અમદાવાદ: ઝાયડસ કેડિલાએ (Zydus cadila) ઝાયકોવ-ડીના (ZyCoV-D) ઈમર્જન્સી યુઝ અપ્રૂવલ માટે DCGI પાસે મંજૂરી માંગી છે. જો આ વેક્સિનને મંજૂરી મળી જશે તો આ કોરોના વાયરસ વિરુદ્ધ દુનિયાની પ્રથમ DNA વેક્સિન (DNA Vaccine) બની શકે છે. આ રસી 12થી18 વર્ષની વયના બાળકો (Corona vaccine for children) માટે સુરક્ષિત હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ સાથે જ દેશમાં ઉપલબ્ધ વેક્સિનની સંખ્યા 4 થઈ જશે. અત્યારસુધી ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટની કોવિશીલ્ડ, ભારત બાયોટેકની કોવેક્સિન અને રશિયાની સ્પુતનિક-V ઉપયોગમાં લેવાઈ રહી છે.
આ રસીનાં ત્રણ ડોઝ હશે
નોંધનીય છે કે, ઝાયડસ કેડિલાની રસીનો ત્રીજો તબક્કો પૂર્ણ થઈ ગયો છે. જો સરકાર દ્વારા આ રસીની મંજૂરી આપવામાં આવે તો, રસી જુલાઈના અંત સુધીમાં અથવા ઓગસ્ટમાં 12-18 વર્ષની વયના બાળકોને આપવામાં આવી શકે છે. વેક્સિનના એક અથવા બે નહીં, 3 ડોઝ લગાવવામાં આવશે. ફેઝ-1 અને ફેઝ-2 ટ્રાયલ દરમિયાન ત્રણ ડોઝ લગાવવા પર આ વેક્સિન વધારે સમય સુધી ઇમ્યુનિટીને સ્ટ્રોન્ગ રાખે છે. જો કે કેડિલા આના બે ડોઝનું પણ ટેસ્ટિંગ કરી રહી છે.
Zydus Cadila applies for Emergency Use Authorisation (EUA) seeking approval from the Drugs Controller General of India (DCGI) for the launch of their DNA vaccine for 12 years & above. The vaccine has completed the third phase of trial.#COVID19pic.twitter.com/LDlsSkG3zF
આ વેક્સિનને 2થી 4 ડીગ્રી સે. તાપમાન પર સ્ટોર કરી શકાય છે. આ માટે કોલ્ડચેઈનની જરૂર નથી. આનાથી તેનું ટ્રાન્સપોર્ટેશન સરળ બની જશે. આ વેક્સિનને ડેવલપ કરવામાં નેશનલ બાયોફાર્મા મિશન પાસેથી મદદ મળી છે.
કંપનીએ સરકારને આ રસી અંગેની જાણકારી આપી છે. આ વેક્સિનનો ટેસ્ટ મોટાઓ ઉપરાંત 12થી 18 વર્ષના બાળકો પર પણ કરવામાં આવી રહ્યો છે. જે લોકોને પહેલાથી ગંભીર બીમારીઓ છે, તેમના પર પણ આ વેક્સિનનો ટેસ્ટ કરવામાં આવ્યો છે.
ઝાયડસ કેડિલા એક વર્ષમાં 24 કરોડ ડોઝના ઉત્પાદનની વાત કહી રહી છે. કંપની દર મહિને 2 કરોડ વેક્સિનનું પ્રોડક્શન કરશે. ઝાયકોવ-ડી એક DNA પ્લાઝિમ્ડ વેક્સિન છે. આ વેક્સિન શરીરની ઇમ્યુનિટી વધારવા માટે જીનેટિક મટેરિયલનો ઉપયોગ કરે છે.