Home /News /ahmedabad /અમદાવાદ: પેપરલીકને લઈ વિવાદમાં રહેલી હેડકલાર્કની 20મીએ પરીક્ષા: તંત્ર બન્યું સતર્ક

અમદાવાદ: પેપરલીકને લઈ વિવાદમાં રહેલી હેડકલાર્કની 20મીએ પરીક્ષા: તંત્ર બન્યું સતર્ક

પ્રતીકાત્મક તસવીર

Ahmedabad News : હેડ કલાર્કની પરીક્ષાને લઈ કોઈ ગરબડ ન થાય તેને લઈ તંત્ર સતર્ક બન્યું.

અમદાવાદ: વર્ષ 2021ના વર્ષમાં પેપરલીક (head clerk paper leak) થવાના કારણે સૌથી વિવાદાસ્પદ રહેલી ગૌણસેવા પસંદગી મંડળની (Gaun Seva Pasandgi Mandal GSSSB) પરીક્ષા આગામી 20મી માર્ચના રોજ યોજાવાની છે. હેડ કલાર્કની પરીક્ષાને લઈ કોઈ ગરબડ ન થાય તેને લઈ તંત્ર સતર્ક બન્યું છે. એ પરીક્ષા યોજાય એ પહેલાં અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ જ્યાં આ પરિક્ષાના કેન્દ્ર પર પરીક્ષા યોજાવાની છે તે તમામ શાળા આચાર્યની બેઠક બોલાવી છે. આ પરીક્ષામાં કોઈ ગરબડ ના થાય અને તમામ વ્યવસ્થા સાથે પરીક્ષા લેવાય તેનું આયોજન કરવા 163થી વધુ પરીક્ષા કેન્દ્રના આચાર્યોને ભેગા કરી પરીક્ષામાં કોઈ ખામી ન રહી જાય તેની સમજ આપવામાં આવશે.

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી 20 માર્ચના રોજ વિવિધ ખાતાઓની કચેરીમાં હેડ ક્લાર્કની ભરતી માટે પરીક્ષા યોજાવાની છે. 182 જગ્યા માટે 2 લાખ 40 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપવાના છે. જોકે આ પરીક્ષા પહેલા અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ આજે સવારે સેન્ટ ઝેવિયર્સ લોયલા હોલ, નવરંગપુરામાં હેડ કલાર્ક વર્ગ - 3 પરીક્ષાલક્ષી જરૂરી માર્ગદર્શન અને તાલીમ માટે બેઠક બોલાવી છે.

આ પણ વાંચો - Teachers Shortage: રાજ્યમાં 700 પ્રાથમિક શાળાઓમાં એક જ શિક્ષક, સૌથી વધુ શાળાઓ કચ્છ જિલ્લાની

શાળાઓના આચાર્યને  સ્થળ સંચાલક તરીકે નિમણુંક આપવામાં આવી છે.  પરીક્ષા કેન્દ્ર ખાતે પરીક્ષાના દિવસે લોહીના સંબંધ ધરાવનાર ઉમેદવાર પરીક્ષામાં બેસનાર નથી તેવા કર્મચારીઓની નિમણુક કરવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત પરીક્ષામાં રહેનાર જરૂરી સ્ટાફની વિગતોની હાર્ડ કોપી ક્યાં અધિકારીઓને પહોંચાડવી તેની વિગતો આપવામાં આવશે.

આ પણ વાંચો - Cyber Crime: GRINDR APP મારફતે યુવકોનો સંપર્ક કરવો પ્રોફેસરને પડ્યો ભારે, યુવકોએ માર મારી રૂપિયા 5 લાખ પડાવ્યા 

મહત્વનું છે કે, ગત 12 ડિસેમ્બર 2021ના રોજ લેવાયેલી હેડકલાર્કની પરીક્ષા પેપરલીક કાંડને લઈ વિવાદમાં સપડાઈ હતી. આ પેપરલીક કાંડના તાર સાબરકાંઠાના હિંમતનગર પ્રાંતિજ સુધી પહોંચ્યા હતા. અને વારંવાર પેપરલીકની ઘટનાઓને પગલે સરકાર બેકફૂટ પર આવી ગઈ હતી. અને ઉમેદવારોએ પણ ભારે હોબાળો મચાવ્યો હતો.

ભારે વિવાદ અને વિરોધ બાદ આ પરીક્ષા રદ કરવામાં આવી હતી. એટલુંજ નહિ હાલમાં જ આસિત વોરાનું ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન પદેથી રાજીનામુ પણ લઈ લેવાયું હતું. આ  પરીક્ષા આગામી 20 માર્ચે લેવામાં આવશે. આ પરીક્ષાને લઈ તંત્ર વધુ સતર્ક બન્યું છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: GSSSB, Gujarat Education, અમદાવાદ, ગુજરાત