Home /News /ahmedabad /Gujarat Adhiveshan: અલ્પેશ ઠાકોરે કહ્યું- બીજેપી નંબર 1, આપ 2 અને કોંગ્રેસ નંબર 3 પર રહેશે

Gujarat Adhiveshan: અલ્પેશ ઠાકોરે કહ્યું- બીજેપી નંબર 1, આપ 2 અને કોંગ્રેસ નંબર 3 પર રહેશે

અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, ગુજરાતમાં બીજેપી નંબર 1 પર છે.

Gujarat adhiveshan live updates: ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે કહ્યું કે, વર્ષ 2003માં મેં મારી યુવાનીના 20 વર્ષ કોંગ્રેસને આપ્યા. જનતાએ તમને હરાવ્યા. 50-50 વર્ષ જેમને સત્તા મેળી તેઓ પાર્ટી છોડી રહ્યા છે. તેમણે કહ્યું કે, 2 હજારથી વધુ ધારાસભ્યો ગયા, તમારા વડીલ નેતા જતા રહ્યા.

વધુ જુઓ ...
    અમદાવાદ: News18 ઈન્ડિયાના કાર્યક્રમ ‘ગુજરાત અધિવેશન’માં બીજુ સત્ર ‘વિકાસ પર સવાલ કેમ?’ પર થયુ હતું. જેમા ભાજપના અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસના આલોક શર્મા વચ્ચે ચર્ચા થઇ હતી. કોંગ્રેસ છોડીને બીજેપીમાં આવેલા અલ્પેશ ઠાકોરે કહ્યું કે, વર્ષ 2017માં જે જનઆંદોલનો થયા તે સમયે અમને લાગ્યું કે, કોંગ્રેસ અમારી વાત સાંભળશે. અમારા માટે લડશે. બે વર્ષ સુધી અમે તેની રાહ જોતા રહ્યા, જે મુદ્દાઓ અમે ઉઠાવ્યા હતા ત્યાં એવું કંઇ જ જોવા મળ્યું નહીં.

    આ સાથે જ અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે,‘કોંગ્રેસ ચૂંટણી ટાણે દેખાય છે. કોંગ્રેસે એક આંદોલન કર્યું હોય તો જણાવો, અમને લાગ્યું કે અમારી વાત સાંભળશે, પાર્ટીની અંદરની લડાઇમાં લોકો અમને સ્વીકારી રહ્યા નહોતા.’ અલ્પેશ ઠાકોરે બીજેપીમાં સામેલ થવા પર મળેલી હારનું કારણ જણાવ્યું,‘જ્યારે અમે બીજી પાર્ટીમાં ગયા ત્યારે લોકોને અમારી તરફ આકર્ષવામાં અસફળ રહ્યા પરંતુ આજે મેં જે પાંચ વર્ષમાં કામ કર્યું છે. લોકોને ખબર પડી ગઇ છે કે વિકાસ તરફ જવાનું છે. પાર્ટી નક્કી કરશે ક્યાં લડવાનું છે. હું બે દિવસ પહેલા પણ ત્યાં હતો, પાર્ટી કહેશે તો ચૂંટણી પણ લડીશ.’

    " isDesktop="true" id="1283969" >

    અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, ગુજરાતમાં બીજેપી નંબર 1 પર છે. કોંગ્રેસ અને આપ વચ્ચે નંબર 2 ને લઇ લડાઇ ચાલી રહી છે. કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણીમાં ત્રીજા નંબર પર રહેશે. 25 વર્ષ પહેલાનું ગુજરાત લોકોએ જોયું છે. આજે ગુજરાતમાં વિકાસ થઇ રહ્યો છે. કોંગ્રેસે તો ગરીબોને પણ હટાવી દીધા. ત્યાં જ કોંગ્રેસના આલોક શર્માએ કહ્યું કે, કોગ્રેસના શાસનમાં મોરબી નથી થયું. રમખાણો કરાવનારા સરકારમાં ચાલ્યા ગયા. હવે રમખાણો કોણ કરાવશે. અલ્પેશ ઠાકોરે કહ્યું કે, ગુજરાતમાં અમે દરેક સ્થાને સફળ છીએ.

    આ પણ વાંચો: કોંગ્રેસ માત્ર ચૂંટણી સમયે દેખાય છે: અલ્પેશ ઠાકોર

    અલ્પેશ ઠાકોરે કહ્યું, મેં મારી યુવાનીના 20 વર્ષ કોંગ્રેસને આપ્યા

    ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે કહ્યું કે, વર્ષ 2003માં મેં મારી યુવાનીના 20 વર્ષ કોંગ્રેસને આપ્યા. જનતાએ તમને હરાવ્યા. 50-50 વર્ષ જેમને સત્તા મેળી તેઓ પાર્ટી છોડી રહ્યા છે. તેમણે કહ્યું કે, 2 હજારથી વધુ ધારાસભ્યો ગયા, તમારા વડીલ નેતા જતા રહ્યા.
    Published by:rakesh parmar
    First published:

    Tags: 2022 Assembly elections, Alpesh thakore, Assembly Election 2022

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन