અમદાવાદ: તહેવારોમાં બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન મુસાફરોની ભીડ વધી જાય છે. મુસાફરોને વતન પહોંચવા માટે સમયસર બસ મળી રહે તે માટે એસટી નિગમ વધારાની 1200 બસ દોડાવશે. દ્વારકા, ડાકરો તરફ જવાનો પણ ટ્રાફિક વધી જાય છે. તેમજ અમદાવાદ વિભાગની 330, સુરતની 466, રાજકોટની 386, વડોદરાની 315 બસો વધારાની દોડાવશે. તમામ ડિવિઝન સૂચના આપવામાં આવી છે તહેવાર દરમિયાન મુસાફરો વધી જાય તો એક્સ્ટ્રા બસ દોડાવી અને મુસાફરોને સમયસર વતન પહોંચાડવા માટે એસટી નિગમ સજ્જ બન્યું છે.
ચાલુ વર્ષે એસટી નિગમ દ્વારા 2 માર્ચથી 7 માર્ચ સુધી હોળી-ધૂળેટીના તહેવારો દરમ્યાન દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર જિલ્લા તરફના મુસાફરોના ટ્રાફિક પહોંચી વળવા માટે કુલ 4300 ટ્રીપોનું સંચાલન કરવામાં આવશે.
એસટી નિગમ દ્વારા દ્વારકામાં હોળી-ધૂળેટીના તહેવાર દરમિયાન ઉજવાતાં ફૂલડોલ ઉત્સવ માટે જામનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, સોમનાથ ખાતેથી અંદાજીત કુલ -200 જેટલી ટ્રીપોનું સંચાલન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
ડાકોર ખાતે હોળી-ધુળેટીના તહેવાર દરમિયાન વડોદરા, નડિયાદ, અમદાવાદ, ગોધરા ખાતેથી વધારાના મુસાફર પ્રમાણને પહોંચી વળવા માટે અંદાજીત કુલ - 2500 જેટલી એક્સ્ટ્રા સંચાલન હાથ ધરવાનું આયોજન કરવામાં આવેલ છે. હોળી ધૂળેટી, ફૂલ ડોલ ઉત્સવ, ડાકોર ખાતે મળી અંદાજીત કુલ 7000 જેટલી વધારાની ટ્રીપોનું સંચાલન કરવામાં આવેલ છે.
એસટી નિગમ દ્વારા દરેક તહેવારમાં વધારાની બસ દોડાવે છે. ગત વર્ષના હોળી-ધૂળેટીના તહેવારો દરમ્યાન ૬૪૯૧ જેટલી એક્સ્ટ્રા ટ્રીપોનું સંચાલન કરવામાં આવ્યું હતું. વધારાની બસમાં 3 લાખ જેટલા મુસાફરો લાભ લીધો હતો. એસટી નિગમે 11 લાખ 25 હજારથી વધુ કિલોમીટરનું સંચાલન કર્યું હતું. જેના કારણે 3 કરોડ 54 લાખ કરતા વધુ આવક એસટી નિગમને થઈ હતી.