LIVE: ગુજરાત વિધાનસભા બજેટ સત્રનો પ્રારંભ, કોંગ્રેસનો ઉગ્ર વિરોધ, રાજ્યપાલે સંબોધન અટકાવ્યું

H
Updated: January 1, 1970, 5:30 AM IST
LIVE: ગુજરાત વિધાનસભા બજેટ સત્રનો પ્રારંભ, કોંગ્રેસનો ઉગ્ર વિરોધ, રાજ્યપાલે સંબોધન અટકાવ્યું
ગુજરાત વિધાનસભામાં આજથી બજેટ સત્રનો પ્રારંભ થયો છે, જોકે બજેટ સત્રના પ્રારંભે રાજ્યપાલના સંબોધન વખતે જ ભારે હંગામો થયો છે. નલિયાકાંડને પગલે કોંગ્રેસ દ્વારા વિવિધ બેનરો અને પ્લે કાર્ડ કાર્ડ વિરોધ કરાયો છે.
H
Updated: January 1, 1970, 5:30 AM IST
ગાંધીનગર #ગુજરાત વિધાનસભામાં આજથી બજેટ સત્રનો પ્રારંભ થયો છે, જોકે બજેટ સત્રના પ્રારંભે રાજ્યપાલના સંબોધન વખતે જ ભારે હંગામો થયો છે. નલિયાકાંડને પગલે કોંગ્રેસ દ્વારા વિવિધ બેનરો અને પ્લે કાર્ડ કાર્ડ વિરોધ કરાયો છે. રાજ્યપાલે પ્રવચન ટૂંકાવ્યું નલિયાકાંડમાં ભાજપના નેતાઓની સંડોવણીને પગલે તટસ્થ તપાસ માટે નિવૃત્ત જજ દ્વારા તપાસ કરાવવાની માંગને લઇને કોંગ્રેસ દ્વારા વિધાનસભામાં ઉગ્ર હંગામો કરાયો છે. વિધાનસભા બજેટ સત્રમાં પ્રારંભે રાજ્યપાલ ઓ પી કોહલી પ્રારંભિક સંબોધન કરી રહ્યા હતા ત્યારે વિપક્ષ કોંગ્રેસ દ્વારા ઉગ્ર હંગામો કરાયો હતો.
કોંગ્રેસી ધારાસભ્યો વેલ સુધી ધસી ગયા કોંગ્રેસ સભ્યો વેલ સુધી ધસી ગયા હતા અને ભારે સુત્રોચ્ચાર કરાયા હતા. પ્લે કાર્ડ બતાવી ભાજપ સરકારનો વિરોધ વ્યક્ત કરાયો હતો. જાણવા મળ્યા મુજબ કોંગ્રેસના વિરોધને પગલે રાજ્યપાલ પોતાનું સંબોધન અટકાવીને વિધાનસભા ગૃહમાંથી બહાર નીકળી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. 15 મિનિટ માટે કાર્યવાહી સ્થગિત રાજ્યપાલના પ્રવચન દરમિયાન વિપક્ષ કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાતાં ભારે હંગામો થયો હતો. રાજ્યપાલે પોતાનું પ્રવચન પણ ટૂંકાવ્યું હતું. આ જોતાં વિધાનસભાની કાર્યવાહી 15 સુધી સ્થગિત રાખવામાં આવી હતી. વિધાનસભા કાર્યવાહી પુન: શરૂ કોંગ્રેસના વિરોધને પગલે વિધાનસભા કાર્યવાહી 15 મિનિટ સુધી સ્થગિત રહી હતી. જોકે હવે કાર્યવાહી પુન: શરૂ કરવામાં આવી છે. વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરાએ કાર્યવાહી શરૂ કરાવી છે. રાજ્યપાલના પ્રવચન સામે આભાર વ્યક્ત કરાયો તો તામિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાના નિધન અંગે શોકાંજલિ અપાઇ.
First published: February 20, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर