Home /News /ahmedabad /Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે આપનું ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર, કામરેજમાંથી રામ ધડુક તો બેચરાજીમાં સાગર રબારી

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે આપનું ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર, કામરેજમાંથી રામ ધડુક તો બેચરાજીમાં સાગર રબારી

Gujarat Politics : આપની પ્રેસ કોન્ફરન્સમાં સુરતની કામરેજ બેઠક પરથી રામ ધડુકનું નામ જાહેર કર્યું છે. આ સાથે રાજકોટ ગ્રામીણ પર વશરામભાઇ સોગઠિયાનું નામ જાહેર કર્યું છે.

Gujarat Politics : આપની પ્રેસ કોન્ફરન્સમાં સુરતની કામરેજ બેઠક પરથી રામ ધડુકનું નામ જાહેર કર્યું છે. આ સાથે રાજકોટ ગ્રામીણ પર વશરામભાઇ સોગઠિયાનું નામ જાહેર કર્યું છે.

અમદાવાદ : આગામી મહિનામાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022) આવી રહી છે. ત્યારે ગુજરાત આપ (Gujarat AAP first list) દ્વારા ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કર્યું છે. આ ગુજરાત આપ (Gujarat AAP foe Election) પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા દ્વારા આ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આપની પ્રેસ કોન્ફરન્સમાં સુરતની કામરેજ બેઠક પરથી રામ ધડુકનું નામ જાહેર કર્યું છે. આ સાથે રાજકોટ ગ્રામીણ પર વશરામભાઇ સોગઠિયાનું નામ જાહેર કર્યું છે.

ઇસુદાન ગઢવીએ આ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, ટૂંક સમયમાં આપ પાર્ટી ચૂંટણી માટે ઉમેદવારોનું બીજું લિસ્ટ પણ જાહેર કરશે.


બેઠકઉમેદવારનું નામ
બેચરાજીસાગર રબારી
રાજકોટ ગ્રામીણવશરામભાઇ સોગઠિયા
કામરેજ (સુરત)રામ ધડુક
નરોડા  ઓમપ્રકાશ તિવારી
 બારડોલી રાજેન્દ્ર સોલંકી
 દક્ષિણ રાજકોટ શિવલાલ બારસિયા
દિઓદરભેમાભાઇ ચૌધરી
સોમનાથજગમલવાલા
છોટા ઉદેપુરઅર્જુન રાઠવા
રાજકોટ (દક્ષિણ )શિવલાલ બારસિયા
ગરીયાધાર સુધીર વાઘાણી





નોંધનીય છે કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હોવાને કારણે આપના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ સોમવારે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા.

મોરબીમાં બહેને ભૂલથી સળગતી દિવાસળી ફેંકી તો પલંગ પર સૂતેલા 6 માસના બાળકનું મોત

જ્યાં સૌરાષ્ટ્રના વેરાવળ ખાતે જાહેર સભાને સંબોધી હતી અને રાજકોટના એક મંદિરમાં પૂજા-અર્ચના પણ કરી હતી. આ પહેલા કેજરીવાલે 21 જુલાઈના રોજ સુરતની તેમની મુલાકાત દરમિયાન પ્રથમ ગેરંટી યોજનાની જાહેરાત કરી હતી. તેમણે વચન આપ્યું હતું કે, જો તેમને સત્તા મળશે તો તેઓ ઘર દીઠ 300 યુનિટ વીજળી મફત આપશે.



ભાજપે પણ શરુ કરી તૈયારી

ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં પણ પાંચ રાજ્યોના ભાજપના કાર્યકરોએ પ્રચાર પ્રસાર અને ચૂંટણી માઈક્રો પ્લાનિગમાં મદદ કરવા માટે આવશે. ઓગષ્ટ માસના બીજા સપ્તાહમાં આ કાર્યકરોએ ગુજરાત આવી જશે અને બુથ સ્તરની કામગીરી કરવા માટે લાગી જશે. આ કાર્યકરો આવે તે પહેલાં ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બેઠકોનો ધમધમાટ ચાલ્યો હતો. સમગ્ર પ્રદેશમાં બીજા રાજ્યોમાંથી આવનાર તમામ હોદેદારો અને કાર્યકરો માટે રહેવા જમવાની વ્યવસ્થાનું આયોજન કરી દેવામાં આવ્યું છે. (આ અંગેના સંપૂર્ણ સમાચાર અહીં વાંચો)
First published:

Tags: Gujarat AAP, Gujarat Elections, અમદાવાદ, ગુજરાત, ગુજરાત ચૂંટણી 2022