અમદાવાદ : નવા નરોડા ખાતે રહેતી એક પરિણીતાએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. પરિણીતાનો આક્ષેપ છે કે, તે ગર્ભવતી હતી ત્યારે તેના સાસરિયાઓ ત્રાસ આપતા હતા. એટલું જ નહીં તે કામ ન કરે તો તેના સસરા એસિડ પીવડાવી મારી નાંખવાની ધમકી આપતા હતા. સમગ્ર બાબતને લઇને પોલીસ ફરિયાદ નોંધાવતા કૃષ્ણનગર પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
નવા નરોડા ખાતે રહેતી 24 વર્ષીય યુવતીના લગ્ન વર્ષ 2019માં થયા હતા. લગ્ન બાદ સાસરિયાઓએ થોડા સમય સુધી સારી રીતે પરિણીતાને રાખી હતી. પરંતુ બાદમાં નાની-નાની વાતે ટોકવાનું ચાલુ કરી કરિયાવરમાં કઈ લાવી નથી તેમ કહી ત્રાસ આપવાનો શરૂ કર્યો હતો. લગ્નના બીજા મહિનામા આ પરિણીતા ગર્ભવતી થઈ હતી અને તેની તબિયત સારી રહેતી ન હતી. તેમ છતાં પરિણીતાની સાસુ ઘરના કામ કરાવતી હતી અને તેના સસરા કામ નહીં કરે તો એસિડ પીવડાવીને મારી નાખશે તેવી ધમકી આપતા હતા. જેથી પરિણીતાએ તેના માતા-પિતાને આ બાબતે જાણ કરી હતી.
જોકે, ત્યારબાદ વર્ષ 2019ના જુલાઈ માસમાં પરિણીતાનું સીમંત કર્યું હતું અને બાદમાં તેના પિયર ગઈ હતી થોડા સમય બાદ પરિણીતાએ દીકરાને જન્મ આપ્યો હતો. ત્યારબાદ પણ તેના સાસરિયાઓએ દહેજની માગણી કરી અને તેને ત્રાસ આપવાનું યથાવત રાખ્યું હતું.
આટલું જ નહીં, પરિણીતાની દીકરીને પણ તેના સાસુ-સસરા અને નણંદ સારું રાખતા નહીં. જ્યારે દીકરી રડતી હોય ત્યારે તેને રમાડવા પરિણીતા લેતી હતી ત્યારે સાસુ તેને બિભત્સ ગાળો બોલી અને બાપને બોલાવી લે અહિયાંથી તને લઈ જાય તેમ કહી તેને ત્રાસ આપતા હતા. અવારનવાર પતિ પણ તેને મારી નાખવાની ધમકીઓ આપતા હોવાથી એકવાર આ પરિણીતા બેભાન થઇ જતાં તેને હોસ્પિટલ ખસેડાઈ હતી. જ્યાં પોલીસ કેસ કરશે તો દીકરીને જાનથી મારી નાખીશું તેવી સાસરિયાઓએ ધમકી આપી હતી. જોકે પરિણીતાને હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ તેણે પોલીસ ફરિયાદ કરતાં કૃષ્ણનગર પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર