Home /News /ahmedabad /ધોરણ 10 અને 12ના વિધાર્થીઓ માટે આ જાણવું જરૂરી, જાણો બોર્ડની પરીક્ષામાં ટોપર્સ થવા શુ કરશો?
ધોરણ 10 અને 12ના વિધાર્થીઓ માટે આ જાણવું જરૂરી, જાણો બોર્ડની પરીક્ષામાં ટોપર્સ થવા શુ કરશો?
પરીક્ષાની તૈયારી કરવાની રીત
GSEB board Exam: આગામી માર્ચ મહિનામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આવી રહી છે. ત્યારે વિધાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે રાત થોડીને વેશ જાજા જેવી સ્થિતિ છે. જો કે યોગ્ય દિશામાં અને પ્લાનિંગથી મહેનત કરવામાં આવે તો વિધાર્થી ધાર્યું પરિણામ મેળવી શકે છે.
અમદાવાદ: આગામી માર્ચ મહિનામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આવી રહી છે. ત્યારે વિધાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે રાત થોડીને વેશ જાજા જેવી સ્થિતિ છે. જો કે યોગ્ય દિશામાં અને પ્લાનિંગથી મહેનત કરવામાં આવે તો વિધાર્થી ધાર્યું પરિણામ મેળવી શકે છે ત્યારે અહીં વિધાર્થીઓ માટે છે કેટલીક એવી વિગત જે વિધાર્થીઓને ઉત્તીર્ણ થવા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. જેથી તે આ પરીક્ષામાં પાસ થઈ શકે અને સાથે સાથે ધાર્યા પરિણામ પણ લાવી શકે છે.
વિદ્યાર્થીને પોતાનું સેલ્ફ એસેસમેન્ટ જ કામ આવે છે
આમ તો કોઈ પણ પરીક્ષામાં પાસ થવા માટે વ્યક્તિને પોતાનું સેલ્ફ એસેસમેન્ટ જ કામ આવે છે. એટલે વિધાર્થીઓએ પરીક્ષા પહેલા જાત નિરીક્ષણ કરી લેવું જોઈએ. એટલું જ નહીં નિષ્ણાતોના મતે વિધાર્થીઓને બોર્ડ એકઝામ યોજાય તે પહેલા મોક ટેસ્ટ આપવી જોઈએ. આવી પરીક્ષાને પ્રિ-ટેસ્ટ પણ કહેવામાં આવે છે. જેથી વિધાર્થીઓએ તૈયારી કરી આવી મોક ટેસ્ટ આપવી જોઈએ. વિધાર્થી બોર્ડની પરીક્ષાની તૈયારી કરે છે તેણે પહેલા જે તે વિષયનું પુરતું વાંચન કરી લેવું જોઇએ ત્યાર બાદ જેમ પરીક્ષા ખંડમાં પરીક્ષા આપતા હોય તે રીતે ત્રણ કલાકમાં પેપર પૂરું કરવાની પ્રેક્ટિસ કરવી જોઈએ.
આ પ્રકારની પ્રેક્ટિસ જેટલી વધારે કરવામાં આવે તેટલો વિધાર્થીનો કોન્ફિડન્સ વધે છે. તે પરીક્ષા આપવા માટે ટેવાય છે. જે તેને બોર્ડની પરીક્ષા આપવા માટે ઉપયોગી સાબિત થાય છે. આ પ્રકારની પ્રેક્ટિસ જો ન કરી હોય તો ઘણીવાર વિધાર્થીઓ નર્વસ થઈ જતા હોય છે અને પરીક્ષા આપતા સમયે ભૂલ કરી બેસતા હોય છે. આ ઉપરાંત જુદીજુદી શાળાઓ પરીક્ષા માટે પેપર કાઢતી હોય છે. અને તેમાંય જે શાળાનું પાછલા વર્ષોમાં પરિણામ ઊંચું આવ્યું છે એવી શાળાઓની પેપરસ્ટાઈલનો અભ્યાસ વિધાર્થીઓએ કરવો જોઈએ. જેથી કરીને પરિક્ષાને લગતો એક પણ મુદ્દો છૂટી ન જાય.
મહત્વનું છે કે, પાછલા બે વર્ષમાં કોરોનાના કારણે મોટાભાગના વિધાર્થીઓના અભ્યાસ પર અસર થઈ છે. તેથી જો આ પ્રકારની પ્રેક્ટિસ વિધાર્થીઓ કરશે તો તેણે પોતે અભ્યાસમાં કેટલું ગ્રહણ કર્યું છે, તેનો તો ખ્યાલ આવશે. અને તે દિશામાં તે મહેનત કરશે તો તેનું પરિણામ સુધરશે. વિદ્યાર્થી પરીક્ષાની તૈયારી કરવા માટે ઘણી રીતો અપનાવતા હોય છે. પણ તેમાં ખાસ જરૂરી છે, કે વિદ્યાર્થી પોતાની જાત પર વિશ્વાસ રાખે. આ સાથે સાથે તે તૈયારીમાં પોતાનું મન પરોવીને વાંચન કરે તે ખૂબ જ જરૂરી છે.