liveLIVE NOW

Gujarat Election 2022 Live update: ગુજરાત ચૂંટણીમાં 16 હજારથી વધુ મતદાન મથકો સંવેદનશીલ

Gujarat Election news: ભાજપ આજે આજે 93 બેઠકો માટે 27 દિગ્ગજ નેતા 75 સ્થળે સભા સંબોધશે.

 • News18 Gujarati
 • | November 22, 2022, 10:39 IST |  Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
  facebookTwitterLinkedin
  LAST UPDATED: 7 DAYS AGO
  15:46 (IST)
  દાહોદમાં પ્રધાનમંત્રીના આગમનની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી ખરોડમાં જનસભા સંબોધવાના હોય જેમને લઈ તમામ કાર્યકરો તૈયારીઓમાં વ્યસ્ત જોવા મળ્યા. સંગઠનના દરેક હોદ્દેદારોને અલગ અલગ જવાબદારીઓ સોંપી દેવામાં આવી છે. ત્યારે ખરોડથી જંગી જનસભા સંબોધી પ્રધાનમંત્રી ભાજપને જિતાડવા માટે પ્રચાર કરશે. 

  15:23 (IST)
  આ સાથે અલ્પેશ ઠાકોરે પોતાની વ્યથા સંભળાવતા કહ્યુ કે, મારી કમનસીબી છે કે હું, જ્યાં જાઉં ત્યાં મને બહારનો કહે છે. મને ખબર નથી હું ક્યાંનો છું. હું બધાનો છું એટલે એવું લાગે છે. મારા અને શંકરભાઈ પર વિશ્વાસ મુકી લવિંગજીને જીતાડજો. લવિંગજીની બધી ભૂલોને ભૂલીને માફ કરી જીતાડજો.

  14:46 (IST)
  લવિંગજીનાં ચૂંટણી પ્રચારમા અલ્પેશ ઠાકોરે કહ્યુ કે, હું રાધનપુરમાં 50 હજાર મત જીતી રહ્યો છું. એવો રિપોર્ટ આવી રહ્યો હતો. પરંતુ મોવડીમંડળે મને કહ્યુ કે, આખા ગુજરાતમાં તારો ઉપયોગ કરવો છે એટલે મને બીજે મુક્યો છે. હું મોવડી મંડળનો આભાર માનું છું.

  14:5 (IST)
  અમિત શાહે જનસભાને સંબોધતા જણાવ્યુ કે, ભાજપ પર ખંભાતનું મોટુ ઋણ છે. કોંગ્રેસવાળા નવા કપડા પહેરીને આવી ગયા છે. કોંગ્રેસને વોટ આપશો તો ફરી રમખાણો થશે. અમે કોઈ વોટબેંકથી નથી ડરતા. કોંગ્રેસે વોટબેંક માટે જ રામ મંદિર બનાવ્યું ન હતુ. કોંગ્રેસે હંમેશા સરદાર સાહેબનું અપમાન કર્યુ છે. કોંગ્રેસવાળા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા નથી જતા.

  13:25 (IST)
  રાજ્યની 182 બેઠક પર 1621 ઉમેદવારો ચૂંટણી મેદાને ઝંપલાવ્યા છે. પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે 788 ઉમેદવારો મેદાને છે. જ્યારે બીજા તબક્કાની 93 બેઠક પર 833 ઉમેદવારો વચ્ચે જંગ જામશે. પ્રથમ તબક્કાની લિંબાયત બેઠક પર સૌથી વધુ 44 મુરતિયા સામે આવ્યા છે, જ્યારે બીજા તબક્કામાં બાપુનગરમાં 29 ઉમેદવારોએ ઝંપલાવ્યું છે. પ્રથમ તબક્કાનું 1 ડિસેમ્બર અને બીજા તબક્કાનું 5 ડિસેમ્બરે મતદાન થવાનું છે. આગામી 8 ડિસેમ્બરે પુનરાવર્તન કે પરિવર્તન તે નક્કી થશે.

  12:24 (IST)
  ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા ગુજરાતનાં પ્રવાસે છે. ત્યારે સુરતમાં સંબિત પાત્રાએ રાહુલ ગાંધી પર મોટો કટાક્ષ કર્યો છે. તેમણે રાહુલ ગાંધી અંગે બોલતા જણાવ્યુ છે કે, રાહુલ ગાંધીનું નેતૃત્વ કોઇ સ્વીકારવા તૈયાર નથી. તેમના નેતા પણ તેમને સાંભળવા તૈયાર નથી. ગઇકાલના સંબોધનમાં જ રાહુલ ગાંધીનાં સંબોધનને ટ્રાન્સ્લેટ કરતા ભરતસિંહ સોલંકી અધવચ્ચે જ જતા રહ્યા હતા. 

  11:52 (IST)
  હિંમતનગરના પેઢમાલા ગામના લોકોએ ચુંટણીનો બહિષ્કાર કર્યો. ગામના મુખ્ય ચોરા પર ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવી વિરોધ કર્યો છે. ગૌચરના વિવાદને લઈને ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. ચૂંટણી બહિષ્કારની ચિમકીની સાથે વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે. 

  11:32 (IST)
  ગાંધીનગરના માણસા બેઠક પરથી ભાજપના ઉમેદવાર જયંતિભાઇ પટેલની. જે. એસ. પટેલ છેલ્લા 25 વર્ષથી સામાજિક કાર્યો સાથે જોડાયેલા છે. તેની આગેવાની હેઠળ અનેક સંસ્થાનો સમાજની સેવા કરી રહી છે. મનસા ગાયત્રી શક્તિપીઠ સહિતની સંસ્થાઓ દ્વારા લોકસેવાનું પાવન કાર્ય કરાય છે. સાથે જ શક્તિપીઠમાં રોજ હજારો લોકોને જમાડવા અને અનેક લોકોના વિવાહ કરાવવા સહિતનું સેવાકીય કાર્યો કરાય છે. જે.એસ. પટેલે ડાકોરમાં એક ધર્મશાળા બનાવી છે, જ્યારે તેની એક શાળામાં લગભગ એક હજાર બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે. ગુજરાતના સૌથી ધનવાન ઉમેદવારની સફર ક્યારેય સરળ રહી નથી. જે.એસ. પટેલ માત્ર ધોરણ 10 પાસ અને વ્યવસાયે ખેડૂત અને બિલ્ડર છે. તેમણે ખેડૂત તરીકે કામની શરૂઆત કરી હતી. જેના માટે તેમને મહિને માત્ર 100 રૂપિયા મળતા હતા. જે બાદ વર્ષ 1977માં તેઓ અમદાવાદ નોકરી કરવા આવ્યા હતા. જ્યાં પણ તેમને મહિનાના સો રૂપિયા મળતા હતા. ટૂંકા સમય માટે કામ કર્યા બાદ તેમણે લોખંડનો ધંધો કર્યો હતો. તેમણે મિલમાં પણ વિવિધ કામો કર્યા હતા અને જે બાદ તેઓ કન્સ્ટ્રક્શન લાઇનમાં આવ્યા હતા. આજે તેઓ 662 કરોડ સાથે ગુજરાતના સૌથી ધનવાન ઉમેદવાર છે.

  ગાંધીનગર: ગુજરાતમાં હાલ તમામ પક્ષો પોતાની ચૂંટણીનો જોરદાર પ્રચાર કરી રહ્યા છે. તો બીજી બાજુ ચૂંટણી પંચ તેમનું કામ કરી રહ્યુ છે. ગુજરાત વિધાનસભાની બંને તબક્કાની ચૂંટણીના કુલ મળીને 51782 જેટલા મતદાન મથકોમાંથી 30 ટકાની આસપાસ મતદાન મથકો એટલે કે 16 હજારથી વધુ મથકો સંવેદનશીલ મથકો તરીકે નક્કી કરવામા આવ્યા છે. સંવેદનશીલથી અતિ સંવેદનશીલ ગણાતા મથકોમાં સ્ટેટ પોલીસ ઉપરાંત પેરામીલિટ્રી ફોર્સના જવાનો પણ તૈનાત કરવામા આવે છે. ચૂંટણીપંચ દ્વારા ગત ચૂંટણીની વિવિધ બાબતો અને સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિ વગેરેને ધ્યાને રાખીને સંવેદનશીલ અતિસંવેદનશીલ મથકો નક્કી કરવામા આવે છે.

  આજે ભાજપ કાર્પેટ બોમ્બિગ પ્રચાર પાર્ટ-2 કરશે. બીજા તબક્કા માટે ભાજપના પ્રચારની આંધી જોવા મળશે. આજે 93 બેઠકો માટે 27 દિગ્ગજ નેતા 75 સ્થળે સભા સંબોધશે. એક દિવસમાં 93 બેઠકો માટે કાર્પેટ બોમ્બિંગ પ્રચાર જોવા મળશે. 2022ની ચૂંટણીમાં ભાજપનો પ્લાનિંગ સાથે પ્રચાર પ્રસાર જોવા મળી રહ્યો છે. આજે 15 કેન્દ્રીય નેતા, 12 રાજ્યના નેતા સભાઓ ગજવશે. આજે 27 નેતાઓ પ્રચાર કરતાં જોવા મળશે, જ્યારે કાલથી 2 દિવસ PM મોદી પ્રચાર કરશે. સાથે જ અમિત શાહ, જે.પી.નડ્ડા, દેવેન્દ્ર ફડણવીસ જોડાશે. CM ભૂપેન્દ્ર પટેલ, મનસુખ માંડવિયા, પરશોત્તમ રૂપાલા પણ પ્રચાર કરશે.
  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन