અમદાવાદ : રાજ્યમાં (Gujarat) બિનસચિવાલય ક્લાર્કની (GSSSB Bin Sachivalay Clerk Exam) પરીક્ષા યોજાઈ છે. જેમાં રાજ્યના 32 જિલ્લામાં 3243 કેન્દ્રો પર બિન સચિવાલય ક્લાર્ક પરીક્ષા ઉમેદવારો આપી છે. છેલ્લા ત્રણ વર્ષથી બિનસચિવાલયની પરિક્ષાની કોઈને કોઈ કારણ સર રદ થતી હતી ત્યારે ગાંધીનગર જિલ્લામાંથી આવેલા 42 વર્ષીય મહિલા ઉમેદવાર પરીક્ષા આપવા પહોંચ્યા હતા. કોરોનાના કારણે વયમર્યાદામાં મળેલી છૂટછાટના કારણે 42 વર્ષે પરીક્ષા આપવા આવેલા મહિલા ઉમેદવારએ સરકારી નોકરી મળે તેવી આશા વ્યક્ત કરી છે. ત્રણ વર્ષ બાદ યોજાયેલી બિનસચિવાલય પરીક્ષાને લઈ ઉમેદવારઓ ખૂબ જ અશાસ્પદ છે.
જેમાં ગાંધીનગરથી આવેલા દક્ષાબેન મકવાણા 10 વર્ષથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હતા. જેઓ 42 વર્ષે પણ પરીક્ષા આપવા પહોંચ્યા હતા. જેઓએ જણાવ્યું કે, આટલા વર્ષે પરીક્ષા લેવાઈ રહી છે ત્યારે પરિક્ષાનું પરિણામ સારું આવવું જોઈએ. પેપર ફૂટવાની જે ઘટના બને છે તે ન બનવી જોઈએ. તેમજ પરિણામ ઝડપથી આવવું જોઈએ. હું છેલ્લા દસ વર્ષથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરું છું.
દક્ષાબેન મકવાણા
અત્યારસુધીમાં હાયર સેકન્ડરી, ટાટ , ટેટ કંડકટર પરીક્ષા આપી છે. બિનસચિવાલયની ત્રીજીવાર પરીક્ષા આપું છું. અગાઉ 2 વાર રદ થઈ હતી. મારા પતિ પ્રાઇવેટ જોબ કરે છે. એક ચાર વર્ષની બેબી અને એક ત્રણ વર્ષનો બાબો છે. કોરોનાના કપરા કાળમાં સરકારી જોબ મળી જાય તેવી આશા છે.
તો બીજીતરફ દાહોદથી આવેલા દિવ્યાંગ ઉમેદવાર મનહર સંગાડા બિનસચિવાલય પરીક્ષા આપવા પહોંચ્યા હતા. તેઓ બીજીવાર પરીક્ષા આપી રહ્યા છે. તેઓએ જણાવ્યું કે, પરિવારજનો મજૂરી કરે છે. સરકાર દ્વારા દિવ્યાંગોને પૈસા અપાય તેમાંથી પરીક્ષાની તૈયારી કરે છે. હું પાંચ વર્ષથી તૈયારી કરું છું અને અત્યાર સુધીમાં સાત જેટલી સ્પર્ધાત્મક પરીક્ષા આપી છે. DGVCL પરીક્ષા પણ આપી હતી.
મહત્વનુ છે કે, બિનસચિવાલયની પરીક્ષા સાથે અનેક ઉમેદવાર ત્રણ વર્ષે પણ પરીક્ષા લેવાઈને પરિણામ ઝડપથી જાહેર કરી નોકરીના નિમણૂક આપી દે તેવી આશા ઉમેદવારઓએ વ્યક્ત કરી છે.