Home /News /ahmedabad /

તો ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓનો સમય સવારને બદલે બપોરે 11થી 5નો થશે? પરિપત્રથી વિવાદ થયો

તો ગુજરાતની ગ્રાન્ટેડ શાળાઓનો સમય સવારને બદલે બપોરે 11થી 5નો થશે? પરિપત્રથી વિવાદ થયો

પ્રતિકાત્મક તસવીર

Ahmedabad Education: વિવાદિત પરિપત્રથી 7હજારથી વધુ શાળાઓને થશે સીધી અસર થઇ શકે છે. રાજ્યમાં અનેક જગ્યાએ વિદ્યાર્થીઓ અને વાલીઓએ વિરોધ કર્યો છે.

અમદાવાદ: શિક્ષણ વિભાગ (Gujarat Education) દ્વારા પરિપત્ર થયા બાદ વિવાદ થાય તે નવું નથી. આવા વિવાદ અનેકવાર થઈ ચૂક્યા છે અને તેમાં વધુ એક ઉમેરો થયો છે. આ પરિપત્ર મુજબ ગ્રાન્ટેડ શાળાઓ (granted school timing in Gujarat) સમય  (school timing) ફરજિયાત સવારે 11થી 5નો કરવાનો આદેશ કરતાં વિવાદ સર્જાયો છે. શિક્ષણ વિભાગના આ પરિપત્રથી રાજ્યની 7 હજારથી વધુ ગ્રાન્ટેડ શાળાઓને સીધી અસર થશે. રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના સમય બદલવા મામલે વિવાદ સર્જાયો છે. રાજ્યના શિક્ષણ વિભાગે ગ્રાન્ટેડ શાળાઓના સમય ફેરફાર કરતાં સંચાલકો રોષે ભરાયા છે.

એક પરિપત્ર મારફતે તમામ ગ્રાન્ટેડ શાળાઓનો સમય સવાર પાળીને બદલે ફરજીયાત બપોરનો કરવાનો આદેશ કર્યો છે. આ પરિપત્રને કારણે રાજ્યમાં આવેલી 7620 ગ્રાન્ટેડ શાળાઓને સીધી અસર થઈ છે. બીજીતરફ આ પરિપત્રને લઈને રાજ્યમાં અનેક જગ્યાએ વિદ્યાર્થીઓ અને વાલીઓએ વિરોધ કર્યો છે. શિક્ષણ વિભાગે પરિપત્ર કરી તમામ ગ્રાન્ટેડ શાળાઓ સવારે 11થી સાંજે 5 વાગ્યા સુધી ચલાવવા આદેશ કર્યો છે.

શાળાઓમાં 27 કલાકનું શિક્ષણકાર્ય થાય તે માટે શિક્ષણ વિભાગે સમય 11થી 5નો કર્યો છે. સવારની પાળીમાં કોઈ શાળા ચાલતી હોય તો તે શાળાનો સમય બદલી તાત્કાલિક 11થી 5નો કરવાનો આદેશ કર્યો છે. જે શાળામાં પાળી પધ્ધતિ અમલમાં નથી તે શાળાઓ સવારની પાળીમાં ચલાવી શકાશે નહીં. જે શાળાઓમાં પ્રથમિક વિભાગ અને માધ્યમિક વિભાગ બંને હોય તો પ્રાથમિક વિભાગનો સમય સવારનો અને માધ્યમિક વિભાગનો સમય બપોરનો રાખવા આદેશ કરવામાં આવ્યો છે.

વડોદરા: ઘરમાં ઘૂસીને પાંચ મહિનાની બાળકીના માથે ભર્યા બચકાં

આ પહેલા શિક્ષણ વિભાગે વર્ષ-2000,  2012 અને 2014માં તમામ ગ્રાન્ટેડ શાળાઓનો સમય 11થી 5નો રાખવા પરિપત્ર કર્યો હતો. પરંતુ ઘણાં જિલ્લાઓ અને શહેરોમાં વાલીઓ અને સંચાલકોએ વિરોધ કરતાં પરિપત્ર રદ્દ કરીને શાળાના કલાકો પૂર્ણ થાય તે મુજબ શાળાનો સમય રાખવા પરિપત્ર કરવામાં આવ્યો હતો. હવે શિક્ષણ વિભાગે ફરીથી શાળાઓનો સમય ફરજિયાત 11થી 5નો કરતાં આ આદેશ સામે સંચાલકો હવે લડી લેવાના મૂડમાં છે.

સંબંધ રાખવાની ના પાડતા પૂર્વ પ્રેમીએ જ કર્યુ પ્રેમિકાનું અપહરણ

ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, સમયની મર્યાદા માત્ર ગ્રાન્ટેડ શાળાઓ માટે જ કેમ મુકવામાં આવી છે. સરકારી કે ખાનગી શાળાઓમાં પણ સમયનો અમલ થાય છે કે નહીં તેની તપાસ થવી જોઈએ. બોર્ડના વિનિમય કે કાયદામાં જોગવાઈ ના હોય અને 27 કલાકનું શિક્ષણકાર્ય જોઈતું હોય તો આવા સંજોગોમાં શહેર કે ગામની સ્થાનિક પરિસ્થિતિ મુજબ સંચાલકો શાળાનો સમય પોતાની રીતે ગોઠવી શકે છે.

ગ્રામ્ય વિસ્તારોમાં બાળકો ખેતીમાં મદદરૂપ થવા માટે શાળાએ જતા નથી હોતાં. આવા સંજોગોમાં વિદ્યાર્થીઓના લાભ માટે શાળાનો સમય સવાર કે બપોરનો કરી શકાય. સંચાલકોને સ્થાનિક પરિસ્થિતિ મુજબ શાળાનો સમય નક્કી કરવા દેવામાં આવે તેવી અમારી માંગ છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Gujarat Education, અમદાવાદ, ગુજરાત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन