Home /News /ahmedabad /

હવે સ્કૂલમાં વિદ્યાર્થીઓ ભણશે રોબોટિક્સ એન્જીનિયરિંગના પાઠ, જાણો શુ છે ગવર્મેન્ટ પોલીટેક્નિકનું આયોજન

હવે સ્કૂલમાં વિદ્યાર્થીઓ ભણશે રોબોટિક્સ એન્જીનિયરિંગના પાઠ, જાણો શુ છે ગવર્મેન્ટ પોલીટેક્નિકનું આયોજન

CBSCના સ્કિલ હબ દ્વારા ગવર્મેન્ટ પોલીટેક્નિક સાથે ટાઇઅપ કરવામાં આવ્યું છે.

આ જ રીતે અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની શાળાઓ સાથે પણ વાતચીત કરવામાં આવી છે. શરૂઆતમાં અંદાજે 40 શાળાઓમાં વિદ્યાર્થીઓને રોબોટિક્સ એન્જીનિયરિંગ વિશે જ્ઞાન આપવામાં આવશે.

અમદાવાદ: ટેકનોલોજીના યુગમાં વિદ્યાર્થીઓને સ્કૂલ લેવલથી જ રોબોટિક્સ એન્જીનિયરિંગ (Government Polytechnic) તરફ રુચિ વધે તેવા આશય સાથે હવે સ્કૂલમાં પણ રોબોટિક્સ એન્જીનિયરિંગ (Gujarat Robotics Engineering)ના પાઠ ભણાવવામાં આવશે. ધોરણ 6થી 12ના વિદ્યાર્થીઓ રોબોટિક્સ એન્જીનિયરિંગ (Robotics Engineering)ના પાઠ શીખશે. CBSEની શાળાઓ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત શાળાઓમાં રોબોટિક્સ એન્જીનિયરિંગના પાઠ ભણાવવામાં આવશે.

નવી શિક્ષણ નીતિ પ્રમાણે વિદ્યાર્થીઓને પાયાના શિક્ષણમાં જ સ્કિલ બેઝ શિક્ષણ મળે તેને ધ્યાનમાં રાખીને ગવર્મેન્ટ પોલીટેક્નિક અમદાવાદના પ્રોજેક્ટ અને ઇનોવેશન લેબ, ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કન્ટ્રોલ પેનલના વિદ્યાર્થીઓ દ્રારા સ્ટાર્ટ અપશરૂ કરાયું છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના બોર્ડ ઓફ સ્ટડીસના મેમ્બર ઉર્વીશ સોની જણાવે છે કે, ગવર્મેન્ટ પોલીટેક્નિકના રોબોટિક્સ કલબના વિદ્યાર્થીઓ, સ્ટાર્ટઅપસ અને ફેકલ્ટી શાળાઓમાં જશે.

NCERTના રેકેમેન્ડેશન પ્રમાણે સ્કીલ હબ તરીકે સ્કિલ્બેઝડ 50 કોર્સ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, 3D પ્રિન્ટિંગ, જેવા 50 કોર્સ તૈયાર કરવામાં આવ્યા છે. આ કોર્સમાં કેટલાક 50 કલાક, 100 કલાક અને 150 કલાકના છે. સ્કૂલમાં જઈ ધોરણ 6થી 12ના  વિદ્યાર્થીઓને રોબોટિક્સ વિશે બેઝિક પ્રોગ્રામ, હાર્ડવેર અને એસેસરીઝ વિશે ઇન્ફોર્મેશન આપવામાં આવશે. ગવર્મેન્ટ પોલીટેક્નિકના વિદ્યાર્થીઓથી સ્કૂલના વિદ્યાર્થીઓ વચ્ચે માહિતીનું અદાનપ્રદાન થાય તે પ્રકારની વ્યવસ્થા કરાઈ છે.

આ પણ વાંચો- બોટાદ કેમિકલકાંડના દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી થશે: હર્ષ સંઘવી

CBSCના સ્કિલ હબ દ્વારા ગવર્મેન્ટ પોલીટેક્નિક સાથે ટાઇઅપ કરવામાં આવ્યું છે. ગવર્મેન્ટ પોલીટેક્નિકના ફેકલ્ટીઝ નક્કી કરવામાં આવેલી CBSE ની શાળામાં જશે અને વિદ્યાર્થીઓને રોબોટિક્સ એન્જીનિયરિંગ ભણાવવામાં આવશે. કોર્ષ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને CBSE દ્વારા સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. જે અંતર્ગત ત્રિપદા ઇન્ટરનેશનલ સ્કૂલ અને એચ.બી. કાપડિયા સ્કૂલમાં પણ આ કોર્સ વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે.

આ પણ વાંચો- ભારતનું પ્રથમ વ્યસન મુક્ત ભેખડિયા ગામ, જ્યાં દારૂ, ગુટખા અને તમ્બાકુ પર છે પ્રતિબંધ

આ જ રીતે અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની શાળાઓ સાથે પણ વાતચીત કરવામાં આવી છે. શરૂઆતમાં અંદાજે 40 શાળાઓમાં વિદ્યાર્થીઓને રોબોટિક્સ એન્જીનિયરિંગ વિશે જ્ઞાન આપવામાં આવશે. ધોરણ 6થી 12ના વિદ્યાર્થીઓના અભ્યાસ ના સીલેબ્સ ઉપરાંત આ કોર્સ એકસ્ટ્રા એક્ટિવિટીના ભાગરૂપે હશે. મહત્વનુ છે કે હાલમાં ઇન્ડસ્ટ્રીઝ મેન પાવર રિડક્શન અને ઓટોમેટિક મશીનરીને પ્રાધાન્ય આપી રહી છે તેવામાં વિદ્યાર્થીઓને પાયાના શિક્ષણથી રોબોટિક્સ તરફ રુચિ વધે તે જરૂરી છે.
Published by:rakesh parmar
First published:

Tags: Ahmedabad news, Education News, Gujarat Education, Gujarati news

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन