં જોડાયા, અમિત શાહ અને સી.આર. પાટીલની હાજરીમાં કમલમ ખાતે ખેસ ધારણ કર્યો

કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યા બાદ હિમાંશુ વ્યાસ આજે ભાજપમાં જોડાયા.

Gujarat assembly election 2022: કોંગ્રેસના સેક્રેટરી હિમાંશુ વ્યાસ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ આજે બપોરે કમલમ પહોંચી ભાજપમાં જોડાઈ ગયા હતા. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર. પાટીલે તેમનો ભાજપમાં વિધિવત પ્રવેશ કરાવ્યો હતો.

વધુ જુઓ ...
 • News18 Gujarati
 • Last Updated :
 • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
  અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ આજે કોંગ્રેસના સેક્રેટરી હિમાંશુ વ્યાસે પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું. જે બાદ તેઓ ભાજપમાં જોડાશે કે આપમાં તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું. જોકે, હિમાંસુ વ્યાસે આજે બપોરે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલની હાજરીમાં કેસરીયો ખેસ પહેરીને ભાજપમાં પ્રવેશ કર્યો હતો. મહત્વનું છે કે તેમણે આજે જ સવારે કોંગ્રેસમાં તમામ પદ પરથી રાજીનામુ આપ્યું હતું. હિમાંશુ વ્યાસ સામ પિત્રોડાના નજીકના મનાય છે. જ્યારે અગાઉ તેઓ બે વખત સુરેન્દ્રનગરની વઢવાણ બેઠક પરથી ચૂંટણી મેદાને ઝંપલાવી ચૂક્યા છે. બન્ને વખત તેમને ભાજપ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

  આ પણ વાંચોઃ વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો, હિમાંશુ વ્યાસે રાજીનામું આપ્યું

  ચૂંટણી આવતાં જ કોંગ્રેસમાં ફરી એકવાર એક સાંધે ત્યાં તેર તૂટે એવી સ્થિતિ વર્ષોથી જોવા મળી રહી છે. ઓવર્સિસ કોંગ્રેસના ઇન્ચાર્જ પદે રહેલા અને છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસના નવા સંગઠનથી નારાજ હિમાંશુ વ્સાયે આજે સવારે રાજીનામુ આપતા કહ્યું હતું કે કોંગ્રેસમાં મોવડી મંડળને મળવું ખૂબ જ અઘરું બની ગયું છે અને કેન્દ્રિય નેતૃત્વમાં કમી છે.મારી અંતર આત્મા કહે છે કે માટે કોગ્રેસ માંથી હવે રાજીનામું આપવું જોઈએ.

  તેમણે ભાજપમાં જોડાયા બાદ કહ્યું હતું કે હું સંગઠનનો માણસ છું અને સંગઠન જે કામ આપશે તે હું કરીશ. રાજકારણી હોવા છતાં સુષુપ્ત અવસ્થામાં હતો. મેં વિદ્યાર્થીકાળથી રાજકારણ કર્યું છે. જોકે કોંગ્રેસમાં કેન્દ્રીય નેતૃત્વ નિષ્ફળ થયું છે. ત્યારે અંતરઆત્માનો અવાજ સાંભળીને હું ગતિશીલ પક્ષમાં જોડાયો છું. હું ચૂંટણીના રાજકરણ માટે નથી આવ્યો. પક્ષ મને જે જવાબદારી સોંપશે તે નીભાવીશ. આ સમયે ભાજપના નેતા ભરત ડાંગર, યજ્ઞેશ દવે, જયરાજસિંહ પરમાર અને જૂબીન આસરાએ આવકાર્યા હતા.
  Published by:Mitesh Purohit
  First published:

  Tags: Gujarat Assembly Election 2022, Gujarat assembly polls 2022

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन