Home /News /ahmedabad /Ahmedabad: અમદાવાદના ગ્રીન કવરમાં વધારો થયો; પ્રદૂષણમાં ઘટાડો કરવા AMC એ બનાવ્યો ઓક્સિજન પાર્ક

Ahmedabad: અમદાવાદના ગ્રીન કવરમાં વધારો થયો; પ્રદૂષણમાં ઘટાડો કરવા AMC એ બનાવ્યો ઓક્સિજન પાર્ક

અમદાવાદનું ગ્રીન કવર 10 ટકાએ પહોચ્યું

કોર્પોરેશન દ્વારા અમદાવાદના થલતેજ વિસ્તારમાં પીપીપી ધોરણે 4200 ચોરસ મીટરમાં ફેલાયેલા ઓક્સિજન પાર્કનું લોકાર્પણ ગુજરાત રાજ્યના આરોગ્ય અને જળસંપત્તિ, પાણી પુરવઠા મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.અમદાવાદનું ગ્રીન કવર 10 ટકાએ પહોચ્યું.

વધુ જુઓ ...
    Parth Patel, Ahmedabad:  શહેરમાં દિવસેને દિવસે વધતાં વાહનવ્યવહારને કારણે હવાનું પ્રદૂષણ વધી રહ્યું છે. ત્યારે આ વધતા પ્રદૂષણમાં ઘટાડો કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદના થલતેજ વિસ્તારમાં પીપીપી ધોરણે 4200 ચોરસ મીટરમાં ફેલાયેલા ઓક્સિજન પાર્કનું લોકાર્પણ ગુજરાત રાજ્યના આરોગ્ય અને જળસંપત્તિ, પાણી પુરવઠા મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.

    ઈન્ટરનેશનલ ડે ઑફ ક્લીન એર ફોર બ્લૂ સ્કાઈઝ નિમિત્તે ઓક્સિજન પાર્કના લોકાર્પણ પ્રસંગે મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહ મંત્રી અને ગાંધીનગર-અમદાવાદ મતવિસ્તારના સાંસદ અમિતભાઈ શાહના માર્ગદર્શનથી અમદાવાદમાં ગ્રીન કવર વધે એવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

    AMC એ હવાની ગુણવત્તા સુધારવા માટે મિશન મોડ કામગીરી હાથ ધરી

    ઔદ્યોગિક વિકાસ અને વધતાં વાહનવ્યવહારને કારણે પ્રદૂષણના પડકાર સામે અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરની હવાની ગુણવત્તા સુધારવા માટે મિશન મોડ પર કામગીરી હાથ ધરવામાં આવી છે. તે અભિનંદનને પાત્ર છે. ઓક્સિજન પાર્ક કે અર્બન ફોરેસ્ટના નિર્માણ જેવા અમદાવાદ મહાનગરપાલિકાના પ્રયાસોનું અન્ય પાલિકાઓએ પણ અનુકરણ કરવા જેવું છે.

    આ પ્રસંગે મંત્રી એ અમદાવાદમાં ગ્રીન કવર વધારવાના પ્રયાસોને બિરદાવતા વધુ જણાવ્યું હતું કે વર્ષ 2012 માં અમદાવાદમાં ભૌગોલિક વિસ્તારના માત્ર 4.66 ટકા ગ્રીન કવર હતું. જેને 15 ટકા સુધી પહોંચાડવાના લક્ષ્ય સામે હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ અમદાવાદનું ગ્રીન કવર 10 ટકાએ પહોચ્યું છે.

    આ પણ વાંચો: આ કોલેજમાં શરૂ થશે ટ્રાવેલ એન્ડ ટુરીઝમ મેનેજમેન્ટનો નવો કોર્સ; આ રીતે કરો એપ્લાય

    અમદાવાદનું ગ્રીન કવર 10 ટકાએ પહોચ્યું

    શહેરી વિસ્તારમાં ઓક્સિજન પાર્કનું મહત્વ સમજાવતાં જણાવ્યું હતું કે ઓક્સિજન પાર્ક કે અર્બન ફોરેસ્ટને કારણે હવાની ગુણવત્તા સુધરે છે. આ સાથે સાથે ક્વોલિટી ઓફ લાઇફમાં પણ વધારો થયો છે. શહેરીજનોના સ્વાસ્થ્ય પર તેની સીધી સકારાત્મક અસરો જોવા મળી રહી છે. જેને અમદાવાદ પર્યાવરણીય પડકારો ઝીલવા સક્ષમ બન્યું છે.

    વધુમાં મંત્રી એ જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગની સમસ્યાની ચિંતા થઈ રહી હતી ત્યારે આ પડકારને નિવારવા માટે કેવાં પગલાં લેવાં ? કેવા પ્રયાસો કરવા જોઈએ ? એનું વિચારમંથન સૌથી પહેલા 2022 માં નરેન્દ્ર મોદીએ કરેલું અને સમગ્ર વિશ્વને ઉપાયો સૂચવ્યા હતા. વડાપ્રધાનના વિઝન અનુસાર જ ગુજરાતમાં ગ્લોબલ વૉર્મિંગને અટકાવવા માટે ગ્રીન કવર સહિતના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

    4200 ચોરસ મીટર વિસ્તારમાં 12,000 વૃક્ષો ઉછેરવામાં આવ્યાં

    આ પ્રસંગે મંત્રીએ લોકોને સામૂહિક મુસાફરી કરીને કે પછી જાહેર વાહનવ્યવહારનો ઉપયોગ કરીને શહેરમાં પ્રદૂષણ ઘટાડવામાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. તેમણે બિન પરંપરાગત અને પુનઃપ્રાપ્ય ઊર્જા સ્રોતને વિકસાવવા અને ક્લીન એનર્જીનો ઉપયોગ વધારવા પર ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમમાં BRTS નો મહત્તમ ઉપયોગ કરનારા 4 વિદ્યાર્થીઓને ઋષિકેશ પટેલ તથા મહાનુભાવોના હસ્તે સાઈકલ ભેટમાં આપીને પ્રોત્સાહિત કરાયા હતા.

    આ પણ વાંચો: શહેરમાં આ સ્થળો પર કરી શકાશે ગણેશ વિસર્જન; તમારા વિસ્તારમાં કેટલા વિસર્જન કુંડ જાણો અહી

    અત્રે ઉલ્લેખનીય છે કે થલતેજ વિસ્તારમાં હેબતપુર રેલવે ક્રોસિંગ પાસે 4200 ચોરસ મીટર વિસ્તારમાં 12,000 વૃક્ષો ઉછેરવામાં આવ્યાં છે. આ ઓક્સિજન પાર્કમાં મીયાવાકી પદ્ધતિથી નાનું પરંતુ ગાઢ વન તૈયાર કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં ગ્રીન કવર વિસ્તારવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મિશન મિલિયન ટ્રીઝ અભિયાન થકી છેલ્લાં વર્ષોમાં મોટા પાયે વૃક્ષારોપણ થઈ રહ્યું છે.

    અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં 128 ઓક્સિજન પાર્ક તૈયાર કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં અમદાવાદ શહેરના મેયર કિરીટભાઈ પરમાર, ડેપ્યૂટી મેયર ગીતાબહેન પટેલ, AMC ના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેર હિતેષભાઈ બારોટ, મ્યુનિસિપલ કમિશનર લોચન સેહરા સહિત AMC ના અધિકારીઓ, પદાધિકારીઓ તથા સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
    First published:

    Tags: Green cover, Oxygen Plants, Plants, અમદાવાદ