Home /News /ahmedabad /પ્રિકોશન ડોઝ લેવા લાંબી કતારો લાગી; કોરોનાનો નવા વેરિયન્ટ કેમ ઘાતક નથી?

પ્રિકોશન ડોઝ લેવા લાંબી કતારો લાગી; કોરોનાનો નવા વેરિયન્ટ કેમ ઘાતક નથી?

રાજ્યમાં વેક્સિનનો પ્રિકોશન ડોઝ લેવા માટે કતારો લાગી રહી છે.

Gujarat Corona Update: રાજ્યમાં વેક્સિનનો પ્રિકોશન ડોઝ લેવા માટે કતારો લાગી રહી છે. BF.7 નવા વેરિયન્ટને લઈને લોકો સજાગ થયા છે.

અમદાવાદ: ચીન સહિતના દેશોમાં કોરોના BF.7 વેરિયન્ટે હાહાકાર મચાવ્યો છે, ત્યારે ગુજરાતમાં કોરોનાના પગલાં પડતાં લોકો સાવચેતી વર્તી રહ્યા છે. તંત્ર દ્વારા પણ તકેદારી લેવા અપીલ કરવામાં આવી રહી છે, ત્યારે રાજ્યમાં વેક્સિનનો પ્રિકોશન ડોઝ લેવા માટે કતારો લાગી રહી છે. BF.7 નવા વેરિયન્ટને લઈને લોકો સજાગ થયા છે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર સહિતના આરોગ્ય કેન્દ્રમાં રસીકરણ ચાલુ છે, ત્યારે અગાઉ ડોઝ લેવા આવતાં લોકોની સંખ્યા કરતાં હમણા ત્રણ ગણા લોકો આવી રહ્યા છે.

ડોક્ટરનું શું કહેવું છે?

બીજી બાજુ, કોરોનાનો નવો વેરિએન્ટ આપણા માટે વધુ ઘાતક સાબિત નહીં થાય તેવો દાવો તબીબી નિષ્ણાંત ડો. અતુલ પટેલ દ્વારા કરવામાં આવ્યો છે. આ દાવા સાથે તેમણે કેટલાક કારણો પણ આપ્યા છે. તેમનું કહેવું છે કે, અત્યારના તમામ વેરિયન્ટ ઓમિક્રોન વેરિયન્ટ છે. ઓમિક્રોન વેરિયન્ટ ડેલ્ટા વેરિયન્ટથી ધણો જુદો છે. ડેલ્ટા વેરિયન્ટથી આપણે હેરાન થયા હતા. ઓમિક્રોન વેરિયન્ટ ડેલ્ટા વેરિયન્ટની સરખામણીએ ધણો માઇલ્ડ છે. આપણી વેક્સિન અન્ય દેશોની વેક્સિન કરતાં ઘણી સારી છે. આપણી વેક્સિન મલ્ટીપરપઝ છે, જેણે હર્ડ ઇમુનિટી વધારી છે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ અને વેક્સિનેશનથી જ આમાં રાહત મળશે.


આ પણ વાંચો: હિલ સ્ટેશન માઉન્ટ આબુ 'ડીપ ફ્રીઝર' બન્યું, બરફની ચાદર પથરાઇ

હિંમતનગર સિવિલમાં 900 બેડની વ્યવસ્થા કરાઇ

સાથે જ સાવચેતીના ભાગરૂપે તમામ સરકારી હોસ્પિટલોમાં કોરોના વોર્ડ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આવામાં કોરોનાની મહામારીની શક્યતાને પહોંચી વળવા હિંમતનગર સિવિલ હોસ્પિટલ સજ્જ છે. અહીં 900 બેડની ઓક્સિજન સાથે વ્યવસ્થા કરાઈ છે. આ ઉપરાંત જીલ્લાની અન્ય બે સિવિલ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પણ સજ્જ કરાયા છે. હિંમતનગર સ્થિત સિવિલ હોસ્પિટલમાં વોર્ડ અને આઈસીયુને તૈયાર કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. વોર્ડ માં વેન્ટિલેટર અને બાયપેપ પણ તૈયાર કરવામાં આવ્યા છે. બીજી લહેરમાં જે અનુભવો થયા તે પ્રમાણે અન્ય ક્ષતિઓ પૂર્ણ કરી તૈયારીઓ કરવામાં આવી છે.
First published:

Tags: Coroan vaccines, Corona News, Gujarat News