Home /News /ahmedabad /શ્રમિકોના લઘુત્તમ વેતનમાં કરાયેલો વધારો ગેજેટમાં પ્રસિદ્ધ થયા બાદ અમલ થશે, 3 લાખ શ્રમિકોને ફાયદો

શ્રમિકોના લઘુત્તમ વેતનમાં કરાયેલો વધારો ગેજેટમાં પ્રસિદ્ધ થયા બાદ અમલ થશે, 3 લાખ શ્રમિકોને ફાયદો

ફાઇલ તસવીર

ગુજરાત વિધાનસભામાં આજે લઘુતમ વેતનનો સુધારો અમલ કરવાની દિશામાં વિધાનસભાના નિયમ 44 અન્વયે શ્રમ, કૌશલ્ય-વિકાસ અને રોજગાર વિભાગનું નિવેદન આપવામાં આવ્યું હતું.

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં આજે લઘુતમ વેતનનો સુધારો અમલ કરવાની દિશામાં વિધાનસભાના નિયમ 44 અન્વયે શ્રમ, કૌશલ્ય-વિકાસ અને રોજગાર વિભાગનું નિવેદન આપવામાં આવ્યું હતું. તેમાં શ્રમ-રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યુ હતુ કે, ‘રાજ્ય સરકારના ગેજેટમાં પ્રસિદ્ધ થયા પછી આ લઘુત્તમ વેતનના સુધારો અમલી કરવામાં આવશે.’

ગુજરાત વિધાનસભા નિયમ-૪૪ અન્વયે રાજ્ય સરકારના અગત્યના શ્રમિક કલ્યાણલક્ષી અગત્યના નિર્ણય લઘુતમ વેતન અધિનિયમ-1948 અન્વયે 46 વ્યવસાયમાં રોકાયેલા શ્રમયોગીના વેતનમાં સુધારાની જાહેરાત કરતા જણાવ્યુ હતુ કે, રાજ્ય સરકાર શ્રમિકોના કલ્યાણ અને તેમના હિતોના રક્ષણ માટે સદા તત્પર અને કટિબદ્ધ છે. શ્રમિક કાયદાઓના સુચારૂ અમલ થકી શ્રમિકોના સ્વાસ્થ્ય, શિક્ષણ, સુરક્ષા અને સગવડભર્યા જીવન ધોરણ માટે સતત જાગૃત છે.

આ પણ વાંચોઃ હાટકેશ્વર બ્રિજ મામલે કમિશનરે મૌન તોડ્યું, જાણો શું કહ્યું...

લઘુત્તમ વેતન અધિનિયમ 1948ની કલમ-3ની જોગવાઈ અનુસાર, રાજ્ય સરકારે તેને મળેલી સત્તા અન્વયે લઘુત્તમ વેતનના સને 2014થી પ્રવર્તમાન દરની સમીક્ષા કરી છે અને તે માટે સરકારે ગુજરાત રાજ્ય લઘુત્તમ વેતન સલાહકાર બોર્ડ સાથે વિચાર-વિમર્શ કરી લઘુત્તમ વેતનના દર સુધારવાનું નક્કી કર્યું છે. તેમાં 46 વ્યવસાય અંગે લઘુત્તમ વેતનધારા હેઠળની અનૂસુચિ પૈકીના 46 વ્યવસાયો માટે શ્રમ, કૌશલ્ય-વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા 5 મે, 2022ના રોજ સૂચિત લઘુત્તમ વેતનના દર અંગે સંબંધકર્તાઓના વાંધા-સૂચન મંગાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતુ.

આ જાહેરનામાના અનુસંધાને ઉદ્યોગો તરફથી 85 વાંધા-સૂચન મળ્યા હતા. તેમજ શ્રમિક મંડળો તરફથી 26 વાંધા-સૂચનો મળ્યા હતા. રાજયમાં શ્રમિકોના લઘુત્તમ વેતન અંગે રાજય સરકારને સલાહ આપવા માટે ગુજરાત રાજ્ય લઘુત્તમ વેતન સલાહકાર બોર્ડની રચના કરવામાં આવી છે. આ બોર્ડે ઉદ્યોગ તથા શ્રમિક મંડળો તરફથી મળેલા વાંધા-સૂચનો ઉપર ચર્ચા વિચારણા કરી હતી. આ બોર્ડની ભલામણો ઉપર પુખ્ત વિચારણા કરીને પ્રસ્તૃત સુધારો કરવામાં આવ્યો છે.  લઘુત્તમ વેતન અધિનિયમ હેઠળ જુદા જુદા 46 વ્યવસાયના લઘુત્તમ વેતનદરોમાં હાલ કુશળ શ્રમિકને કાર્પોરેશન વિસ્તારો તથા નગરપાલિકાઓ અને સ્થાનિક સત્તામંડળ હેઠળના વિસ્તારોમાં માસિક વેતન 9,889.80 રૂપિયા મળે છે. તેની જગ્યાએ માસિક વેતન 12,324 રૂપિયા મળશે. તેનાથી શ્રમિકના માસિક વેતનમાં 2436.20 રૂપિયાનો વધારો એટલે કે 24.63 ટકાનો વધારો થશે.



અર્ધ કુશળ શ્રમિકને માસિક 9653.80 રૂપિયા આપવામાં આવે છે. તેની જગ્યાએ 11,986 રૂપિયા આપવામાં આવશે. એટલે કે તેમના વેતમાં માસિક 2332.20 રૂપિયા એટલે કે 24.15 ટકાનો વધારો થશે. બિનકુશળ શ્રમિકને માસિક 9445.80 રૂપિયા વેતન આપવામાં આવે છે, તેની જગ્યાએ 11,752 રૂપિયા મળશે. એટલે કે 2306.20 રૂપિયા અને 24.41 ટકાનો પગારવધારો થશે.

કોર્પોરેશન વિસ્તારો તથા નગરપાલિકાઓ અને સ્થાનિક સત્તામંડળ હેઠળના વિસ્તારો સિવાયના કુશળ શ્રમિકને માસિક વેતન વેતન 9653.80 મળે છે, તેના સ્થાને માસિક 12,012 રૂપિયા મળશે. એટલે કે 2358.20નો માસિક વધારો થશે. જે સરેરાશ 24.42 ટકાનો વધારો થાય છે. તે જ રીતે અર્ધકુશળ શ્રમિકને 9445.80ના સ્થાને માસિક વેતન 11,752 રૂપિયા મળશે. એટલે કે તેમાં 2306.20 રૂપિયાનો માસિક વધારો થશે. જે સરેરાશ 24.41 ટકાનો વધારો થાય છે. તથા બિનકુશળ શ્રમિકને માસિક વેતન 9237.20 રૂપિયા મળે છે. તેના સ્થાને 11,466 રૂપિયા મળશે. એટલે કે 2228નો માસિક વધારો થશે જે સરેરાશ 24.12 ટકાનો વધારો થાય છે.

આ પણ વાંચોઃ ઓડીની કિંમત કરતાં રજવાડી નંદીનો ભાવ વધારે, ગોંડલના ભાઈએ ચૂકવી અધધધ... કિંમત!

શ્રમિકોના લઘુત્તમ વેતન નક્કી કરવા માટે 15મી ઇન્ડિયન લેબર કોન્ફરન્સમાં વિવિધ માપદંડો નક્કી કરવામાં આવેલા છે. અર્ધકુશળ શ્રમિકને 9653.80 રૂપિયા મળે છે. તેના શ્રમિકને માસિક વેતન સ્થાને માસિક વેતન 11,986 રૂપિયા મળશે એટલે કે તેમાં 2332.20 રૂપિયાનો માસિક વધારો થશે, જે સરેરાશ 24.15 ટકાનો વધારો થાય છે. તે જ રીતે બિનકુશળ શ્રમિકને માસિક વેતન 9445.80 રૂપિયા મળે છે. તેના સ્થાને માસિક વેતન 11,752 રૂપિયા મળશે. એટલે કે 2306.20 રૂપિયા માસિક વધારો થશે જે સરેરાશ 24.41 ટકાનો વધારો થાય છે.

કોર્પોરેશન વિસ્તારો તથા નગરપાલિકાઓ અને સ્થાનિક સત્તામંડળ હેઠળના વિસ્તારો સિવાયના કુશળ શ્રમિકને માસિક વેતન વેતન રૂ.૯,૬૫૩.૮૦/- મળે છે તેના સ્થાને માસિક રૂ.૧૨,૦૧૨/- મળશે એટલે કે તેમાં રૂ.૨,૩૫૮.૨૦નો માસિક વધારો થશે. જે સરેરાશ ૨૪.૪૨ ટકાનો વધારો થાય છે. તે જ રીતે અર્ધ કુશળ શ્રમિકને રૂ.૯,૪૪૫.૮૦/- ના સ્થાને માસિક વેતન રૂ.૧૧,૭૫૨/- મળશે એટલે કે તેમાં રૂ.૨,૩૦૬.૨૦નો માસિક વધારો થશે. જે સરેરાશ ૨૪.૪૧ ટકાનો વધારો થાય છે. તથા બિન કુશળ શ્રમિકને માસિક વેતન રૂ.૯,૨૩૭.૮૦/- મળે છે. તેના સ્થાને રૂ.૧૧,૪૬૬/- મળશે. એટલે કે રૂ.૨,૨૨૮.૨૦નો માસિક વધારો થશે જે સરેરાશ ૨૪.૧૨ ટકાનો વધારો થાય છે.

આ પણ વાંચોઃ પાકિસ્તાની ડોક્ટરે કહી દીધું કે, ‘હવે નહીં જીવે’, પણ સુરતના ડોક્ટરે  સારવાર કરી મહિલાને નવજીવન આપ્યું
ગુજરાત રાજ્ય લઘુત્તમ વેતન સલાહકાર બોર્ડની ભલામણો ઉપર પુખ્ત વિચારણા કરીને શેરડી કાપણી-ભરણીના વ્યવસાય માટે હાલ લઘુત્તમ વેતન દરમાં સરેરાશ 100 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જેનાથી શ્રમયોગીઓની આર્થિક પરિસ્થિતિમાં અને તે રીતે તેઓના જીવન ધોરણમાં સુધારો થશે. વેતનમાં થનારા આ સુધારાથી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રાજ્યના અંદાજે ૩ લાખથી વધુ લોકોને ફાયદો થશે.
Published by:Vivek Chudasma
First published:

Tags: Gujarat Assembly, Gujarat Government, Workers