Home /News /ahmedabad /Coronavirus Gujarat: કોરોના માથું ઉચકે તે પહેલા રાજ્ય સરકાર એક્ટિવ, કેન્દ્ર સમક્ષ રસીનો મોટો જથ્થો મોકલવવાની રજૂઆત

Coronavirus Gujarat: કોરોના માથું ઉચકે તે પહેલા રાજ્ય સરકાર એક્ટિવ, કેન્દ્ર સમક્ષ રસીનો મોટો જથ્થો મોકલવવાની રજૂઆત

ગુજરાત સરકારે કેન્દ્ર સમક્ષ કોરોના રસીના મોટા જથ્થાની માંગણી કરી

ગુજરાતમાં કોરોનાએ ફરી ચિંતા ઉભી કરી છે ત્યારે રાજ્ય સરકારે વાયરસને અટકાવવા માટે અને લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને રાજ્ય રસીનો મોટા જથ્થાની માંગણી કેન્દ્ર સરકાર સમક્ષ કરી છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદઃ ફરી એકવાર કોરોના માથું ઉચકી રહ્યો છે તેની સાથે નવી લહેર આવવાની પણ શંકાઓ ઉભી થઈ છે. કોરોનાના કેસ ગુજરાતમાં આવવાના શરુ થતા હવે રસીની માંગ ઉભી થઈ રહી છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આ અંગે કેન્દ્ર સરકારને પણ રજૂઆત કરી દીધી છે. કેન્દ્ર દ્વારા રાજ્ય સરકારની માંગને ધ્યાને લેવામાં આવી છે. રાજ્ય સરકારને જે જથ્થો મળ્યો છે તેને હવે વેક્સીન સેન્ટરો પર મોકલવામાં આવશે. ભારતમાં જાન્યુઆરીમાં કોરોનાની નવી લહેર આવવાની સંભાવવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

ફરી કોરોનાના કેસનો રાફડો ફાટે તે પહેલા રાજ્ય સરકાર પણ એક્ટિવ થઈ ગઈ છે, લોકોને માસ્ક પહેરવા સહિતના સાવચેના પગલા ભરવા માટેની સૂચનાઓ પણ આપવામાં આવી છે. હવે વાયરસથી રસની માંગમાં વધારો થયો છે અને રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસે 10 લાખ કોવિશિલ્ડ અને 2 લાખ કો-વેક્સીનના જથ્થાની માંગણી કરવામાં આવી છે. જેની સામે કેન્દ્ર દ્વારા ગુજરાતને 2 લાખ કો-વેક્સીનની સામે રસીના 1 લાખ ડોઝ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ અમદાવાદનો ફ્લાવર શો, આ નિયમો અને ટિકિટનો દર જાણો

રાજ્ય સરકારને જે રસીનો જથ્થો પ્રાપ્ત થયો છે તેને હવે અલગ-અલગ રસીકરણ કેન્દ્રો પર પહોંચડવાની કામગીરી યુદ્ધના ધોરણે શરુ કરી દેવામાં આવી છે. ખાસ કરીને અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા સહિતના મોટા શહેરોમાં જથ્થો પહોંચાડવા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવી શકે છે. કારણ કે આ શહેરોમાં વિદેશમાંથી તથા અન્ય રાજ્યમાંથી આવતા મુસાફરોની સંખ્યા વધુ હોય છે.


નોંધનીય છે કે દુબઈથી આવેલા યુવક સહિતના પરિવારના ચાર જેટલા લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે અને આ વાયરસ વધુ ફેલાય નહીં તે માટે તમામને કોરન્ટીન કરવામાં આવ્યા છે.

દેશમાં ફરી એકવાર કોરોનાના કેસોની સંખ્યા વધી રહી છે ત્યારે હવે વધુ એક લહેરના ભણકારા પણ વાગવાના શરુ થઈ ગયા છે. આ વખતે આગમી 40 દિવસ ગુજરાત માટે મહત્વપૂર્ણ સાબિત થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વિદેશથી આવતા અને કોરોના પોઝિટિવ થયેલા મુસાફરોની સંખ્યા વધી રહી છે. આ સાથે ભારતમાં જાન્યુઆરીના મધ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓના આંકડામાં રેકોર્ડ વધારો થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.
First published:

Tags: અમદાવાદ, કોરોના વાયરસ, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો