અમદાવાદ : બર્ડ ફ્લૂનો ફફડાટ, 10 કિલોમીટરના વિસ્તારમાં એલર્ટ જાહેર

Haresh Suthar | Pradesh18
Updated: January 13, 2017, 4:32 PM IST
અમદાવાદ : બર્ડ ફ્લૂનો ફફડાટ, 10 કિલોમીટરના વિસ્તારમાં એલર્ટ જાહેર
શહેરમાં બર્ડ ફ્લૂની દહેશત જાણે ઠંડીની સાથે વધતી જોવા મળી રહી છે. હાથીજણ બાદ હવે મેમનગરમાં પણ પોઝીટીવ કેસ સામે આવતાં આ વિસ્તારને બર્ડફ્લૂગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. 10 કિલોમીટર સુધીના વિસ્તારમાં એલર્ટ જાહેર કરી દેવાયું છે.
Haresh Suthar | Pradesh18
Updated: January 13, 2017, 4:32 PM IST
અમદાવાદ #શહેરમાં બર્ડ ફ્લૂની દહેશત જાણે ઠંડીની સાથે વધતી જોવા મળી રહી છે. હાથીજણ બાદ હવે મેમનગરમાં પણ પોઝીટીવ કેસ સામે આવતાં આ વિસ્તારને બર્ડફ્લૂગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. 10 કિલોમીટર સુધીના વિસ્તારમાં એલર્ટ જાહેર કરી દેવાયું છે.

અમદાવાદના હાથીજણ બાદ હવે મેમનગરને બર્ડ ફ્લુ ગ્રસ્ત જાહેર કરાતા પોલીસ કમિશનર દ્રારા એક જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે. મેમનગરમાં આવેલ સર્વ ધર્મ રક્ષક સેવા ટ્રસ્ટ જે કોર્પોરેશનની જગ્યા પર આવેલ છે ત્યા પક્ષીઓનો રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ ત્યા પક્ષીઓનો પણ નાશ કરવામાં આવ્યો છે.

કમિશનર દ્રારા બર્ડ ફ્લુ ગ્રસ્ત જાહેર કરાતા એક કિલોમીટર વિસ્તારમાં કોઈને પ્રવેશવા નહી દેવા પર પ્રતિબંધ મુકાયા છે. સાથો સાથ 10 કિલોમીટર સુધી એલર્ટ રહેવા જાહેર કરાયા છે.
First published: January 13, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर