આજથી વિધાનસભાનું બજેટ સત્ર, સરકારને ઘેરવા વિપક્ષ તૈયાર

ગુજરાતમાં ભાજપના ધારાસભ્યોએ શહીદોના પરિવારજનોને એક કરોડ રૂપિયા આપવાનું નક્કી કર્યું છે.

News18 Gujarati
Updated: February 18, 2019, 9:54 AM IST
આજથી વિધાનસભાનું બજેટ સત્ર, સરકારને ઘેરવા વિપક્ષ તૈયાર
વિધાનસભા (ફાઇલ તસવીર)
News18 Gujarati
Updated: February 18, 2019, 9:54 AM IST
ન્યૂઝ18 ગુજરાતી : આજથી ગુજરાત વિધાનસભાનું પાંચ દિવસનું ટૂંકુ સત્ર મળી રહ્યું છે. લોકસભાની ચૂંટણી આવી રહી હોવાથી આ વખતે મળનારા બજેટ સત્રમાં ફક્ત લેખાનુદાન રજૂ થશે. બજેટ સત્રના પ્રથમ દિવસે પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા 40 જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે.

ભાજપે સરકારને ઘેરવાની રણનીતિ ઘડી

વિધાનસભાના આ સત્રમાં કોંગ્રેસે સરકારને ઘેરવા માટે રણનીતિ ઘડી છે. વિધાનસભાના ટૂંકા સત્રમાં વિપક્ષ એલઆરડી પેપર લીક કાંડ, ભ્રષ્ટાચાર તેમજ રાજ્યમાં ખેડૂતોને મૂંઝવતા વિવિધ મુદ્દાઓને લઈને ગૃહમાં સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. બીજી તરફ સરકાર પણ વિપક્ષને જવાબ આપવા માટે સરકારની સિદ્ધિઓ દર્શાવશે. આ ઉપરાંત વિપક્ષ જે પ્રશ્નો ઉભા કરે તેના જવાબો કેવી રીતે આપવા તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

ભાજપના ધારાસભ્યો પુલવામા શહીદોને એક કરોડ આપશે

પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોના પરિવારજનો માટે દેશભરમાંથી સહાયનો ધોધ વહી રહ્યો છે. ગુજરાતમાં ભાજપના ધારાસભ્યોએ શહીદોના પરિવારજનોને એક કરોડ રૂપિયા આપવાનું નક્કી કર્યું છે. બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્યો શહીદના પરિવારોને ધારાસભ્ય તરીકે મળતો એક એક પગાર આપશે.

પુલવામા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપી વિધાનસબા મોકૂફ રહેશે
બજેટ સત્રના પ્રથમ દિવસે  પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે. જે બાદમાં ગૃહને મોકૂફ રાખવામાં આવશે. એટલે કે પ્રથમ દિવસે સરકાર અને વિપક્ષ સામેસામે નહીં હોય પરંતુ સત્રના બીજા દિવસથી વિપક્ષ સરકારને ઘેરવાનો એક પણ મોકો છોડશે નહીં. સામે સરકારે પણ વિપક્ષને જવાબ આપવીની તૈયારી કરી લીધી છે.
First published: February 18, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...