GTUની ગંભીર વહિવટી બેદરકારી, કાયમી સ્ટાફ ન હોવા છતાં કરોડોના ખર્ચે બનાવ્યા સ્ટાફ ક્વાર્ટર

News18 Gujarati
Updated: April 16, 2018, 8:38 PM IST
GTUની ગંભીર વહિવટી બેદરકારી, કાયમી સ્ટાફ ન હોવા છતાં કરોડોના ખર્ચે બનાવ્યા સ્ટાફ ક્વાર્ટર
News18 Gujarati
Updated: April 16, 2018, 8:38 PM IST
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીની ગંભિર વહિવટી બેદરકારી સામે આવી છે. જીટીયુ પાસે કાયમી સ્ટાફ ના હોવા છતાં જીટીયુએ સ્ટાફ માટે કરોડો રૂપિયાના ખર્ચે વૈભવી સ્ટાફ ક્વાર્ટર બનાવ્યા છે, અને કુલપતિ સાહેબ માટે કરોડો રૂપિયાનો અતિઆધુનિક બંગલો બનાવ્યો છે. તમને જણાવી દઈએ કે, જીટીયુમાં કાયમી સ્ટાફ ના હોવાને કારણે આ કરોડો રૂપિયાને ખર્ચે બનેલા આ સ્ટાફ ક્વાર્ટર ધૂળ ખાઈ રહ્યાં. તો સાહેબનો બંગલો પણ શોભાના ગાંઠિયા સમાન છે.

જીટીયુની સ્થાપના થયાના 10 વર્ષ બાદ પણ જીટીયુનું બંધારણ ઘડાયું નથી. વિદ્યાર્થીઓના અભ્યાસ માટે પીજી સેન્ટરો, લાઈબ્રેરીની સુવિધા નથી. એટલું નહીં જીટીયુમાં હજી સુધી કાયમી સ્ટાફની ભરતી કરવામાં નથી આવી. છતાં પણ જીટીયુએ કરોડો રૂપિયાના ખર્ચે સ્ટાફના રહેઠાણ માટે લક્ઝુરીયસ સ્ટાફ ક્વાર્ટર બનાવી દીધા છે, અને કુલપતિ સાહેબ માટે કરોડો રૂપિયાના ખર્ચે અતિઆધુનિક ક્વાટર બનાવામાં આવ્યું છે, પરંતુ આ સ્ટાફ ક્વાર્ટર કાયમી કર્મચારી ન હોવાને કારણે હાલ ધૂળ ખાઈ રહ્યાં છે, સાથે સાહેબનો બંગલો બની ગયાને પણ ઘણો સમય વીતી ગયો પરંતુ સાહેબ અહીં રહેવા આવતા નથી. જીટીયુમાં કાયમી સ્ટાફ જ નથી તો હવે આ સ્ટાફ ક્વાર્ટર કોને ફાળવવા તે પ્રશ્ન ઉભો થયો છે. હાલ જીટીયુમાં 300 કર્મચારીઓ છે જેમાંથી માત્ર 35 થી 40 જેટલા કર્મચારીઓ જ કાયમી છે.

જીટીયુ રજીસ્ટાર એસ.ડી.પંચાલે જણાવ્યું કે, હાલ પૂરતો સટાફ નથી એટલે કોન્ટ્રાકટ બેજ કર્મચારીઓને ક્વાટર વાપરવા આપ્યા છે, કાયમી સટાફની ભરતી બાદ તે સટાફને આપી દેવામાં આવશે. હાલ 300 સામે 40 જેટલા કર્મચારીઓ કાયમી છે.

આ ક્વાર્ટર જીટીયુના ઓફિસર, સ્ટાફ, પ્રોફેસર અને ફેકલ્ટી માટે બનાવાયા છે. નવાઈની વાત એ છે કે જીટીયુમાં પ્રોફેસર નથી, ફેકલ્ટી નથી, કાયમી સ્ટાફ નથી અને ઓફિસરોની જગ્યા ભરાઈ નથી ત્યારે તેમના નિવાસ માટે કરોડોનો ખર્ચ કરતાં અનેક સવાલો ઉભા થયા છે. આ ઉપરાંત સ્ટાફ ક્વાર્ટરની બાજુમાં કુલપતિના નિવાસ માટે 428 સ્કવેર મીટરમાં 1 કરોડના ખર્ચે વાઈસ ચાન્સેલરનો બંગ્લો બનાવવામાં આવ્યો છે, તે પણ શોભા ના ગાંઠિયા સમાન છે. ત્યારે કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, શિક્ષણ વિભાગ પાસે આયોજનનો અભાવ છે માત્ર કોન્ટ્રાક્ટરોને લાભ કરાવવા આ બિલ્ડીંગો બનાવી દેવામાં આવે છે.

સરકારે જીટીયુના કેમ્પસમાં લાઈબ્રેરી અને પાંચ પોસ્ટ ગ્રેજ્યુએટ સેન્ટરના 7 માળના બિલ્ડીંગ માટે 68 કરોડ ફાળવ્યા હતા, પરંતુ હજી સુધી આ બિલ્ડીંગોનું કામ ચાલુ છે પરંતુ વાત એવી પણ છે કે આ કેમ્પસ ગાંધીનગર ખાતે ખસેડવાના છે, તો સરકારના કરોડો રૂપિયા નું શું થશે ?

દિક્ષિત ઠકરાજ
First published: April 16, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर