Home /News /ahmedabad /

ઓગસ્ટની રજાઓમાં ફરવા માટે ST બસનું આગોતરું આયોજન, વધારાની બસો દોડાવશે

ઓગસ્ટની રજાઓમાં ફરવા માટે ST બસનું આગોતરું આયોજન, વધારાની બસો દોડાવશે

જીએસઆરટીસી

Gujarat latest news: તમામ ડેપો મેનેજરને સૂચનાઓ આપવામાં આવી છે કે, પ્રવાસીઓને ધસારાને ધ્યાન રાખી એકસ્ટ્રા બસનું સંચાલન કરવામાં આવે જેના કારણે પ્રવાસીઓને સરળતાથી બસ મળી રહે

અમદાવાદ : ઓગસ્ટ મહિનામાં જાહેર (August leave) રજાને લઈ લોકો ફરવા જવા માટે પ્લાન બનાવી રહ્યા છે. લોકો ફરવા જાય ત્યારે ટ્રાન્સપોર્ટ (transport) સુવિધા સારી મળી રહે તે માટે એસટી નિગમ (ST Nigam) દ્વારા પણ આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. તમામ ડેપોમાંથી પ્રવાસીઓના ધસારાને ધ્યાને રાખીને વધારાની બસ દોડાવવામાં આવશે. રક્ષાબંધન, જન્માષ્ટમી, લોક મેળામાં જતા મુસાફરો માટે એસટી નિગમ વિશેષ આયોજન કર્યું છે. જોકે, તહેવારોમાં પ્રવાસીઓના ધસારાને જોઈને તો ખાનગી બસોમાં ભાડા વધારી દેતા હોય છે. ત્યારે એસટી નિગમની બસમાં પ્રવાસીઓને સસ્તી અને સલામત મુસાફરી કરી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

જન્માષ્ટમીના તહેવારમાં સૌરાષ્ટ્ર તરફ જવા માટેનો પ્રવાસીઓનો ધસારો વધી જતો હોય છે. ત્યારે સસ્તી,સલામતીની મુસાફરોને લાભ મળી રહે તે માટે એસટી નિગમ દ્વારા તમામ ડેપો મેનેજરને સૂચના આપવામાં આવી છે. તહેવારોમાં દર વર્ષે મુસાફરોનો ધસારો વધી જતો હોય છે. ત્યારે દર વર્ષના ડેટાનો અભ્યાસ કરી આગોતરું આયોજન કરવા માટે સૂચના આપવામાં આવી છે.

7 ઓગસ્ટથી 21 ઓગસ્ટ દરમિયાન એકસ્ટ્રા બસનું આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. એસટી નિગમના સચિવ કે ડી દેસાઈ ન્યુઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, રક્ષાબંધનનો તહેવાર જન્માષ્ટમી જાહેર રજાઓ અને લોકમેળો અને ધ્યાને રાખી એસટી નિગમ દ્વારા એક્સ્ટ્રા બસ ચલાવવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

શ્રાવણ માસમાં આ વૃદ્ધનો આઇડિયા જાણીને તમે પણ થઇ જશો ખુશ

તમામ ડેપો મેનેજરને સૂચનાઓ આપવામાં આવી છે કે, પ્રવાસીઓને ધસારાને ધ્યાન રાખી એકસ્ટ્રા બસનું સંચાલન કરવામાં આવે જેના કારણે પ્રવાસીઓને સરળતાથી બસ મળી રહે સાથે જ એક્સ્ટ્રા સંચાલન કરવાનું છે. જેને લઇ ડેપો મેનેજરને પણ હેડ ક્વાર્ટર ન છોડવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.

ગુજરાતના જાણીતા મહંત લાલબાપુએ લમ્પી વાયરસનો જણાવ્યો દેશી અકસીર ઉપાયનો દાવો

તેમન ગ્રુપમાં ટિકિટ બૂક કરવો છો અને રિર્ટન ટિકિટ  સાથે બુક કરવી લો છો તો 10 ટકા ડિસ્કાઉન્ટ પણ મળશે. અમદાવાદ વડોદરા સુરત રાજકોટ સહિતના ડિવિઝનોમાંથી વધારાની બસ દોડાવવા માટેનું વિશેષ આયોજન કરી દેવામાં આવ્યું છે મહાનગરો, જીલ્લા મથકો, તાલુકા મથકોને જોડતી સર્વિસોની પીકઅવર્સ દરમિયાન ફ્રિકવન્સી વધારવા સૂચના આપવામાં આવી છે. તેમજ ટ્રાફિક સુપરવાઇઝરોની અગત્યના પોઈન્ટ ફરજપર હાજર રહેશે.

તેમજ ડેપો કંટ્રોલપોઈન્ટ ખાતેના ટી.સી. દ્વારા મુસાફર ધસારાને ધ્યાને લઇ જરૂર પડ્યે એક્સ્ટ્રા વાહનની જરૂરિયાત માટે ડેપો મેનેજર પરામર્શમાં રહી તાત્કાલિક કાર્યવાહી કરવી સૂચના આપવામાં આવી છે. મહત્તમ ઓનલાઈન બુકિંગ થતી સર્વિસોના રૂટ પર એક્સ્ટ્રા સર્વિસ ઓનલાઈન રીઝર્વેશન માટે ઉપલબ્ધ કરાવવા પણ સૂચના આપવામાં આવી છે.જેના કારણે મુસાફરોને સરળતાથી બસ મળી રહે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: GSRTC, અમદાવાદ, ગુજરાત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन