ગુજરાત યુનિવર્સિટીનો કરોડોનો કૌભાંડ મામલો પહોંચ્યો મહામહિમના દરબારે !

પ્રો. રાણા ભલે રાજ્યપાલને આવેદનપત્ર આપી આવ્યા હોય કિન્તુ જે "બાંધકામ સમિતિ" તરફ ભ્રષ્ટચારની આંગળી ચીંધાઇ રહી છે, તે સમિતિના લગભગ તમામ સભ્યો રાજકારણી છે અથવા  રાજકીય પીઠબળ ધરાવે છે.

News18 Gujarati
Updated: April 16, 2018, 9:49 PM IST
ગુજરાત યુનિવર્સિટીનો કરોડોનો કૌભાંડ મામલો પહોંચ્યો મહામહિમના દરબારે !
પ્રો. રાણા ભલે રાજ્યપાલને આવેદનપત્ર આપી આવ્યા હોય કિન્તુ જે "બાંધકામ સમિતિ" તરફ ભ્રષ્ટચારની આંગળી ચીંધાઇ રહી છે, તે સમિતિના લગભગ તમામ સભ્યો રાજકારણી છે અથવા  રાજકીય પીઠબળ ધરાવે છે.
News18 Gujarati
Updated: April 16, 2018, 9:49 PM IST
અમદાવાદ :

ગુજરાત યુનિવર્સિટીના રૂ.37.92 કરોડના ટેન્ડર કૌભાંડ મામલો હવે ગાંધીનગરના રાજભવનના દ્વાર સુધી પહોંચ્યો છે. પહોંચે જ, કારણ કે કુલાધિપતિ તો આખરે રાજ્યપાલ હોય છે અને કુલપતિઓને ન હોય પરંતુ કુલાધિપતિને તો તેની આબરૂની ચિંતા હોય' ને ! છેલ્લા કેટલાક દિવસથી ધુણી રહેલા ગુજરાત યુનિવર્સિટીના આ કૌભાંડમાં જવાબદારો સામે નિષ્પક્ષ તપાસ થાય તે માટે ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસર અને સત્તાધારી રાજકીય પક્ષ બીજેપીના જ સેનેટે સભ્ય પ્રો. દેવદત્ત રાણાએ તારીખ 16 એપ્રિલના રોજ એક આવેદન રાજ્યપાલ ડૉ. ઓમપ્રકાશ કોહલીજીને આપ્યું છે.

આ આવેદનપત્રમાં આ સમગ્ર મામલાની ‘વિજિલન્સ તપાસ’ થાય તેવી માંગ કરવામાં આવી છે. પ્રો.રાણાએ યુનિવર્સિટીની ઇન્ટરનલ કમિટીથી નહિ પરંતુ સક્ષમ ગણાતી થર્ડ પાર્ટીથી તપાસ કરવાની માંગ કરી છે. તેમણે ઉમેર્યું હતું કે, યુનિવર્સિટીના સત્તાધીશો યુનિવર્સિટી પાસે રહેલી વિદ્યાર્થીઓની ફિક્સડ ડિપોઝિટ તોડીને આ પૈસા આ કોન્ટ્રાક્ટર્સ ચુકવવાની પેરવી કરી રહ્યા છે.

પ્રો. રાણા ભલે રાજ્યપાલને આવેદનપત્ર આપી આવ્યા હોય કિન્તુ જે "બાંધકામ સમિતિ" તરફ ભ્રષ્ટચારની આંગળી ચીંધાઇ રહી છે, તે સમિતિના લગભગ તમામ સભ્યો રાજકારણી છે અથવા  રાજકીય પીઠબળ ધરાવે છે. આ વિષમ પરિસ્થિતિમાં મહામહિમ રાજ્યપાલશ્રી કેટલી હદે સમગ્ર મામલાની તટસ્થ તપાસ કરાવી શકે છે તે આવનારો સમય જ બતાવશે।

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત યુનિવર્સિટી દ્વારાવર્ષ- 2017ના ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં ટેનિસ એકેડમીના રીનોવેશન, જિમ્નેશિયમ  હોલ રીનોવેશન તથા અને દ્રોણાચાર્ય એકેડમીના બાંધકામ માટે 37 કરોડ અને 92 લાખનું ટેન્ડર બહાર પાડવા માં આવ્યું હતું, જે 29 કરોડ અને 72 લાખની રકમ ભરનારી એક પાર્ટીને મળ્યું. પરંતુ આ ટેન્ડર જે ચોક્કસ કન્સ્ટ્રકશન કંપની છે તેને જ આ કામ મળે તે અંગે ની ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ.હિમાંશુ પંડ્યાએ વ્યવસ્થા કરી આપી હતી.

16 નવેમ્બરના દિવસે 37 કરોડ અને 92 લાખનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. આ કામ અંતર્ગત રીનોવેશન જિમ્નેશિયમ હોલ અને ટેનિસ એકેડેમીના રીનોવેશન તથા દ્રોણાચાર્ય આર્ચરી એકેડેમીના નવેસરથી નિર્માણકાર્યની કામગીરી શામેલ હતી.આ દિવસે જ રીનોવેશન કાર્ય જેમાં જિમ્નેશિયમ હોલ અને ટેનિસ એકેડેમી શામેલ છે, તેનું રૂ.12.55 કરોડની રકમનું ટેન્ડર સમાન્તરે બહાર પડ્યું. જો કે સહુના આશ્ચર્ય વચ્ચે  રૂ.12.55 કરોડનું ટેન્ડર ચુપચાપ હટાવી લેવાયું. પરંતુ આ રકમ સત્તાવાર રજુ કરી જરૂરી મંજૂરી લેવાઈ.

આ પ્રક્રિયા પૂર્ણ થઇ એટલે નવો ખેલ પાછલાં બારણે ખેલાયો : દ્રોણાચાર્ય એકેડેમીના નિર્માણનું કાર્ય આ જ ટેન્ડર સાથે મર્જ કરી દેવાયું અને કિંમત થઇ ગઈ 37 કરોડ, 92 લાખ ! આ રકમની કોઈકાળે કોઈ સમિતિ સામે મજૂરી મેળવી મુશ્કેલ હતી. શા માટે આ મંજૂરી મળવી શક્ય નહોતી ? કારણ સ્પષ્ટ હતું : યુનિવર્સિટીનો સૌથી મોટો પ્રોજેક્ટ છે, તે "યુનિવર્સિટી ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ", જેની કિંમત અંદાજિત રૂ. 17 કરોડની થવા જાય છે, એટલે દેખીતી રીતે નાના ગણાતા આર્ચરી એકેડેમીના પ્રોજેક્ટને કોઈ રૂ.25 કરોડથી વધુમાં કોણ મંજુર કરે? પણ આપણા કુલપતિએ એ કામ કરી દેખાડ્યું.
Loading...

આ પણ વાંચો :

"પ્લીઝ, પ્લીઝ, આઈ રિકવેસ્ટ યુ": કુલપતિ ડૉ. પંડ્યા

 
First published: April 16, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर