Home /News /ahmedabad /GTUના અધ્યાપકના 4 વર્ષના સંશોધન બાદ ખુલાસો, ફાર્મા પ્રોડક્ટ્સમાં વપરાતું પ્લાસ્ટિક માણસને નપુંસક બનાવી શકે

GTUના અધ્યાપકના 4 વર્ષના સંશોધન બાદ ખુલાસો, ફાર્મા પ્રોડક્ટ્સમાં વપરાતું પ્લાસ્ટિક માણસને નપુંસક બનાવી શકે

આ સંશોધનની પેટન્ટ ભારત સરકાર દ્વારા 20 વર્ષ માટે મંજુર કરવામાં આવી છે.

જીટીયુ જીએસપીના અધ્યાપક ડો. કશ્યપ ઠુંમર દ્વારા  4 વર્ષ સુધી સંશોધનન કરવામાં આવ્યું છે. આ સંશોધનની પેટન્ટ ભારત સરકાર દ્વારા 20 વર્ષ માટે મંજુર કરવામાં આવી છે. 

અમદાવાદ: ફાર્મા પ્રોડક્ટ્સ (Pharma Products)માં વપરાતાં પ્લાસ્ટિકના કારણે હોર્મોન્સનું અસંતુલન (Hormone Imbalance Due to Plastic), નંપુસકતા, પાચનતંત્ર અને કેન્સર જેવા રોગોનો ભોગ બની શકાય છે. જીટીયુ (GTU) જીએસપીના અધ્યાપક ડો. કશ્યપ ઠુંમર દ્વારા  4 વર્ષ સુધી સંશોધનન કરવામાં આવ્યું છે. આ સંશોધનની પેટન્ટ ભારત સરકાર દ્વારા 20 વર્ષ માટે મંજુર કરવામાં આવી છે.

થોડા સમય પહેલા જ કેન્દ્ર સરકાર દ્વારા સીંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પર્યાવરણની ઇકો સિસ્ટમને જાળવી રાખવા માટે રોજિંદા જીવનમાં પણ પ્લાસ્ટિકનો નહિવત ઉપયોગ થાય તે દરેકની મૂળભૂત ફરજ છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા પણ વ્યવહારિક જીવનમાં પ્લાસ્ટિકથી મુક્તિ મેળવવા માટે અનેક પ્રકારના રિસર્ચ અને ઇનોવેશન કરવામાં આવે છે. ફાર્મા પ્રોડક્ટ્સમાં વપરાતા પ્લાસ્ટિક અંગે જીટીયુ સંચાલિત ગ્રેજ્યુએટ સ્કુલ ઓફ ફાર્મસીના અધ્યાપક ડો. કશ્યપ ઠુમ્મરે જીટીયુના કુલપતિ પ્રો. ડો. નવીન શેઠના માર્ગદર્શન હેઠળ  ફાર્મા પ્રોડક્ટસની પેકેજીંગમાં વપરાતા પ્લાસ્ટિક અંગે સંશોધન કર્યું છે.

આ પ્લાસ્ટિક સમયાંતરે પ્રોડક્ટમાં ભળી જવા અંગેના સંશોધનની પેટન્ટ ભારત સરકાર દ્વારા 20 વર્ષ માટે મંજુર કરવામાં આવી છે. આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડો. નવીન શેઠે જણાવ્યું હતું કે, ફાર્મા પ્રોડક્ટસ અને રોજિંદા જીવનમાં પણ પ્લાસ્ટિકનો જરૂર કરતા વધારે ઉપયોગ ટાળવો જોઈએ, જેથી પ્લાસ્ટિક દ્વારા થતી આડ અસરોને ટાળી શકાય. આ સંદર્ભે તેઓએ જણાવ્યું હતું કે, ફાર્મા પ્રોડક્ટસના પેકેજીંગમાં વપરાતા પ્લાસ્ટિક કન્ટેનરમાંથી પ્રોડક્ટસમાં ભળતા પ્લાસ્ટિકનું પ્રમાણ હાઈ પરફોર્મન્સ થીન લેયર ક્રોમેટોગ્રાફી ટેક્નિક (HPTLC) દ્વારા શોધવામાં આવ્યું છે.

આ પણ વાંચો- સુરતમાં મનપાની શાળામાં વિદ્યાર્થીને નગ્ન કરી યૌનશોષણના મામલે આચાર્યની અટકાયત

ગ્લોબલ રિસર્ચ દ્વારા જાણવા મળે છે કે પ્લાસ્ટિક જો આપણા શરીરમાં લાંબો સમય સુધી સંપર્કમાં રહે તો પ્લાસ્ટિક દ્વારા વિવિધ આડ અસરો જોવા મળે છે. જેમ કે હોર્મોનનું અસંતુલન નંપુસકતા, પાચનતંત્ર અને કેન્સર જેવા જીવલેણ રોગો પણ થઈ શકે છે. ફાર્મા પ્રોડક્ટસના પેકેજીંગ માટે વપરાતા પ્લાસ્ટિક અને તેની પ્રોડક્ટસ ઉપર સંશોધન કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે, કોઈ પણ દવાનું પેકેજીંગ બદલાતા વાતાવરણથી પ્રોડક્ટ્સનું રક્ષણ કરે છે. પરંતુ જો પેકેજીંગમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરેલો હોય તો, એ પ્લાસ્ટિક તેમાં રહેલી પ્રોડક્ટસમાં સમયાંતરે ભળી જાય છે. જેથી આ પ્રોડક્ટસનો ઉપયોગ કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે.

આ પણ વાંચો- કિયારા અડવાણી બર્થ ડે સેલિબ્રેટ કરવા બોયફ્રેન્ડ સિદ્ધાર્થની સાથે દુબઈ પહોંચી!

આ સંશોધન દ્વારા સરળ, ઝડપી અને ઓછા ખર્ચમાં પ્રોડક્ટમાં રહેલું પ્લાસ્ટિક કન્ટેન્ટનું પ્રમાણ HPTLC ટેકનીકથી જાણી શકાય છે જેને ભારત સરકારના પેટન્ટ વિભાગ દ્વારા મંજૂર કરીને 20 વર્ષ માટે આ પેટન્ટ જીટીયુને મંજૂર કરવામાં આવી છે. આ રીસર્ચ અર્થે ડો ઠુમ્મર અને જીટીયુના કુલપતિને જર્મની દ્વારા પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.
Published by:Rakesh Parmar
First published:

Tags: Ahmedabad news, Environment, Gujarati news, Plastic ban