Home /News /ahmedabad /Gujarat Assembly Election 2022: રાજકીય અખાડો: આપ-BTP વચ્ચે તૂટ્યું ગઠબંધન; પાણી પહેલા જ પાળ બાંધી રહ્યા છે નેતાઓ!

Gujarat Assembly Election 2022: રાજકીય અખાડો: આપ-BTP વચ્ચે તૂટ્યું ગઠબંધન; પાણી પહેલા જ પાળ બાંધી રહ્યા છે નેતાઓ!

(તસવીર સાભાર: ટ્વિટર)

Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ રાજકીય હલચલ વધી રહી છે. ભાજપ-કોંગ્રેસના નેતાઓ દ્વારા શાબ્દિક પ્રહારો કરાઇ રહ્યા છે, તો ક્યાંક આપ સહિતની પાર્ટીઓ પણ ચર્ચામાં છે.

  અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ રાજકીય હલચલ વધી રહી છે. ભાજપ-કોંગ્રેસના નેતાઓ દ્વારા શાબ્દિક પ્રહારો કરાઇ રહ્યા છે, તો ક્યાંક આપ સહિતની પાર્ટીઓ પણ ચર્ચામાં છે. મોટા નેતાઓના ગુજરાત પ્રવાસ વધી રહ્યા છે. બીજી બાજુ વર્તમાન ધારાસભ્ય પણ પોતાની ટિકિટ અંગે પહેલાથી જ પાળ બાંધી રહ્યા છે. બીજી બાજુ, આપ અને બીટીપીનું ચાર મહિના જૂનું ગઢબંધન પણ તૂટ્યું છે. આ નજરે કરીએ આજની રાજકીય હલચલ પર...

  આપ અને BTPના ગઠબંધનનો આવ્યો અંત

  આપ અને BTPના ગઠબંધનનો અંત આવ્યો છે. આપ નેતાઓના વલણ પર BTPએ આક્ષેપ કર્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ રાજકીય ભૂકંપ આવ્યો છે. BTPએ આમ આદમી પાર્ટી સાથેના ગઠબંધનનો અંત આળ્યો છે. છોટુ વસાવાએ આપના નેતાઓ પર આક્ષેપ કરતાં જણાવ્યું કે, આપના નેતાઓ બીટીપીનું કહેલું માનતા નહોતા. ટોપીવાળા આપના લોકો ક્યાંય જોવા મળતા નહોતા. ઉલ્લેખનીય છે કે, ચાર મહિના પહેલા જ બીટીપી અને આપ વચ્ચે ગઠબંધન થયું હતું.


  લલિત વસોયા ફરી ભાજપ નેતા સાથે દેખાયા

  લલિત વસોયા ફરી ભાજપ નેતા સાથે દેખાયા છે. અગાઉ પણ વસોયાનો ભાજપ તરફી ઝુકાવ જોવા મળ્યો હતો. ધોરાજીના કોંગ્રેસ નેતા લલિત વસોયા ફરી ભાજપના નેતા સાથે જોવા મળ્યા છે. ઉપલેટામાં આયોજીત કાર્યક્રમમાં લલિત વસોયા, પોરબંદરના ભાજપ સાંસદ રમેશ ધડુક સાથે દેખાતા રાજકીય વર્તણૂકમાં ફરી ચર્ચાએ જોર પકડ્યો છે. આ અંગે વસોયાએ પોતાના મત વિસ્તારા કાર્યક્રમનું આમંત્રણ મળતાં તેઓ પહોંચ્યા હોવનું જણાવ્યું હતું.

  આ પણ વાંચો: વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે ગુજરાતની રાજનીતિમાં ભૂકંપ આવે તેવી થિયરી અપનાવી

  કોંગ્રેસની BDAM થિયરી

  ગુજરાતના રાજકારણમાં ખામ થીયરી એટલે KHAM ઘણી પ્રચલિત છે. પરંતુ 2022ની ચૂંટણીમાં BDAM થિયરી કોંગ્રેસે લાગુ કરી છે. ગુજરાત કોંગ્રેસના ઓબીસી સમાજ, દલિત સમાજ, લઘુમતિ સમાજ અને આદિવાસી સમાજના ધારાસભ્ય સાથે રાખી કોંગ્રેસ પક્ષે પત્રકાર પરિષદ કરી BDAM થીયર લાગુ કરી છે.

  ચાવડાએ પોતાની બેઠક પરથી ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો

  કોંગ્રેસના ધારાસભ્ય સી.જે.ચાવડાએ મોટી જાહેરાત કરી છે. ચાવડાએ પોતાની બેઠક પરથી ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો છે. તેમણે જણાવ્યું કે, ગાંધીનગર ઉત્તરથી લડવાનો નથી. તેમની સાબરકાંઠા કે મહેસાણાથી ચૂંટણી લડવાની ઇચ્છા છે. પાર્ટી કહેતો વીજાપુરથી ચૂંટણી લડવાની ઇચ્છા દર્શાવી છે, જ્યારે બીજી પ્રાયોરિટી હિંમતનગર હોવાનું પણ કહેવામાં આવ્યું છે. સાથે જ તેમણે કહ્યું કે, ભવિષ્યમાં લોકસભાની ચૂંટણી લડવી હશે તો લડીશ તેમણ પણ જણાવ્યું હતું.

  "ટિકિટ મળશે કે નહીં એ સ્થિતિમાં રૈયાણી"

  રાજકોટ પૂર્વ બેઠકને લઈને રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ નેતા મહેશ રાજપુતએ પ્રહાર કર્યા છે. તેમણે અરવિંદ રૈયાણી પર શાબ્દિક પ્રહાર કર્યા છે. અરવિંદ રૈયાણી રાજકોટ પૂર્વના ધારાસભ્ય છે, તેમને ટિકિટ મળશે કે નહીં તેવા સવાલ કોંગ્રેસ નેતા મહેશ રાજપુતે કર્યા છે. તેમણે રૈયાણી પર પ્રહાર કર્યા કે, ભાજપ રૈયાણીને ટિકિટ આપશે કે કેમ? હાલ તેવી સ્થિતિમાં રૈયાણી છે. મહેશ રાજપુતના આ દાવા બાદ રાજકારણ ગરમાયું છે.
  Published by:Azhar Patangwala
  First published:

  Tags: Gujarat Assembly Elections 2022, Gujarat News, Gujarat Politics

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन