અમદાવાદમાં આઇટીનું મેગા સર્ચ ઓપરેશન, ક્યાં પડી રેડ? જાણો

Haresh Suthar | News18 Gujarati
Updated: January 24, 2017, 12:37 PM IST
અમદાવાદમાં આઇટીનું મેગા સર્ચ ઓપરેશન, ક્યાં પડી રેડ? જાણો
અમદાવાદમાં આજે સવારથી આઇટીનું મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાતાં વેપારી આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. શહેરના મોટા જ્વેલર્સના ત્યાં હાથ ધરાયેલી આ કાર્યવાહીને પગલે અન્ય વેપારીઓમાં પણ ફફડાટ પ્રસરી જવા પામ્યો છે. તો બીજી તરફ આ તપાસમાં મોટા પાયે બેનામી હિસાબો સામે આવવાની સંભાવના જોવાઇ રહી છે.
Haresh Suthar | News18 Gujarati
Updated: January 24, 2017, 12:37 PM IST
અમદાવાદ #અમદાવાદમાં આજે સવારથી આઇટીનું મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાતાં વેપારી આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. શહેરના મોટા જ્વેલર્સના ત્યાં હાથ ધરાયેલી આ કાર્યવાહીને પગલે અન્ય વેપારીઓમાં પણ ફફડાટ પ્રસરી જવા પામ્યો છે. તો બીજી તરફ આ તપાસમાં મોટા પાયે બેનામી હિસાબો સામે આવવાની સંભાવના જોવાઇ રહી છે.

આઇટીની વિવિધ ટીમો દ્વારા આજે સવારે એક સાથે શહેરના સી જી રોડ, માણેકચોક અને સેટેલાઇટ વિસ્તારમાં આવેલી 7થી8 જ્વેલર્સના ત્યાં સર્ચ આપરેશન હાથ ધરાયું છે. સુત્રોના જણાવ્યા અનુસાર આઇટીના 100થી વધુ માણસોના કાફલા દ્વારા આ સર્ચ કામગીરી શરૂ કરવામાં આવી છે.

આ તપાસમાં મોટા પાયે બેનામી સંપત્તિ સામે આવવાની વકી સેવાઇ રહી છે. નોટબંધી બાદ થયેલા નાણાકીય વ્યવહારોની ખરાઇ કરવા માટે આ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

 
First published: January 24, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर