Home /News /ahmedabad /

Navratri 2022 In Gujarat: રાજ્યમાં નવરાત્રિ દરમિયાન લાઉડ સ્પીકર પર મોડી રાતે 12 વાગ્યા સુધી ગરબા રમવાની સરકારની મંજૂરી

Navratri 2022 In Gujarat: રાજ્યમાં નવરાત્રિ દરમિયાન લાઉડ સ્પીકર પર મોડી રાતે 12 વાગ્યા સુધી ગરબા રમવાની સરકારની મંજૂરી

ફાઇલ તસવીર

Navratri 2022 In Gujarat: રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને જાહેરાત કરી છે કે, રાતે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર પર ગરબા વગાડી શકાશે. ત્યારે આ સમાચાર મળતાં જ આયોજકો સહિત ખૈલેયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

  અમદાવાદઃ નવરાત્રિને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે સરકારે મોડી રાતે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર પર ગરબા વગાડવા માટે મંજૂરી આપવામાં આવી છે. ગરબા આયોજકો 9 દિવસ સુધી રાતે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર પર ગરબા વગાડી શકશે. આ મામલે રાજ્ય ગૃહમંત્રીએ ટ્વીટ કરીને આ મામલે જાણકારી આપી છે.


  હર્ષ સંઘવીએ ટ્વીટ કરી માહિતી આપી


  આ મામલે હર્ષ સંઘવીએ ટ્વીટ કર્યુ હતુ કે, ‘ગુજરાતની સંસ્કૃતિનો મહત્વનો હિસ્સો અને દરેક ગુજરાતીઓનો આત્મા એવા મા દુર્ગાના મહોત્સવ નવરાત્રીમાં પ્રજાજનોના ઉમંગ, ઉત્સાહ, આસ્થા અને લાગણીઓને સર્વોપરિતા આપીને 9 દિવસ રાત્રીના 12.00 વાગ્યા સુધી લાઉડ સ્પિકર કે પબ્લિક એડ્રેસ સિસ્ટમ લગાડવાની પરવાનગી આપવામાં આવી છે.’

  નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી


  ઉલ્લેખનીય છે કે, આગામી 26મી સપ્ટેમ્બરથી નવલા નોરતાની શરૂઆત થઈ રહી છે. ત્યારે સમગ્ર રાજ્યમાં ગરબા આયોજકો ધામધૂમથી તૈયારી કરી રહ્યા છે. ત્યારે હવે સરકારે પણ 9 દિવસ માટે રાતે 12 વાગ્યા સુધી લાઉડ સ્પીકર પર ગરબા રમવાની મંજૂરી આપી છે. તેને લઈને ગરબા આયોજકો સહિત ખૈલેયાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

  નવરાત્રીનું મહત્ત્વ


  સનાતન ધર્મમાં ‘નવરાત્રી’નું ખૂબ જ મહત્ત્વ છે. નવરાત્રીમાં નવ દિવસ સુધી શક્તિના નવ અલગ-અલગ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. આ ઉપરાંત નવ દિવસ સુધી સવાર-સાંજ માતાજીની પૂજા-અર્ચના અને વિવિધ નૈવૈદ્ય પણ ધરાવવામાં આવે છે. ગુજરાતી કેલેન્ડર પ્રમાણે આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધી નવ દિવસ નવરાત્રી ઉજવવામાં આવે છે. આ નવરાત્રીને ‘શારદીય નવરાત્રિ’ તરીકે ઓળખાય છે. સનાતન ધર્મમાં ચાર નવરાત્રી છે, શારદીય નવરાત્રી, ચૈત્ર નવરાત્રી, ગુપ્ત નવરાત્રી અને પોષ નવરાત્રી. આ ચારેયમાં ‘શારદીય નવરાત્રી’ ખૂબ જ મહત્ત્વ છે.
  Published by:Vivek Chudasma
  First published:

  Tags: Navratri 2022

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन