સરકારે ખાનગી સ્કૂલ સંચાલકોની ફોર્મ્યુલા ફગાવી, ગુજરાતમાં નહીં ચાલે યુપી પેટર્ન

News18 Gujarati
Updated: June 13, 2018, 8:51 PM IST
સરકારે ખાનગી સ્કૂલ સંચાલકોની ફોર્મ્યુલા ફગાવી, ગુજરાતમાં નહીં ચાલે યુપી પેટર્ન
News18 Gujarati
Updated: June 13, 2018, 8:51 PM IST
રાજ્યમાં મોંઘા શિક્ષણને લઈ સરકાર સામે ખુબ રોષ છે. ખાનગી સ્કૂલ સંચાલકો દ્વારા સ્કૂલ ફીની સાથે ઈત્તર પ્રવૃતિના નામે તગડી ફી વસુલવામાં આવતી હોય છે. એવામાં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. સરકારે મહત્વનો નિર્ણય લઈ નક્કી કર્યું છે કે, ઈત્તર પ્રવૃતીઓને લઈ શાળાઓ વિદ્યાર્થી કે વાલીને ફરજ નહીં પાડી શકે.

મળતી માહિતી મુજબ, શિક્ષણ વિભાગ દ્વારા સ્કુલમાં ચાલતી ઈત્તર પ્રવૃતીને લઈ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગે ખાનગી સંચાલકો દ્વારા આપવામાં આવેલ ફોર્મ્યૂલાને ફગાવી દેવાનો નિર્ણય લીધો છે. સરકારે ખાનગી સંચાલકો દ્વારા યુપી પેટર્નની ફોર્મ્યૂલા રજૂ કરી કરી હતી, પરંતુ સરકારે નિર્ણય કર્યો છે કે, ગુજરાતમાં નહીં ચાલે યુપીની ફોર્મ્યૂલા.

સરકારે નક્કી કર્યું છે કે, ઈત્તર પ્રવૃત્તી અંગે શાળો વિદ્યાર્થી-વાલીને કોઈ ફરજ નહીં પાડી શકે. જો શાળાએ ઈત્તર પ્રવૃત્તીઓની ફી લેવી હોય તો, સરકારને તે મુદ્દે ધ્યાન દોરવું પડશે. સરકાર નિર્ણય લેશે ત્યારબાદ જ શાળા આ રીતની ફી લાગુ કરી શકશે. શિક્ષણ વિભાગ દ્વારા આ મુદ્દે ફોર્મ્યૂલા તૈયાર કરી દેવામાં આવી છે. શિક્ષણ સચિવ આવતીકાલે આ ફોર્મ્યૂલાનો રિપોર્ટ સરકારને સોંપશે.

તમને જણાવી દઈએ કે, સુપ્રિમ કોર્ટમાં આ મુદ્દે 2 જુલાઈએ મુદ્દત છે. સુપ્રિમ કોર્ટે પોતાના અગાઉના ચુકાદામાં સરકારને આદેશ કર્યો હતો કે, સરકાર અગામી સુનાવણી સુધીમાં નિશ્ચિત ફોર્મ્યૂલા સુપ્રિમ કોર્ટમાં રજૂ કરે.
First published: June 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर