Home /News /ahmedabad /અમદાવાદીઓ થઈ જાવ તૈયાર; જુના વાદ્યો અને લોકગીતો પર યોજાશે ભવ્ય રાસ ગરબા; જવાનું ચૂકી ન જતા

અમદાવાદીઓ થઈ જાવ તૈયાર; જુના વાદ્યો અને લોકગીતો પર યોજાશે ભવ્ય રાસ ગરબા; જવાનું ચૂકી ન જતા

લોકગીતોની હેલી સાથે ભવ્ય રાસ-ગરબાનું આયોજન કરાયું

નવલા નવરાત્રીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે અમદાવાદમાં સિંધુ ભવન ખાતે જુના ભારતીય વાદ્યો, જુના અને નવા ગરબાઓ તથા લોકગીતોની હેલી સાથે ભવ્ય રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.

  Parth Patel, Ahmedabad: ભારતમાં અનેક તહેવારો ઉજવાતા હોય છે. જેમાં નવરાત્રી પર્વને લઈને ખેલૈયાઓમાં ભાવ-ભક્તિ સાથે ગરબે ઝૂમવાની અનેકગણી લાગણી જોડાયેલી હોય છે. નવલા નવરાત્રીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે અમદાવાદમાં સિંધુ ભવન ખાતે જુના ભારતીય વાદ્યો, જુના અને નવા ગરબાઓ તથા લોકગીતોની હેલી સાથે ભવ્ય રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.

  જ્યારે વડોદરા શહેરમાં પણ આ પ્રકારનું આયોજન વર્ષોથી કરવામાં આવે છે. જેમાં દરરોજ હજારો યુવક-યુવતીઓ આ પ્રકારના ગરબામાં જોડાઈ માં ની ભક્તિમાં તલ્લીન થઈ જાય છે. જે સમગ્ર ગુજરાતમાં યુનાઈટેડ વે ઓફ બરોડા તરીકે પ્રસિદ્ધ છે. આ પ્રખ્યાત ગરબાના ગાયક કલાકાર અતુલ પુરોહિત દ્વારા ગરબાની રમઝટ બોલાવાતી હોય છે. આ પ્રકારનું આયોજન અમદાવાદમાં પણ ગાયક કલાકાર હાર્દિક દવે દ્વારા કરવામાં આવ્યું છે.

  પ્રાચીન નવરાત્રીની ભાવના ઉજાગર કરવા માટે આયોજકોએ નવશક્તિ નવરાત્રીનું આયોજન કર્યું

  ઉર્જાના વિવિધ સ્વરૂપો કે જેને આપણે વિવિધ માતાજીના નામ આપીએ છીએ. એને ઉજવવા અને આત્મસાત કરવાનો અવસર એટલે નવરાત્રી. પરંતુ જ્યારે નવરાત્રી હવે ધીમે ધીમે માત્ર ડાન્સ ફેસ્ટિવલ સુધી મર્યાદિત થઈને પોતાનું રૂપ બદલી ચુકી છે ત્યારે શું ફરીથી આ પર્વ પાછળ રહેલા મૂળ ભાવની તરફ જવાનો એક પ્રયાસ થઈ શકે ? તો આનો જવાબ છે. હા.ત્યારે આ પ્રાચીન નવરાત્રીની ભાવના ઉજાગર કરવા માટે આયોજકોએ ખાસ નવશક્તિ નવરાત્રીનું આયોજન કરી ખેલૈયાઓમાં ઉત્સાહને ઉજાગર કર્યો છે. અને આ ઉત્સવને ઉત્સવ ઉર્જાનો કહ્યો છે. જ્યાં ભાવથી ભેગા મળીને એક કલેકટિવ ઉર્જા અનુભવીએ આપણે સૌ આ અનુરૂપ વાતાવરણમાં જોડાઈએ તેવું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

  કેન્દ્ર સ્થાને નવદુર્ગાની મૂર્તિ તથા શ્રીયંત્ર રાખી વર્તુળમાં જ ગરબા ગવાતા હોય છે

  આ અંગે કલાકાર હાર્દિક દવે સાથે વાત કરતા જણાવ્યું કે ભપકાદાર નહીં પરંતુ મોહક અને વિચારપૂર્વકની સાજસજ્જા હોય. જેમાં ઇલેક્ટ્રિક વાદ્યોને બદલે ભારતીય વાદ્યો હોય. જુના અને નવા અસ્સલ ગરબાઓ અને લોકગીતોની હેલી હોય. ગુજરાતના દરેક પ્રાંતના લોકસંગીતની સરવાણી ફૂટતી હોય આ પ્રકારનું આયોજન અમદાવાદમાં લગભગ પહેલીવાર આટલા મોટા પાયે થઈ રહ્યું છે.  વિશેષમાં જણાવતા કહ્યું કે આ પ્રકારના ગરબામાં કેન્દ્રસ્થાને નવદુર્ગાની મૂર્તિ તથા શ્રીયંત્ર રાખી વર્તુળમાં જ ગરબા ગવાતા હોય છે. જેમાં ભાવ, ભક્તિ અને ઉલ્લાસને મધ્યમાં રાખતાં વ્યાવસાયિકતા દૂર ધકેલાઇ જાય છે. આ ગરબામાં આવીએ અને પાછા ફરીએ ત્યાં સુધીમાં અંદર કંઈક બદલાય, કંઈક રૂઝાય અથવા કંઈક ઉગે તેવું કંઈક થાય એવો આશય થાય છે.

  આ ગરબામાં જવા માટે પાસના કોઈ ભાવ રાખવામાં આવ્યા નથી. બસ પાસની જગ્યાએ લોકો ભાવ લઈને આવે તેવી આયોજક દ્વારા ઈચ્છા વ્યક્ત કરવામાં આવી છે. આમ છતાં જો કોઈને યથાશક્તિ અનુદાન આપવાની ઈચ્છા થાય તો તે આપી પણ શકે છે. પણ અગત્યતા એવી નથી. આવા વિચારો સાથે આ આયોજન શક્ય બન્યું છે. પૂર્ણ ત્યારે જ બનશે જ્યારે લોકો આમાં જોડાશે.

  સરનામું - ક્રેસેન્ટ પાર્ટી પ્લોટ, સિન્ધુભવન રોડ, અમદાવાદ.
  Published by:Santosh Kanojiya
  First published:

  Tags: Ahmedabad news, Navratri 2022, Navratri celebration

  विज्ञापन
  विज्ञापन