Home /News /ahmedabad /ગુજરાત ચૂંટણીને લઇને PM નિવાસસ્થાને મોડી રાત સુધી મેરેથોન બેઠક ચાલી
ગુજરાત ચૂંટણીને લઇને PM નિવાસસ્થાને મોડી રાત સુધી મેરેથોન બેઠક ચાલી
ગુજરાત ચૂંટણીને લઇને PM નિવાસસ્થાને મોડી રાત સુધી મેરેથોન બેઠક ચાલી
Gujarat Assembly Election 2022: પ્રધાનમંત્રી આવાસ ખાતે યોજાયેલી આ બેઠકમાં PM મોદી, ગૃહમંત્રી અમિત શાહ હાજર રહ્યાં હતા. બેઠકમાં ચૂંટણી વ્યવસ્થા, રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને પગલે રાજકીય રણનીતિઓ ઘડાઇ રહી છે, ત્યારે ગઇકાલે સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ દિલ્હી પહોંચ્યા હતા. કૈલાશનાથન પણ સીએમ, સીઆર પાટીલ અને રત્નાકર સાથે દિલ્હીમાં છે. અહીં હાઇકમાન્ડ સાથે તેમની બેઠક મળી હતી. પ્રધાનમંત્રી આવાસ ખાતે યોજાયેલી આ બેઠકમાં PM મોદી, ગૃહમંત્રી અમિત શાહ હાજર રહ્યાં હતા. PM નિવાસસ્થાને મોડી રાત સુધી મેરેથોન બેઠક ચાલી હતી. બેઠકમાં ચૂંટણી વ્યવસ્થા, રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
બઠેકમાં અનેક મુદ્દે ચર્ચા
દિલ્હીમાં મળેલી આ બેઠકમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને રણનીતિ તૈયાર કરવાની કવાયત હાથ ધરાઇ હોય તે સ્વભાવિક છે, પરંતુ તેની સાથે જ આચારસંહિતા પહેલા મહત્વના પ્રોજેક્ટ પૂર્ણ કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત ચૂંટણીમાં પ્રચાર, ઉમેદવાર પસંદગી પ્રક્રિયાને આખરી ઓપ અપાયો હતો. 182 વિધાનસભા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની યાદીની આખરી પેનલ તૈયાર કરવા તેમજ ચૂંટણી દરમિયાન ઊભી થનારી સંભવિત પરિસ્થિતિ સંદર્ભે રણનીતિ અંગે ચર્ચા થઇ હતી.
નોંધનીય છે કે, દિવાળી પહેલા અને ચૂંટણીઓ જાહેર થાય તે પહેલા આ મંગળવારે ભૂપેન્દ્ર પટેલ સરકારની છેલ્લી કેબિનેટ મળશે. બે દિવસ પહેલાં જ News18 Gujaratiએ એક્સક્લૂઝિવ સ્ટોરી સાથે ચૂંટણીની સંભવિત તારીખની જાહેરાત કરી હતી. તે અહેવાલ પ્રમાણે, ગુજરાતમાં દિવાળી પછી જ ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત તેમાં જણાવાયું હતું કે, ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. તેમાંથી પહેલા તબક્કાનું મતદાન 30મી નવેમ્બરના દિવસે યોજાશે. ત્યારબાદ બીજા તબક્કાનું મતદાન 4થી ડિસેમ્બરે યોજાશે અને આ ચૂંટણીનું પરિણામ 6 અથવા 7 ડિસેમ્બરે જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.
ગુજરાતમાં પણ 8મીએ જ ચૂંટણીનું પરિણામ જાહેર થશે તેવી અટકળો
બીજી બાજુ, ચૂંટણીપંચે હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે, ત્યારે ગુજરાતમાં પણ વિધાનસભા ચૂંટણીની અટકળો શરૂ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થવાનું છે. ત્યાં 12મી નવેમ્બરના દિવસે મતદાન યોજાવવાનું છે. જ્યારે 24 દિવસ પછી પરિણામ જાહેર થવાનું છે. તો આ 24 દિવસ દરમિયાન ચૂંટણી પંચ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું આયોજન કરે તેવી પ્રબળ શક્યતાઓ છે. સામાન્ય રીતે ચૂંટણીમાં મતદાન થાય ત્યારબાદ ત્રણથી ચાર દિવસમાં જ પરિણામ જાહેર કરી દેવામાં આવે છે. તેવામાં હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં મતદાન પછી 24 દિવસે પરિણામ જાહેર થવાનું છે. તેને કારણે ગુજરાતમાં ચૂંટણીની તારીખોને લઈને વિવિધ અટકળો ચાલુ થઈ ગઈ છે.