Home /News /ahmedabad /

ધોરણ 12 પરિણામ: કોરોનામાં પિતાની છત્રછાયા ગુમાવનાર હર્ષ CA બની પિતાની ઈચ્છા પૂરી કરશે

ધોરણ 12 પરિણામ: કોરોનામાં પિતાની છત્રછાયા ગુમાવનાર હર્ષ CA બની પિતાની ઈચ્છા પૂરી કરશે

હર્ષ

GSEB 12th Result 2022: હર્ષ જ્યારે ધોરણ 11માં હતો ત્યારે કોરોના સેકન્ડ વેવમાં પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. છતાં હર્ષે હિંમત હાર્યા વગર ધોરણ 12માં ટોપ કર્યું છે. હર્ષ હવે CA બની પિતાની ઈચ્છા પૂરી કરવા ઈચ્છે છે. 

અમદાવાદ: "મંજિલ ઉસી કો મિલતી હૈ જિનકે સપનોમે જાન હોતી હૈ. સર્ફ પંખ હોને સે કુછ નહિ હોતા, હોંસલો સે ઉડાન હોતી હૈ..." આ પંક્તિને સાર્થક કરીને કેટલાક તેજસ્વી તારલાઓએ ખૂબ જ મુશ્કેલી ભરી પરિસ્થિતિનો સામનો કરીને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ટોપ (12th result topper) કર્યું છે. હવે આ વિધાર્થીઓ ટોપ કરીને પોતાની મનગમતી કારકિર્દીની કેડી કંડારવા તૈયાર છે. એચ બી કાપડિયા સ્કૂલમાં અભ્યાસ કરતા હર્ષે (Harsh) ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 90% અને 99.03 પર્સેન્ટાઈલ મેળવ્યા છે.

કોરોના સેકન્ડ વેવમાં પિતા મૃત્યુ પામ્યા હોય તે વિધાર્થીની મનોદશા શુ હશે તે સરળતાથી સમજી શકાય તેમ છે. આવી જ સ્થિતિ હર્ષની હતી. હર્ષ જ્યારે ધોરણ 11માં હતો ત્યારે કોરોના સેકન્ડ વેવમાં પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. છતાં હર્ષે હિંમત હાર્યા વગર ધોરણ 12માં ટોપ કર્યું છે. હર્ષ હવે CA બની પિતાની ઈચ્છા પૂરી કરવા ઈચ્છે છે.



અન્ય એક વિધાર્થી અક્ષત રમેશભાઈ ચૌહાણ કે જેણે ધોરણ 12માં 92% અને 99.76 પરસેન્ટઇલ મેળવ્યા છે. તેના પિતા 25 વર્ષથી દરજીકામ કરે છે. અક્ષતના પિતા 9 પાસ અને માતા 12 ધોરણ સુધી ભણ્યા છે. જોકે, જીવનની અનેક મુશ્કેલીઓનો સામનો કરી માતાપિતાએ દીકરાને ભણાવ્યો છે. અક્ષતને MBA કરી બિઝનેસ મેનેજમેન્ટમાં કારકિર્દી બનાવવાની ઈચ્છા છે.





બીજી તરફ ઋત્વિક પંચાલ નામના વિધાર્થીએ ધોરણ 12માં 94.13 ટકા અને  99.95 પરસેન્ટઇલ મેળવ્યા છે. તેના પિતા મોટર પમ્પ ચલાવે છે, જ્યારે માતા અલગ અલગ ઘરોમાં જઈ ઘરકામ કરીને પરિવારનું ગુજરાન ચાલે છે. જોકે, ઋત્વિકને UPSC ક્લિયર કરી IAS બનવાની ઈચ્છા છે. જેની તૈયારી તેણે ધોરણ 10થી જ આરંભી દીધી છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 86.91 ટકા પરિણામ જાહેર થયું છે જેમાંના કેટલાક એવા તેજસ્વી તારલા જેઓએ મુશ્કેલીઓને અવગણી પોતાની કારકિર્દી તરફ આગળ વધ્યા છે.

3,37,540 વિદ્યાર્થીઓ નોંધાયા હતા


બોર્ડ તરફથી આપવામાં આવેલી સત્તાવાર માહિતી પ્રમાણે આ વર્ષે આ પરીક્ષામાં 3,37,540 નિયમિત ઉમેદવારો નોંધાયા હતા, જે પૈકી 3,35,145 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી 2,91,287 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. નિયમિત ઉમેદવારોનું પરિણામ 86.91% ટકા આવ્યું છે. જ્યારે અગાઉના વર્ષમાં ઉત્તીર્ણ ન થયા હોય તેવા પુનરાવર્તિત ઉમેદવારો તરીકે 32,143 ઉમેદવારો નોંધાયા હતા, તે પૈકી 30,014 ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 13,641 ઉમેદવાર સફળ થયા છે. પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ 45.45 % આવ્યું છે.

આ પણ વાંચો: કોમ્પ્યુટર વિષયમાં સૌથી વધારે વિદ્યાર્થીઓ નાપાસ

22,161 ખાનગી નિયમિત ઉમેદવાર


આ પરીક્ષામાં 22,161 ખાનગી નિયમિત ઉમેદવારો નોધાયા હતા, જે પૈકી 20,189 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમાંથી 9,877 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે. ખાનગી નિયમિત ઉમેદવારોનું પરિણામ 48.92 % આવ્યું છે. અગાઉના વર્ષમાં ઉત્તીર્ણ ન થયા હોય તેવા ખાનગી પુનરાવર્તિત ઉમેદવારો તરીકે 24,567 ઉમેદવારો નોધાયેલા હતા, તે પૈકી 22,851 ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 10,700 ઉમેદવાર સફળ થયા છે. આમ ખાનગી પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ 46.83% આવ્યું છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: 12th result, GSEB, GSEB Results 2022

આગામી સમાચાર