Home /News /ahmedabad /

અમદાવાદના ધો-10ના તેજસ્વી તારલા: હીરાઘસુના દીકરાને IITમાં એન્જીનિયરિંગ કરવાની ઈચ્છા

અમદાવાદના ધો-10ના તેજસ્વી તારલા: હીરાઘસુના દીકરાને IITમાં એન્જીનિયરિંગ કરવાની ઈચ્છા

ધો.10માં ચમકેલા તારલાઓ

GSEB SSC Result 2022: બાપુનગર વિસ્તારમાં રહેતા અને રત્ન કલાકાર તરીકે વ્યવસાય કરતા રમેશભાઈ સખવાળાના પુત્ર વૈભવે 94% મેળવ્યા છે, અને 99.50 પર્સેન્ટાઇલ મેળવ્યા છે.

અમદાવાદ: "અડગ મનના માનવીને પહાડો પણ નડતા નથી..." આ ઉક્તિને ધોરણ 10ના તેજસ્વી તારલાને સાર્થક કરી છે. તારલાઓમાં કેટલાક એવા વિધાર્થીઓ છે જેઓએ મુશ્કેલીઓને મ્હાત આપી અમદાવાદ (Ahmedabad) અને ગુજરાત (Gujarat)નું નામ રોશન કર્યું છે. હીરા ઘસી પરિવારનું ગુજરાન ચલાવનાર અને દૂધની ફેરી કરનાર અને કાર્પેન્ટરના સંતાન બોર્ડમાં અવ્વલ રહ્યા છે. રાજ્યમાં ધોરણ 10નું 65 ટકા આસપાસ પરિણામ (GSEB SSC Result 2022) રહ્યું છે. આ પરિણામમાં કેટલાક મધ્યમ વર્ગના વિધાર્થી એવા પણ છે, જેઓ મુશ્કેલીને અવગણીને આગળ વધ્યા છે. એમાનો જ એક જય ગજ્જર (Jay Gajjar) છે. જયના પિતા કાર્પેન્ટર છે, જ્યારે માતા ઘરે ભરતકામ કરે છે. પરિવારની આટલી તકલીફ છતાં જય ગજ્જરે ધોરણ 10માં 78 % અને 88.33 પરસેટાઈલ મેળવ્યા છે.

જયનું ધ્યેય સોફ્ટવેર એન્જીનિયર બનવાનું છે. બાપુનગર વિસ્તારમાં રહેતા અને રત્ન કલાકાર તરીકે વ્યવસાય કરતા રમેશભાઈ સખવાળાના પુત્ર વૈભવે 94% મેળવ્યા છે, અને 99.50 પર્સેન્ટાઇલ મેળવ્યા છે. કોરોનામાં એક સમયે કારખાનાઓ બંધ થઈ જતા કામ મળવાનું બંધ થઈ ગયું હતું. માતાએ સિલાઈકામ કરી પરિવારને સાંભળ્યો અને વૈભવને ભણવામાં કોઈ કચાશ ન રાખી. વૈભવ રોજ 8થી 10 કલાક વાંચન કરતો. વૈભવને આગળ વધી CA કરવાની ઈચ્છા છે.

આ પણ વાંચો:  સુરતની આશાદીપ સ્કૂલના વિદ્યાર્થીઓનો ડંકો

એવી જ રીતે બાપુનગરની જયેશ સ્કૂલનો વિધાર્થી દીપ શૈલેષભાઇ ચોવટિયા કે જેણે  96% અને 99.90 પર્સેન્ટાઇલ મેળવ્યા છે. તેના પિતા દૂધની ફેરી કરે છે અને માતા સિલાઈકામ કરે છે. દીપની ઈચ્છા સાયન્સ સ્ટ્રીમમાં જવાની અને  એન્જીનિયરિંગમાં આગળ વધવાની છે.

આ જ રીતે આર્યન વિનોદભાઈ સાવલિયાએ 96% અને  99.90 પરસેન્ટઇલ મેળવ્યા છે.  આર્યનને આગળ IIT એન્જીનિયરિંગ કરવું છે. જે માટે અત્યારેથી તૈયારી શરૂ કરી દીધી છે.  તેના પિતા હીરા ઘસે છે. માતા સીલાઈકામ કરે છે. મુશ્કેલીઓ સામનો કરી આ વિધાર્થીઓ ધોરણ 10માં ટોપ કર્યું છે.

આ પણ વાંચો: આ વર્ષે 12 આની ચોમાસું રહેવાનું વર્ષા વિજ્ઞાન પરિસંવાદનું અનુમાન

ધોરણ-10નું 65.18% પરિણામ


ધોરણ-10ની પરીક્ષા (GSEB Result 10th Exam) આપનારા લાખો વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવી ગયો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) તરફથી ધોરણ-10નું પરિણામ (10th result declare) જાહેર કરી દેવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટપરથી પરિણામ જાણી શકે છે. એક અંદાજ પ્રમાણે નવ લાખથી વધારે વિદ્યાર્થીઓએ ધોરણ-10ની પરીક્ષા આપી હતી.

ઘર બેઠા પરિણામ જાણવા માટે વિદ્યાર્થીઓએ બોર્ડની વેબસાઇટ પર જઈને પોતાનો બેઠક નંબર દાખલ કરવાનો રહેશે. જોકે, માર્કશીટ માટે વિદ્યાર્થીઓએ હજુ થોડી રાહ જોવી પડશે. બોર્ડ તરફથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે આ વર્ષે કુલ 7,72,771 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી 5,03,726 વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ વર્ષે કુલ સરેરાશ પરિણામ 65.18% ટકા આવ્યું છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: 10TH RESULT, Board Result, Examination, GSEB

આગામી સમાચાર