આનંદો! સરકારી મેડીકલ કોલેજના રેસીડેન્ટ ડોક્ટર્સ અને ઇન્ટર્નીસના સ્ટાઈપન્ડમાં કરાયો વધારો

ઇન્ટર્ન, મેડીકલ રેસીડેન્ટ ડીગ્રી, મેડીકલ રેસીડેન્ટ સુપર સ્પેશ્યાલિટી મેડીકલ રેસીડેન્ટ ડીપ્લોમા, ડેન્ટલ ફિઝીયોથેરાપી રેસીડેન્ટ ડીગ્રી અને પોસ્ટ ગ્રેજ્યુએટના ૫૦૯૪ ડોક્ટરોને લાભ : રાજ્ય સરકારને દર વર્ષે રૂ.૭૦ કરોડનો બોજ પડશે

News18 Gujarati
Updated: September 14, 2018, 8:11 PM IST
આનંદો! સરકારી મેડીકલ કોલેજના રેસીડેન્ટ ડોક્ટર્સ અને ઇન્ટર્નીસના સ્ટાઈપન્ડમાં કરાયો વધારો
ફાઈલ ફોટો
News18 Gujarati
Updated: September 14, 2018, 8:11 PM IST
સરકારી મેડિકલ કોલેજના રેસીડેન્ટ ડોક્ટર્સો અને ઈન્ટર્નીસ માટે સરકારે મહત્વની જાહેરાત કરી છે. સરકારે તેમના સ્ટાઈપન્ડમાં વધારો કરવાની જાહેરાત કરી છે. જેને લઈ 5094 જેટલા રેસિડન્ટ અને ઈન્ટર્નીસને લાભ થશે.

આ મુદ્દે માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે, સરકારી મેડીકલ કોલેજો અને સંલગ્ન શૈક્ષણિક હોસ્પિટલો ખાતે ફરજ ઉપરના ઇન્ટર્ન, મેડીકલ રેસીડેન્ટ ડીગ્રી, મેડીકલ રેસીડેન્ટ સુપર સ્પેશ્યાલિટી મેડીકલ રેસીડેન્ટ ડીપ્લોમા, ડેન્ટલ-ફિઝીયોથેરાપી રેસીડેન્ટ ડીગ્રી અને પોસ્ટ ગ્રેજ્યુએટના ૫૪૯૪ ડોક્ટરોને મળતાં સ્ટાઇપેન્ડમાં વધારો કરવા અંગે રાજ્ય સરકારને રજુઆત કરવામાં આવી હતી, તેને ધ્યાનમાં લઇને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સહાનુભૂતિપૂર્વક વિચારણા કરીને આ સ્ટાઇપેન્ડ દરોમાં માતબર રકમનો વધારો કર્યો છે, આ વધારાનો લાભ ૫૦૯૪ થી વધારે ડોક્ટરોને મળશે, જેનાથી રાજ્ય સરકારને વાર્ષિક રૂ.૭૦ કરોડ જેટલો બોજ પડશે.

નીતિન પટેલે વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકારની મેડીકલ કોલેજોમાં એમ.બી.બી.એસ. પછી અભ્યાસ કરતા અને સેવાઓ આપતાં તબીબોને મદદરૂપ થવા રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય કરાયો છે. જેમાં અગાઉ જે દરો મળતા હતા તેવા મેડીકલ ઇન્ટર્ન ડોક્ટરોને રૂ.૧૦૭૮૦ ની જગ્યાએ રૂ.૧૩૦૦૦, ડે ન્ટલમાં રૂ.૯૪૬૯ ને બદલે રૂ.૧૨૦૦૦, ફિઝીયોથેરાપીમાં રૂ.૫૮૨૪ ના બદલે રૂ.૮૦૦૦ રૂપિયા અપાશે. એ જ રીતે મેડીકલ રેસીડેન્ટ ડીગ્રી ધારકોમાં પ્રથમ વર્ષના તબીબોને રૂ.૨૮૦૦૦ ના બદલે રૂ.૬૦૦૦૦, બીજા વર્ષ માટે રૂ.૪૨૪૮૦ ના બદલે રૂ.૬૧૦૦૦, ત્રીજા વર્ષ માટે રૂ.૪૩૫૧૦ ના બદલે રૂ.૬૨૫૦૦, ચોથા વર્ષના સીનીયર રેસીડેન્ટ માટે રૂ.૪૬૦૦૦ ના બદલે રૂ.૬૬૦૦૦ અને ક્લીનીકલ આસિસ્ટન્ટને રૂ.૪૩૫૧૦ ના બદલે રૂ.૬૬૦૦૦ ચુકવાશે.

તેમણે ઉમેર્યુ કે, એ જ રીતે મેડીકલ રેસીડેન્ટ સુપર સ્પેશ્યાલિટીમાં પ્રથમ વર્ષના તબીબોને રૂ.૪૫૫૮૦ ના બદલે રૂ.૭૨૦૦૦, બીજા વર્ષમાં રૂ.૪૭૬૬૦ ના બદલે રૂ.૭૫૦૦૦, ત્રીજા વર્ષમાં રૂ.૪૯૭૩૦ ના બદલે રૂ.૮૦૦૦૦ તથા મેડીકલ રેસીડેન્ટ ડીપ્લોમામાં પ્રથમ વર્ષમાં રૂ.૩૩૧૫૦ ના બદલે રૂ.૪૫૦૦૦, બીજા વર્ષમાં રૂ.૩૩૯૮૦ ના બદલે રૂ.૪૯૦૦૦ તથા ડેન્ટલ રેસીડેન્ટ ડીગ્રીમાં પ્રથમ વર્ષમાં રૂ.૩૬૪૦૦ ના બદલે રૂ.૪૭૦૦૦, બીજા વર્ષમાં રૂ.૩૭૩૧૦ ના બદલે રૂ.૪૮૫૦૦ અને ત્રીજા વર્ષમાં રૂ.૩૮૨૨૦ ના બદલે રૂ.૪૯૭૦૦ ચુકવાશે તથા ફિઝીયોથેરાપી રેસીડેન્ટ ડીગ્રીમાં પ્રથમ વર્ષમાં રૂ.૧૬૮૦૦ ના બદલે રૂ.૨૧૦૦૦, બીજા વર્ષમાં રૂ.૨૧૦૦૦ ના બદલે રૂ.૨૬૦૦૦ તથા આયુર્વેદિક અને હોમિયોપેથીક ઇન્ટર્સને રૂ.૫૨૦૩ ને બદલે રૂ.૯૦૦૦ તથા પોસ્ટ ગ્રેજ્યુએટ આયુર્વેદિકમાં પ્રથમ વર્ષમાં રૂ.૨૫૨૦૦ ના બદલે રૂ.૩૦૦૦૦, બીજા વર્ષમાં રૂ.૨૬૬૦૦ ના બદલે રૂ.૩૩૦૦૦ અને ત્રીજા વર્ષમાં રૂ.૨૮૦૦૦ ના બદલે રૂ.૩૪૦૦૦ સ્ટાઇપેન્ડ ચુકવવામાં આવશે.
First published: September 14, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...